SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ છે. શિવાજી ચરિત્ર (પ્રકરણ ૧૩ મું રાખી હતી, તે મુજબ ખબર અપાઈ ગઈ. નક્કી કરેલા માણસને વેશ બદલી સાધન સહિત તૈયાર રહેવાની સૂચના અપાઈ. જે જે ઠેકાણે જે જે વ્યવસ્થા કરવાની હતી તે બધા માટે ગોઠવણ થઈ ગઈ. જવાબદારીનાં જે જે કામ જેમને બજાવવાનાં હતાં, તેમને તેની ખબરો અને સૂચનાઓ અપાઈ ગઈ ઈ. સ. ૧૬૬૬ના ઑગસ્ટ માસની તા. ૧૭ મીએ આગ્રા છોડવાનો શિવાજી મહારાજે નિશ્ચય કર્યો. આ વખતે મહારાજની સાથે બંદીખાનામાં તેમને યુવરાજ કુમાર શભા હતા. એ ઉપરાંત તે તદ્દન નજીકના સગો બિરાજી કરજંદ પણ એમની સાથે હતા. એમની તહેનાતમાં એમને Rડની મુસલમાન યુવક મદારી મહેતર હતે. મદારી મહેતર મહારાજની પગચંપી કરવામાં પ્રવીણ હતા. હિરજી ફરજંદ દેખાવમાં સહેજ શિવાજી મહારાજ જેવો હતે. મહારાજની તબિયત નરમ રહેતી હતી એટલે ગુરુવારને બદલે અવારનવાર રોજ મેવા મીઠાઈની બેરાત કરવામાં આવતી. મેવા મીઠાઈની મટી મેટી પેટીઓ અને કરડિયાઓ મંદિરે, દેવળા, મજીદ, રોજ વગેરે ઠેકાણે મોકલવામાં આવતી. તા. ૧૭મી ને રોજ પણ હંમેશના રિવાજ મુજબ મોટી પેટીઓ અને કરંડિયાઓ મીઠાઈ ભરીને મંગાવવામાં આવ્યા. મહારાજે બધી તૈયારીઓ તે કરી જ હતી. એમણે હિરજી ફરજંદને બેલા અને કહ્યું –“ હવે સવાલ મારી જિંદગીને આવી પડ્યો છે. આજે જ નાસી છૂટાય તે બચ્ચા એમ સમજવું નહિ તો આગ્રામાંજ આપણી જિંદગીનાં સે વર્ષ પૂરાં થવાનાં એ નક્કી સમજવું. મેં તને જણાવેલી યુક્તિ સિવાય હવે બીજો રસ્તો નથી. તું અને મારી બંને હોશિયાર અને ચાલાક છે, એટલે મારી સચના મુજબ સાચવીને સાવધાની વાપરીને બહાર આવી જજો. તમને બંનેને જોખમમાં મૂકીને જતાં મારા દિલને જરા સંકેચ થાય છે પણ જે કામ મેં હાથ ધર્યું છે, તેને માટે આ રસ્તે લીધેજ છૂટકે છે.” આ સાંભળી હિરજી ફરજંદ બે કે “મહારાજ ! આપને હિંદુ ધર્મના તારણહાર છે, આપની સહીસલામતી ઉપર આપણા વહાલા હિંદુધર્મની સહીસલામતી આધાર રાખી રહી છે. આપ સહીસલામત હશે તો જ હિંદુસ્ત્રીઓનાં શિયળ લૂંટાતાં અટકશે. આપ સહીસલામત હશે તેજ યવન સત્તા નાશ પામશે, દેશ સુખી થશે અને ધર્મ સચવાશે. મહારાજ ! અમારાં જીવન ધન્ય થયાં માનીએ છીએ. આજે અમે કૃતાર્થે થયા. અમે જીવ્યા એ લેખે લાગ્યું. આજે આ બંને સેવકેની જિંદગી સત્કાર્યમાં વપરાઈ મહારાજ ! આપ અમારી જરા પણ ચિંતા ન કરે. અમારે માટે મનમાં જરાયે સંકેચ ન રાખે. આપની સૂચનાઓ તે કલેજા ઉપર કોરાઈ ગઈ છે. હવે મહારાજ! વિલંબ ન કરે. આપને વાર થયે વિપરીત પરિણામ આવશે.” શિવાજી મહારાજે જગદંબાની પ્રાર્થના કરી. હિરજી ફરજંદ અને મદારી મહેતરને પાસે બોલાવી એમની પીઠ થાબડી બહુજ સાવચેત રહેવા જણાવ્યું અને કેવો ભાગ ભજવે તે ફરીથી કહ્યું. પોતાની હીરાની વીંટી હિરજી ફરજંદની આંગળીએ પહેરાવી દીધી. મદારી મહેતરને પણ બહુ સાવધ રહેવા કહ્યું. બંને પગે લાગ્યા. પિતાના આ વિશ્વાસુ માણસને છોડતાં મહારાજનું હૈયું ભરાઈ આવ્યું. હિરાજીએ મહારાજને ઉતાવળ કરવા વિનંતિ કરી. મહારાજે કરી જગદંબાનું ધ્યાન ધર્યું અ જય ભવાની” કહી મીઠાઈના એક મેટા કરંડિયામાં કમાર શંભાજીને બેસાડી દીધા અને બીજ કરંડિયામાં પોતે બેઠા. પછી આપેલી સુચના મુજબ એક પછી એક કરંડિયાએ અને પેટીએ નક્કી કરેલાં માણસો લઈને બહાર જવા લાગ્યા. શરૂઆતના કરંડિયાઓ પહેરાવાળાએાએ તપાસ્યા અને પછી જ્યારે તપાસ્યા વગર માણસને પહેરાવાળાઓ છેડવા લાગ્યા. ત્યારે કુમાર શંભાજી અને મહારાજ શિવાજીવાળા કરંડિયાઓ ઊંચકનારાઓ બહાર લઈ ગયા. નક્કી કરેલે ઠેકાણે આ કરંડિયાએ ઊંચકનારાઓ કરંડિયાએ લઈ ગયા. આગ્રા શહેરની બહાર અમુક જગ્યાએ નીરાજી રાવજી, બાળાજી આવજી અને તાનાજી માલુસરે બહુ ચપળ અને સુંદર ઘોડાઓ સાથે થોભ્યા હતા. ઊંયકી લાવનાર મજુરોને ભારે રકમ આપવામાં આવી. મારે રાજી રાજી થઈને વિદાય થઈ ગયા. મહારાજ અને શંભાજીને કરંડિયામાંથી કાઢવામાં આવ્યા અને આ ટાળી મારતે ઘેડે મથુરા તરફ ચાલી ગઈ. દક્ષિણ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy