SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ છે. શિવાજી ચત્રિ ૪ શિવાજી મહારાજ ગિરફતાર. દરબાર ભરખાસ્ત થયા પછી શિવાજી મહારાજને દરબારમાંથી ઉતારે લઈ જવામાં આવ્યા. આદશાહે દરબારમાં બનેલા બનાવના સબંધમાં ઊંડા વિચાર કર્યાં. શિવાજી બહુ કીન્નાખેાર, ડંશીલે દગલબાજ અને ઝેરી નાગ છે. એને એક વખત છહેચ્યા પછી છૂટા રાખવા એ તા જોખમભરેલું છે, છંછેડાએલા એ સાપને તા હવે પૂરા કરે જ છૂટકો છે. એ વેર વસૂલ કર્યા સિવાય રહે એવા નથી. એને આવા સંજોગામાં છૂટા રાખવા એ તે આફતને આમંત્રણ આપવા જેવું છે. અસલ પાખડી હાવાથી ઉપરથી સ્નેહ બતાવી તક આવે તલવાર ખેંચે એવા છે. એને હવે છૂટા રાખવા એટલે દુશ્મનને કાવત્રુ રચવાનાં સાધના આપવા જેવું છે. એને છૂટા રાખવા એ તા ભારેમાં ભારે ોખમ છે.” આ પ્રમાણે શહેનશાહ ઔરંગઝેબને લાગ્યું અને એણે શિવાજી મહારાજને ગિરફ્તાર કરવાનું નક્કી કરી, આગ્રાના કાટવાલ પેાલાદખાનને હુકમ આપ્યાઃ—“શિવાજીના ઉતારા ઉપર ભરી બંદુ સખત પહેરા મૂકો. કાઈ પણ માણસને શહેનશાહની પરવાનગી સિવાય શિવાજી મહારાજના ઉતારામાં દાખલ થવા દેવા કે બહાર નીકળવા દેવા નહિ. ” આટલા સખત હુકમેથી બાદશાહને સંતાય ન થયા, એટલે શિવાજી મહારાજ સબંધીની વીગતવાર માહિતી રાજ બાદશાહને જણાવવાનું ફરમાન કાટવાલને મળ્યુ. શિવાજી મહારાજની ગિરફ્તારીના સંબંધમાં બહુ સખત હુકમા ખાદશાહે છેડ્યા હતા અને તેને અમલ પણ સખતાઈથી થાય તેની તજવીજ કરવામાં આવી હતી. બાદશાહની કરડી નજર અને સખતાઈ જોઈ પેાલાદખાતે શિવાજી મહારાજ રહેતા હતા તે મકાનની આસપાસ ૫૦૦૦ સિપાહીઓના સખત ચેાકી પહેરા ગાઠવી દીધા. શિવાજી મહારાજે આ બધા રંગઢંગ જોયા. બાદશાહે પેાતાને પૂરેપુરા બંદીવાન બનાવી દીધો છે એ જાણ્યું. શિવાજી મહારાજ બહુ હિંમતવાન હતા. દિલ્હી દરબારમાં પહોંચ્યા પછી બાદશાહ પોતાના સ્વભાવ અમાણે વખતે વિશ્વાસઘાત પણ કરે એવા મહારાજના મનમાં પહેલેથી જ વહેમ હતા. મહારાજની શ'કા સાચી ઠેરી અને સૌંકટ સામે બાથ ભીડવાના પ્રસંગ આવી પહોંચ્યા. પોતે ધૈર્યના મેરૂ હતા એટલે ડગ્યા નહિ, પણ ભારે ચિંતામાં પડ્યા. “ આખરે બાદશાહં પેાતાની જાત ઉપર ગયા. એના સ્વભાવ પ્રમાણે એણે જેમ આજસુધી કર્યું, તેવું જ કર્યું કરવા એ આખરે તૈયાર થયા. દક્ષિણથી ઉત્તર તરફ આવવાના સંબંધમાં વિચાર કરતી વખતે જે બનાવની ખીક રાખવામાં આવી હતી, તે જ પ્રસંગ આવીને ઉભો રહ્યો. ધણાએ ધાર્યું હતું તે જ થયું, જેણે સાંને ન છેામાં, પેાતાના પિતાને પણ પીડવામાં પાછી પાની ન કરી, તે દુશ્મન કબજામાં આવે તે તેને વિશ્વાસઘાત કર્યા સિવાય કદીપણ રહેશે નહિ એવી ધણા સરદારાની ખાતરી હતી તે ખરી ઠરી, શિલા નીચે સપડાયા છીએ એટલે કળે કળે બહાર નીકળવાનું છે. ગરમ મિજાજની જ્યાં જરુર હતી ત્યાં તેવું પ્રદર્શન કર્યું. હવે શાંત મગજ અને ઠંડા સ્વભાવના દેખાવ કરવાની જરુર છે. યુક્તિથી અને હીકમતથી કામ લીધે સકટ દૂર થઈ શકે એમ છે. પ્રભુ એ શક્તિ, એ યુક્તિ મને ખન્ને એટલી જ પ્રાર્થના છે. આજસુધી અનેક સકટામાંથી જેણે મને બચાવ્યા, અનેક દુખદ પ્રસંગે જેણે મને દિલાસો આપ્યા તે સર્વશક્તિમાન પ્રભુ આ વખતે પણુ મારી વહારે ધાશે અને હિન્દુત્વરક્ષણના કાર્યને માટે મને વધારે બળવાન અને સ્વતંત્ર બનાવશે એવી મને ખાતરી છે. પ્રભુની મદદમાં મને અખૂટ શ્રદ્દા છે. મને ઈશ્વરની સહાયમાં અડગ વિશ્વાસ છે. પ્રભુ આ સંકટ વખતે જો તું જ મારા માદ'ક બનીશ તે જ હું તરીને સહીસલામત પાર ઉતરી શકીશ. ” [ પ્રકરણ ૧૩ મુ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દરબારમાં બનેલા બનાવથી શિવાજી મહારાજને એમને માને લઇ જવામાં આવ્યા ત્યાર પછી કાઈ પણ દિવસ બાદશાહ અને શિવાજી મહારાજ એક ખીજાને મળ્યા નથી. તે જમાનાની આ એ પ્રતિહાસપ્રસિદ્ધ મહાન વ્યક્તિઓના મેળાપ એક જ વખત થયા અને તે આગ્રાના દરબારમાં જ, www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy