SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું આપને વિશ્વાસે મૂકીને હું જાઉં છું. મારા કુટુંબના કોઈપણ માણસનું દિલ મારી ગેરહાજરીમાં દુભાવતા નહિ. બહુ અગત્યની બાબતમાં માતા જીજાબાઈની સલાહ લેજે. કિલ્લા, કોટ, બુરજ, ગઢ, તાપખાનું, દારૂગોળો વગેરે સર્વ બરાબર સાચવજો. મારી ગેરહાજરીને લાભ લેવા માટે દુશ્મન દગે કરી પ્રયત્નો કરશે. આપણું વફાદાર કિલેદારોને અનેક લાલચથી લલચાવી લેવાના પ્રયત્નો કરશે. અનેક અફવાઓ ઉડાવી અનેક કાવત્રાં રચી, માહમાંહે ઝગડા ઉભા કરાવવાના પ્રયત્નો કરશે. આ બધી જ બાબતોમાં સાવધ રહેવા સર્વને બરાબર સૂચનાઓ આપી દેજે. કિલ્લાઓ, બુરજે, કેટ, લશ્કર અને કારકુને માટે, જે જે નિયમ બાંધી આપ્યા છે, તેનું કડક પાલન મારી ગેરહાજરીમાં થવું જ જોઈએ. મારી હાજરીમાં કાઈ નેકર અથવા અમલદારની નિયમપાલનમાં સહેજ ઢીલ થઈ હોય, તો તે ક્ષમા કરાય, પણ ગેરહાજરીમાં થયેલી એવી ભૂલ અગર શિસ્તપાલનમાં શિથિલતા માલુમ પડે છે તે ભારેમાં ભારે સજાને પાત્ર થશે. શિસ્ત અને નિયમન સિવાય પ્રજાનાં જીવન ઘડાતાં નથી. શિસ્ત અને નિયમનની બાબતમાં અમલદારોએ બહુ કડક અને સખત રહેવાની જરૂર છે. નજરબાજ ખાતું જાગ્રત રહેશે અને દુશ્મનના કાવાદાવા અને કાવત્રાંથી રાજ્યના અમલદારોને વાકેફ રાખશે. કોઈ નબળે અમલદાર અથવા નોકર પ્રજામાંના કોઈને અન્યાય કરે અથવા અત્યાચારી નિવડે તે તેની પણ પી તપાસ કરી સાચી બીના તે ખાતાના અધિકારીને નજરબાજખાતાએ મેકલી દેવી. દુમનના દાવ પારખી કાઢવા માટે અને તેની ખબર આપણું અમલદારોને આપવામાં નજરબાજખાતાએ જરાપણ શિથિલતા રાખવી નહી. “અમારી ખબર વારંવાર મેળવતા રહેજે. અમારા ઉપર ગમે તેવો વિકટ પ્રસંગ ત્યાં આવી પડશે તે પણ અમે હિંમત હારીશું નહિ અને મહારાષ્ટ્રની ઉજવળ કીતિને કઈ પણ રીતે કોઈ પણ જાતની ઝાંખપ લાગે એવું વર્તન કરીશું નહિ. જે મુગલ બાદશાહ અમારી સાથે વિશ્વાસઘાત કરશે તે અને તેથી ડગવાના નથી. અમે એમની બાજીને પહોંચી વળીશું. દુશ્મનના કબજામાં ગયા પછી માણસે સ્વરક્ષણ માટે જેટલી સાવચેતી અને સાવધાની રાખવી જોઈએ તેટલી અમો રાખીશું. અમારી રાપણ ચિંતા કરશે નહિ. યમના દરબારમાં પણ કાણુઓ અજમાવીને અમે અમારી જગ્યા કરી શકીશું. અમારા ઉપર ભારે આપત્તિ આવી પડે અને તેની વાતે તમારે કાને આવે, ત્યારે જરાપણું હિંમત હારતા નહિ. આ આપત્તિમાં ઈશ્વરને હાથ છે એમ માની આવાં સંકટોમાંથી તરી પાર ઉતરવાના પ્રયત્ન કરજે, આપણે સ્થાપેલું સ્વરાજ્ય સાચવજો, તેનું રક્ષણ કરજો અને તેમાં વધારે. કરજો. તમારા ધર્મપ્રેમ, દેશાભિમાન, વફાદારી અને પ્રમાણિકપણું ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે, તેથી જ મારું સર્વસ્વ-મારી પ્રજા, મારા પંચપ્રાણ છે આજે તમારે હવાલે કરું છું. મારી પ્રજાને તમારા રક્ષણમાં મૂકી, તેની સહિસલામતીની જવાબદારી તમારે શિરે નાંખી હું દક્ષિણ છોડી ઉત્તરમાં જાઉં છું. શ્રી જગદંબા અમારું રક્ષણ કરશે. ન કરે નારાયણ અને યવન બાદશાહ દગલબાજીથી અમારા નાશ કરે તે જગતને આંખનું પાણી ન બતાવતાં તમારી મૂછનું પાણી બતાવજે. અમારા નાથથી મહારાષ્ટ્રની પ્રજા શેક સાગરમાં ન ડૂબે પણ એમનામાં વેરવસૂલ કરવાની વાળા ભડકવી જોઈએ. અમને ભૂલી જજે પણ જેને માટે અમેએ પ્રાણ આપ્યા તે તે નજર સામે ખડાજ રાખજો. અમારું ગમે તે થાય, અમને ગિરફતાર કરવામાં આવે, અગર અમારો શિરચ્છેદ કરવામાં આવે, અમારા ઉપર પાતીપણુ ગુજારે, અગર અમારા રાઈ રાઈ જેવડા કડકા કરે, અમને જૂદીને મારે કે ઉભા સળગાવી રે અમારી જીવતાં ચામડી ઉતરાવે કે આંખો ફોડી જતા કરે, મનુષ્યની કલ્પનામાં પણ ન આવે એવી જાતની કરતા અમારા ઉપર ચલાવવામાં આવે તે પણ તમે ઢીલા થતા નહિ. આ બધી આમતે અને ત્રાસ અમેએ હિંદુત્વરક્ષણની યોજના પાર ઉતારવા માટે માથે લીધાં છે એમ ગણું હિંદુત્વરક્ષણ માટે સત્તા સ્થાપવાની યોજના ફળીભૂત કરવાના પ્રયત્નોને વધારે વેગ આપજે. ધર્મનું રક્ષણ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy