SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મું યુકિતઓ વાપરી હતી. કેટલીક ગોઠવણે તે એટલી બધી છૂપી હતી કે મહારાજ પિતે પણ જાણતા નહોતા. ઉપર અમે જણાવી ગયા તે સરદાર મોરપંત પિંગળના ત્રણે સગાંઓને ગુપ્ત ખબર પહોચાડવામાં આવી. એ ત્રણે ભાઈઓ મથુરામાં હતા. એમને બાલાજી આવછ અને નિરાજી રાવજીએ ખોળી કાઢયા અને તેમને મહારાજની સમક્ષ લઈ આવ્યા. મથુરામાં મહારાજના પૂજ્ય ગુરૂશ્રી સમર્થ રામદાસ સ્વામી રામદાસી સંપ્રદાયના મઠ હતે. એ મઠના મહંતની મદદ પણ મહારાજને મળી હશે જ. ઘડા ઉપરના પ્રવાસથી અને અનેક અડચણો અને ત્રાસથી શંભાજી મહારાજ તદ્દન થાકી ગયા હતા. મહારાજને લાગ્યું કે થાકીને લેથ થઈ ગયેલા આ રાજકુમારને સાથે રાખવાથી ભારે સંકટમાં આવી પડાય એમ છે. મુસાફરીને ત્રાસ, માઈલેના માઈલો પગે ચાલવું, જંગલમાં અથડાવું, છૂપાઈ રહેવું, પૂર જેસથી વહેતાં નદી નાળાંએ તરી જવાં વગેરે અનેક અડચણ આ કુમળા બાળકથી આ ઉંમરમાં વેઠાય એમ નથી અને રસ્તામાં એની ખાતર વારંવાર થોભવું પડે અને પ્રતિકૂળ વાતાવરણ હોવા છતાં મુકામ કરવાનું સાહસ ખેડવું પડે એ પોસાય એમ નથી, તેથી એ બાબત ઉપર વિચાર કરી મહારાજે શંભાજી રાજાને સાથે નહિ લેવાનો નિશ્ચય કર્યો. આવે કટોકટીને વખતે ઉત્તર હિંદુસ્થાનમાં જ્યાં મુગલપતિ ઔરંગઝેબની હાક વાગી રહી હતી ત્યાં શિવાજી મહારાજ અને સંભાજી મહારાજને શોધી કાઢવા માટે સઘળું શહેનશાહી બળ વાપરવાને શહેનશાહે નિશ્ચય કર્યો હતો ત્યારે, આ બંનેને પકડી આપનારને માટે લાખ રૂપિયાના લલચાવનારા ઈનામો નક્કી કર્યા હતાં ત્યારે, શંભાજીને કોને આશરે મૂકે એ પ્રશ્ન ઉભો થયો. ઔરંગઝેબની શેહમાં ન તણાય એ, એના અમલદારોના દાબમાં ન દબાઈ જાય એવે, મુગલ અધિકારીઓના જુલમથી ન ફૂટી જાય એવે, ધનના ઢગલાઓ ખીને ન લલચાઈ જાય એ હિંદુત્વની ભાવનાવાળે માણસ એ ગાળામાં કયાંથી મળી શકે? ભારે ચિતામાં પડ્યા પણ પ્રભુએ ચિતા દૂર કરી. પિતાને નિશ્ચય મહારાજે બાળાજી આવછ અને નિશજી રાવજી આગળ જાહેર કર્યો, ત્યારે એમણે તરતજ એમને જણાવ્યું -“મહારાજ ! પ્રભુ આપણી મદદમાં છે. આપણું ઉપર આપણી કસોટી કરવા સંકટ નાંખે છે, પણ દૂર કરવાના સાધને પણ એજ ઉભાં કરી આપે છે. ઉત્તર હિંદુસ્થાનમાં એ વિશ્વાસુ માણસ આપણી પાસે છે. ધનના ઢગલાઓથી ન લલચાય એવો, ઔરંગઝેબના સખ્તમાં સખ્ત હુકમેને બાજુએ મૂકી દે એવો મુગલ અધિકારીઓના જુલ્મને પી જાય એ, પોતાના જીવ ઉપર આવી પડે તે પણ જરાએ ન ડગે એ, માણસ તે મહારાષ્ટ્રથી અત્રે આવીને રહેલા આપણું મોરોપંત પિંગળનાં સગાં આપની સેવામાં હાજર છે. મહારાજ! આ ત્રણે ભાઈ તથા એમની માતા આપની સેવા માટે તૈયાર છે.” આ સંબંધમાં સલાહ મસલત કરી આખરે શંભાજી મહારાજને કૃષ્ણજીપંત તથા એના બીજા બે ભાઈઓ અને તેમની માતાને હવાલે કરી આગળ મુસાફરી કરવાનું સર્વેએ નક્કી કર્યું. મહારાજે કૃષ્ણજીપંત તથા એના બીજા બે ભાઈઓ જોડે વાતચીત કરી એમની ખાનદાનીની ખાતરી કરી લીધી. મહારાજને પોતાને આ ભાઈઓને પુરેપુરો અનુભવ હતા અને વધુમાં બાળાજી આવછ અને નિરાજી રાવજીએ ખાતરી આપી એટલે મહારાજે એ કુટુઓ ઉપર વિશ્વાસ મૂક્યો અને કૃષ્ણાજીપતને જણાવ્યું “ કૃષ્ણજીપંત ! તમે અનુભવી છે. તમારા ભાઈઓએ પણ જમાને ઓળખ્યો છે. અમારા મેરેપંત પિંગળના તમે નિકટના સંબંધી છે, એટલે અમારે તમારામાં પૂરેપુર વિશ્વાસ છે. આવા કટોકટીને વખતે જ્યારે અમને ખાસ વિશ્વાસપાત્ર માણસની અને જરૂર છે, ત્યારે તમે મળી આવ્યા એ ઈશ્વરની કૃપા જ છે. ઈશ્વરે જ જાણે તમને અને મોકલ્યા છે. કુમાર શંભાજીને અને કઈ ખાસ વિશ્વાસુ માણસને હવાલે કરી અને મહારાષ્ટ્ર તરફ કૂચ કરીશું. એને આ વખતે અમારી સાથે રાખવો એ બને માટે જોખમભરેલું છે. તમે જો અમને અને ન મળ્યા હતા તે હું જરૂર જોખમ ખેડીને પણ એને સાથે રાખત, પૂરેપુરા ભરોંસા સિવાય હું એને કેઈને હવાલે કદી પણ કરું નહિ. મારી કાયાના કડક થઈ જાય અને મારા સર્વસ્વ નાશ થઈ જાય તે પણ હું મારા વહાલા દીકરાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy