SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું સત્તા દક્ષિણમાં સ્થાપવાના કામમાં એ કેટલે દરજે મદદરૂપ થઇ શઈ શકે એને વિચાર પણ બાદશાહના મગજ બહાર ન હતા. (૫) શિવાજીને આગ્રામાં રાખી દક્ષિણની સત્તાઓ કચડવા જાતે દક્ષિણમાં જવાની જે ગોઠવણ કરવામાં આવે તે શિવાજીને આગ્રામાંને બંદીવાસ બાદશાહને કઈ રીતે નડતરરૂપ થઈ પડે કે કેમ એ વિચાર પણ બાદશાહના મગજમાં ઉભો થયો. (૬) શિવાજીને શું કરવામાં આવે તે શિવાજી પોતે અથવા એના સરદાર અને અમલદાર દક્ષિણના બિજાપુર અને ગેવળકડા સાથે મળી ન જાય અને શિવાજી હમેશ મુગલ બુંસરી નીચે એક સુંવાળા સરદાર તરીકે રહે એને વિચાર બાદશાહ કરવા મંડી પડ્યો. એવા એવા વિચારો કરી કયા નિર્ણય ઉપર આવવું એ મૂંઝવણમાં બાદશાહ પા. સંજોગે ઉપર દષ્ટિ દેડાવતાં ઔરંગઝેબને લાગ્યું કે શિવાજીને આગે રાખો અને તેને સાચવવાની સઘળી જવાબદારી રામસિંહને માથે નાંખવી. આમ રામસિંહને માથે મોટી જવાબદારી નાંખવામાં આવી એટલે મિરઝારાએ બાદશાહને પત્ર લખ્યો કે તેના પુત્રને આવી મહત્ત્વની જવાબદારીમાંથી મુક્ત કરવો. આ બાબત બાદશાહે જ્યારે ફરીથી વિચાર કર્યો ત્યારે તેને જણાવ્યું કે એક હિંદુને-ક્ષત્રિય રાજબીજને-હવાલે શિવાજી જેવા ચુસ્ત હિંદુ-જેને હિંદુઓ હિંદુત્વને તારણહાર સમજે છે-મૂકવો એ સહીસલામતી ભરેલું નથી. રામસિંહને આ જવાબદારીમાંથી બાદશાહે મુક્ત કરી શિવાજીને હિંદુસ્થાન બહાર મોકલી દેવાને વિચાર કર્યો. શિવાજી દક્ષિણમાં જાય તો આદિલશાહી અને કુતુબશાહી સત્તાઓ જે દક્ષિણની મુગલ સત્તાઓને મસળી નાંખવાના કામમાં મચી પડી હતી તેને મદદ રૂપ થઈ પડે એમ હતું. શિવાજીને ઝાઝે વખત કેદખાનામાં રાખવા એ પણ સહીસલામતી ભરેલું ન હતું. શિવાજી મહારાજને લાંબો વખત બંદીવાન રાખવામાં આવે તે એના સરદારો આદિલશાહી અને કતુબશાહીને મળી જઈ મુગલ સત્તા ઉપર વેર વાળવા બંડ કરશે એ બીકથી શિવાજી મહારાજને છૂટા કરી હિંદ બહાર મેકલી દેવાને ઘાટ બાદશાહે ઘડ્યો. ભારે ભક્કર લઈ હિંદ બહારના મુલક ઉપર મુગલ તરફથી ચડાઈ લઈ જવા મહારાજને બાદશાહે કહેવડાવ્યું. બાદશાહની આ ઈચ્છા જાણી શિવાજી મહારાજે ઊંડે વિચાર કરી જવાબ આપે કે બાદશાહ સલામત હિંદ બહાર જે દેશ ઉપર ચડાઈ કરવા મેકલે ત્યાં જવા એ ખુશી છે પણ પિતાનું લકર સાથે લઈને જ એ એવી ચડાઈ કરી શકશે. બાદશાહે મિરઝારાજાને શિવાજી મહારાજનાં સંબંધમાં અનેક ખુલાસા કરવા પત્રો લખ્યા. તેના જવાબમાં મિરઝારાજાએ જણાવ્યું કે “શિવાજીને મેં સહીસલામતીનું વચન આપેલું છે. દક્ષિણની મારી કામગીરી પૂરી નથી થઈ અને હું હાલમાં દક્ષિણ છેડીને એ સંબંધમાં વીગતવાર ખુલાસે કરવા હજાર સમક્ષ આવી શકે તેમ નથી. શિવાજીના અપરાધ થયા હોય તે તે બધા બાદશાહ સલામત જતા કરશે તે મારા ઉપર ઉપકાર થશે, તેમ કર્યાથી શહેનશાહતનું જે કામ અત્રે આરંવ્યું છે તેને ભારે મદદ થઈ પડશે. શિવાજીને બંધનમુક્ત કરવામાં આવે તો તે મદદરૂપ નિવાશે એની મને ખાતરી છે” (Deliverance of Shivaji Notes Page 8). મિરઝારાજાના આ જવાબથી બાદશાહને ગૂંચવાડે વધે. ૫. જાફરખાન અને શિવાજી મહારાજ, જહાંગીર બાદશાહની મુલ્કમશહુર બેગમ ખૂબસુરત નુરજહાનના કાકાના છોકરા સાદીકખાનને જાકરખાન નામનો છોકરો હતો અને તે બાદશાહના મામા અમીર-ઉલ-ઉમરાવ શાહિસ્તખાનની બેનની સાથે પરણ્યો હતો. આ જાફરખાનને ઔરંગઝેબ બાદશાહે ઈ. સ. ૧૬૬૨ની સાલમાં પિતાને મુખ્ય પ્રધાન બનાવ્યો હતો. ઔરંગઝેબને રાજકાજમાં એ ઘણો મદદગાર નિવડ્યો હતો. કેટલી બાબતમાં એ પણ બાદશાહને સલાહ આપત. ઔરંગઝેબ હમેશાં પિતાનું ધાર્યું કરતે છતાં મુખ્ય પ્રધાન તરીકે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy