SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૧૩ મું રહેવાને જ નથી. હાલના સંજોગોમાં નમ્રતા ધારણ કરીને જ બાળ સધાય તેમ છે. કળકળે વાતાવરણ અનુકુળ કરી લઈ યોજેલી યોજના મુજબ મુક્તિ મેળવવી. હવે ધીરજથી સંકટ સમુદ્ર તરવો જોઈએ. હિંમત હાયે ધાર્યું સધાવાનું નથી.” મહારાજે બાદશાહના ચોકી પહેરામાંથી છટકી જવાને વિચાર કર્યો, પણ દક્ષિણથી ઉત્તર આવતી વખતે મહારાજે પિતાના લશ્કરમાંના ચુનંદા દ્ધાઓ સાથે આણ્યા હતા. એમની સહીસલામતીનો વિચાર કરતાં મહારાજની ગૂંચ વધી. મહારાષ્ટ્રના મહારથીઓને જમના જડબામાં મરવા માટે ધકેલીને પોતે પોતાનો જીવ બચાવવા છટકી જવું એ મહારાજને ઠીક લાગ્યું નહિ. જે દ્ધાઓના બળ અને બેગ ઉપર પતે બળવાન બન્યા તે દ્ધાઓને બાદશાહના કબજામાં રહેંસાવા મૂકીને નાસી જવું એ તે નાલાયકી છે એમ સમજી શિવાજી મહારાજે પિતાના લશ્કરને વિદાય કરી દેવાની યુક્તિ રચી. શિવાજી મહારાજે આગ્રામાં જે લશ્કર સાથે રાખ્યું હતું તે ચૂંટી કાઢેલા બાહોશ, બહાદુર અને હિંમતવાન યોદ્ધાઓનું હતું. બાદશાહની આંખે પણ લશ્કર ખેંચી રહ્યું હતું. મહારાજે પોતાના છૂટકારાને પુરેપુરો વિચાર કર્યા પછી લશ્કરને દક્ષિણમાં મોકલી દેવાને અથવા આગ્રાથી રવાના કરવાને નિશ્ચય કરી. બાદશાહને કહેવડાવ્યું કે;–“ મારે આગ્રામાં જ લાંબા વખત સુધી રહેવું એમ બાદશાહ સલામત નક્કી કર્યું હોય તે બાદશાહ સલામતને માથે મારા લશ્કરનું ખર્ચ પડે, એ મને ઠીક નથી લાગતું અને મારે અત્રે એ લશ્કરની જરૂર પણ નથી. તે ચેડાં માણસે દક્ષિણ મેકલવા મારી ઈચ્છા છે. મારે મારી જરર પૂરતાં જ માણસે અત્રે રાખવાં છે અને બાકીનાને દક્ષિણમાં મોકલી દેવાં છે તે તે બાબત પરવાનગી આપશો.” બાદશાહને આ સંદેશો બહુ જ ગમે. શિવાજીને તેના લશ્કરથી દૂર કરવાની તે તે રાહ જોઈ રહ્યો હતો. શિવાજીની લાગણી દુભાવ્યા સિવાય અને કેઈ પણ જાતને વહેમ ન આવે એવી રીતે એ કુનેહથી અને યુક્તિથી શિવાજીના લશ્કરને એનાથી છૂટા પાડવાને વિચાર ચલાવી રહ્યો હતે, એટલામાં આ સૂચના ખુદ શિવાજી રાજા તરફથી આવી એટલે બાદશાહને તે ભાવતું હતું અને વૈદે કહ્યું તેના જેવું થયું. ઔરંગઝેબને લાગ્યું કે શિવાજીને લેકે મુત્સદ્દી માને છે, પણ એ સાચે મુત્સદ્દી નથી, નહિ તે આવે વખતે દુશ્મનના કબજામાં આવ્યો હોય ત્યારે પોતાના વિશ્વાસપાત્ર અને અને પ્રાણ પાથરીને રક્ષણ કરે એવા યોદ્ધાઓને હાથે કરીને પોતાથી દૂર કરે નહિ. ઔરંગઝેબને લાગ્યું કે શિવાજીએ આ બાબતમાં જબરી ભૂલ કરી છે. બાદશાહને અંદરથી આનંદ થયો, અને એણે શિવાજી રાજાની માંગણી કબૂલ રાખી. શિવાજી રાજાના લશ્કરને શિવાજીથી દૂર કરવા માટે આગ્રેથી રવાના કરી દેવાની દાનત બાદશાહની હતી અને એ જ લશ્કરને આથી રવાના કરવાની દાનત શિવાજી રાજાની હતી. એક જ કૃતિ બંને કરવા ઈચ્છતા હતા પણ બંનેના હેતુમાં ફેર હતો. ઔરંગઝેબને શિવાજી મહારાજના લશ્કર માટે હરહંમેશ ચિંતા રહ્યા જ કરતી. શિવાજી જે યુક્તિવાળા માણસ કોઈ પણ પ્રયત્ન કરીને નવાજૂની કરી બેસે એવો છે, એમ બાદશાહને લાગ્યા જ કરતું હતું. તક જોઇને દરબારના કેઈ સરદારને સાધી લઈ, પિતાના લશ્કરની મદદથી શિવાજી તોફાન કરે એ છે, એટલે એનું લશ્કર એની પાસે ન રહે, એવી ઈચછા બાદશાહની હતી. હવે તો બાદશાહને લાગ્યું કે સંઠ વગર ખસી જવા બેઠી છે. પિતાનું લશ્કર શિવાજી દક્ષિણ તરફ રવાના કરશે, એટલે એ આગ્રામાં એકલે પડશે અને તેમ થશે એટલે શિવાજીના નાશની ધારેલી ચેજના એ કઈ પણ જાતની હરક્ત વગર અમલમાં મૂકી શકશે. શિવાજી મહારાજને એમનું લશ્કર દક્ષિણમાં મોકલવાની પરવાનગી આપ્યા પછી બાદશાહે શિવાજી મહારાજના સંબંધમાં વિચાર કર્યો, અને વિચાર કરતાં એને લાગ્યું કે“શિવાજીને કોઈ પાકા મકાનમાં બંદીવાન રાખવા અને ત્યાં ખસેડ્યા પછી જે કરવાનું હોય તે કરવું.” શિવાજી રાજાને યુક્તિપૂર્વક માન આપીને એક રાજમહેલ જેવા મકાનમાં ખસેડ અને ત્યાં ખસેડ્યા પછી આગળ શું કરવું અને કેવી રીતની યુક્તિ રચવી તે નક્કી કર્યું. બાદશાહે તપાસ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy