SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું ] છે. શિવાજી ચરિત્ર ૪૩૭ દત્તો દેશમુખે મુગલા સામે કમર કસી હતી. દેશમુખે મુગલાની સામે જંગ મચાવ્યા અને આખરે લડતાં લડતાં વીરગતિને પામ્યા. માહારાજની ગેરહાજરીમાં આદિલશાહી સરદાર રૂસ્તમઝમાન સાથે ફરી પાછા મીઠા સંબંધ બાંધવાનું મુત્સદ્દીપણું મહારાજના મુત્સદ્દીએ ભૂલ્યા ન હતા. એને મેળવી લઈ ને મરાઠાઓએ રાંગણનાં કિલ્લાના કબજો મેળવ્યેા હતેા. આવી રીતે મહારાજના નાના મોટા બધા સરદારોએ કમર કસીને મુગલાની ખખર લેવા માંડી હતી. મહારાજ દક્ષિણમાં દાખલ થયા તે વખતે મરાઠાઓએ મુગલાને સાંપેલા કિલ્લાઓમાંથી ધણા ખરા કિલ્લાઓ ઉપર મહારાજને ઝડા ફરકતા કર્યાં હતા. મહારાજની ગેરહાજરી દરમિયાન સુંદર રાજ્યકારભાર ચલાવીને, બળવાન દુશ્મનને ટક્કર મારીને અને મહારાષ્ટ્રની સત્તા સાથે મેળ બાંધીને મરાઠાએએ જગતને બતાવી આપ્યું હતું કે શિવાજી મહારાજની તાલીમમાં તૈયાર થએલી પ્રજા એમની ગેરહાજરીમાં સુંદર રાજ્યકારભાર ચલાવી શકે છે અને લશ્કરી અમલદારા જામેલી બળવાન સત્તા સામે ટક્કર ઝીલી શકે છે. ૭. મિર્ઝારાજા જયસિંહના આખરી અંજામ અને અંત અખરપતિ મિરઝારાજા જયસિંહનું એળખાણ વાંચકાને પાછલા પ્રકરણમાં કરાવ્યું છે. પ્રસિદ્ધ કવા કુટુંબને આ ફૂલદીપક મુગલ દરબારનું નાક હતા. એટલું જ નહિ પણ મુગલ સલ્તનતના અનેક આધાર સ્થંભા પૈકી એક મુખ્ય સ્થંભ હતા. ઔરંગઝેબના વખતમાં દિલ્હીની ગાદીના રાજપૂત સેવામાં આ જૂનામાં જૂના સેવક હતા. ઔરંગઝેબ બાદશાહને ગાદી અપાવવામાં અનેક સરદારા હતા તેમાં જયસિંહ રાજાની ગણુના કરી શકાય. ગાદીનેા ઝગડે। જાગ્યા ત્યારે તો જયસિંહ રાજા ઔરગઝેબના હરીદ્દારાશેકાહના પક્ષમાં હતા પણ અણી વખતે એણે દારાનેા પક્ષ છેડ્યો હતા તેથી ઔરંગઝેબને એ નૃત્ય ભારે મદદરૂપ નીવડયું હતું. સુજા ઉપર જ્યારે ઔરંગઝેબે ચડાઈ કરી હતી ત્યારે ઘણી વખતે એ રાજા જયસિંહની પકડમાં સપડાઈ ગયા હતા અને જોજયસિંહ રાજાએ ધાર્યું હોત તા એને કયારને એ મારી નાંખ્યા હેત, પણ જયસિંહે એ નીચ કૃત્ય ન કર્યું. એવી રીતે કેટલીએ ફેરા એણે ઔરગઝેબને બચાવ્યેા હતા, કેટલીએ ફેરા એનેા (ઔરંગઝેબને ) નાશ થતા એણે અટકાવ્યા હતા. જેનાં મૃત્યા વડે જાન બચ્યા, જેનાં મૃત્યા વડે રાજગાદી મળી, જેની વાદારી અને સેવા વડે મુગલાઈની ચડતી થઈ, તે જયસિંહની દુર્દશા કરવાનું નીચ કૃત્ય ઔરંગઝેબે કર્યું. જેણે રાજગાદી અને સત્તાના લેાભથી જન્મદાતા પિતાને પરહેજ કર્યાં, તેના ઉપર સખ્તાઈ વાપરી, તેને પાણી વગર ટળવળાબ્યા, તે બાદશાહ વજ્રાદાર સરદારની વજ્રાદારી ભૂલી એની દુર્દશા કરે એમાં નવાઈ જેવું કાંઈ નથી. ઔરંગઝેબ મિરઝારાજાથી તદ્દન નારાજ થઈ ગયા હતા. દક્ષિણની ત્રણ સત્તાઓને તાડવા માટે મિરઝારાજાને જ્યારે ઉત્તરથી દક્ષિણુ મેાકલ્યા ત્યારે એના ઉપર ખાદશાહની જે મીઠી નજર હતી તેમાંના છાંટાએ હવે બાકી રહ્યો નહતા. હિંદુ હિંદુને મળી ગયા એ વહેમથી એણે ઘણી વખતે ઘણાને અન્યાય કર્યા હતા અને એ અન્યાયની આગમાં બાદશાહીને પણ આંચ આવી હતી. પોતાના વાદાર સરદારના પરાક્રમેા પશુ ઔર'ગઝેબ ખમી શકતા નહિ. મુગલાઈમાં કાઈ પણ જરા વધારે બળવાન થાય કે ક્રાઈની પ્રતિષ્ઠા જામે હું કાઈ વધારે પ્રજાપ્રિય થતા કે એના હૈયામાં તેલ રેડાતું. જયસિંહ રાજા ભારે ખળી થઈ ગયા હતા અને એને નીચે પાડવામાં નહિ આવે તેા મુગલ સલ્તનતને એ ભારે થઈ પડશે એ બીક બાદશાહને રહ્યા જ કરતી હતી. દક્ષિણમાં ચાલી રહેલા જંગમાં જોઈતી મદદ મેકલવાનું બાદશાહે માંડી વાળ્યું હતું. દક્ષિણની ત્રણ સત્તાઓને કચડવાનું કામ ઘણું કહ્યુ હતું પણુ મિરઝારાજા બહુ અનુભવી અને મુત્સદ્દી હાવાથી હિકમત અને યુક્તિથી ત્રણેને મુગલ ડ્યૂસરી નીચે લાવવાના પ્રયત્નો કરી રહ્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy