SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું ભજવતાં મને નથી આવડતું. ઔરંગઝેબે આને જવાબ પણ તેજ વાળે, એટલે શિવાજી બાદશાહ તરફ પૂઠ ફેરવી ચાલ્યા ગયા. બાદશાહ શિવાજીના આ કૃત્યથી અતિશય ક્રોધે ભરાયો. બાદશાહ શિવાજીના સંબંધમાં ગુસ્સામાં અને ગુસ્સામાં કંઈ હુકમ કરવા જતા હતા એટલે શિવાજી જતાં જતાં બોલ્યા. “ ગમે તેવા સંજોગો હશે તે પણ મારું સ્વમાન કેઈપણ હણી શકશે નહિ. મરણજ એને દબાવી શકશે.” બાદશાહને ક્રોધ વધે અને શિવાજી ગાંડાની માફક બકે છે માટે એને મારી નજર આગળથી લઈ જાઓ એમ કહી તેને પલાદખાન અમલદારને હવાલે કર્યો. આ સંબંધમાં મી. મરે અને મી. ડગલાસ પણ જુદી જુદી રીતે મી. ડાઉને ટેકો આપે છે. મ. મન્ટગે મોરી માટન આ સંબંધમાં જણાવે છે કે પહોંચેલ મરાઠાને મુગલ પણ માથાને મળ્યો હતો. ઔરંગઝેબ પણ એના જેવોજ પહોંચેલે હતે. શિવાજી આગે આવ્યો એટલે ઔરંગઝેબને લાગ્યું કે દુશ્મન હવે કબજામાં આવી ગયો છે. ઔરંગઝેબની જગાએ અકબર હેત તો આવા જબરા પુરુષને માનપાન ઉપકાર, આગતા સ્વાગતા અને બાદશાહી પરણું ચાકરીથી જરુર નરમ પાડત. મુત્સદીપણાથી બાજી ગોઠવી સામાવાળાનું હિત, પિતાના હિત સાથે ગોઠવી દેત, પણ આ અકબર ન હતા. આત ઔરંગઝેબ હતો. એણે તે આપેલાં બધાં વચનો તોડ્યાં અને શિવાજીને દરબારમાં એનાથી ઉતરતા દરજ્જાના સરદારની વચ્ચે બેઠક આપી એનું અપમાન કર્યું. આવા અપમાનથી શિવાજી એટલે બધો ફોધે ભરાયો કે ગુસ્સાના માર્યા એ બેશદ્ધ થઈ ધરણી ઉપર ઢળી પડો. શદ્ધિમાં આવતાં જ એણે “રાજા જયસિંહે આપેલા વચને તૂટ્યાં છે” એમ મેટેથી કહી રામસિંહને ઠપકે આપવા માંડયો. અપમાન પામેલી દશામાં જીવવું એ દુનિયામાં ભારેમાં ભારે દુખદ સ્થિતિ છે એવી અનેક વાતે મેટે અવાજે બેલવા માંડ્યો. આ અકસ્માત બનવાથી ઔરંગઝેબે શિવાજીને દરબારમાંથી લઈ જવા કહ્યું અને ફરી કઈ દિવસ એણે એને દરબારમાં આ જ નહિ.” આ ઉપરાંત મી. બિવરિજ, સર જદુનાથ સરકાર, મી. ટેલ્લી પાલ. મી. સીડની ઓવન, મી. જેમ્સ ડગ્લાસ, મી. માર્શમેન, મી. એલિફન્સ્ટન, મી. મીલ, મી. ગ્રાન્ટ ડફ, મી. જે. સ્કેટ, મી. ઓર્મ, ફાધર જેસર ડી'એલિયન્સ, વગેરેએ આ બનાવ ઉપર પિત પિતાના અભિપ્રાય આપ્યા છે અને આ બનાવના સંબંધમાં ફેરફાર પણ દર્શાવ્યા છે. સભાસદ બખર, ચિટણીસ બખર, આલમગીરનામાં અને શિવદિગ્વિજયમાં પણ આ બનાવને પિતાપિતાની શૈલી અને માન્યતા મુજબ દરેકે વર્ણવ્યા છે. ઇતિહાસકાર કાફીખાને આ બનાવ સંબંધી લખતાં એની પદ્ધતિ અને શૈલી મુજબ શિવાજીને ગાળે ભાંડી આ બનાવ વર્ણવ્યો છે. આ બધાં વર્ણન વાંચી, એના ઉપર વિચાર કરી અને બની શકે તેટલાં સાધન મેળવી અમને જે વાજબી લાગ્યું અને પુરાવા તથા માન્યતા મુજબ જે સાચું લાગ્યું તેજ અમે લખ્યું છે. દરેક ઈતિહાસકારના અભિપ્રાય ટાંકી શકાયા હતા તે અમને આનંદ થાત, પરંતુ સ્થળ સંકેચને લીધે માત્ર વાનગી રૂપેજ થોડા અભિપ્રાય વાંચકો આગળ અમે રજૂ કરીએ છીએ. આ મહત્ત્વના બનાવ સંબંધી દરેકે પોતપોતાની વલણ મુજબ અગર તે કાળમાં ઉપલબ્ધ હશે તે પૂરાવાઓના આધારે લખ્યું છે તે બધાઓએ એ જણાવ્યું જ છે કે –“રાજા જયસિંહ, સહીસલામતી અને માન મરતબો સંપૂર્ણપણે સચવાશે એવાં વચન આપી શિવાજીને મહાપ્રયને સમજાવી દિલ્હી દરબારમાં મોકલ્યા હતા, છતાં જ્યાં તેમનું અપમાન થયું. ભરદરબારમાં થએલા માનભંગથી શિવાજીને દરબારમાં બોલાચાલી થઈ અને અનિચ્છનિય બનાવ બન્યો. શિવાજી મહારાજને દરબારમાંથી ખસેડી તેમના ઉતારામાંજ ગિરફતાર કરવામાં આવ્યા. આ બનાવ સંબંધી ઈતિહાસ, લેખ, જૂના પત્રવ્યવહાર, વગેરે વાંચતાં નીચેની બાબતે તે ચક્કસ પુરવાર થાય છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy