SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું] છ શિવાજી ચરિત્ર ૩૮૩ હિંઓની ઈજ્જત લૂંટવામાં આવી હતી, જેણે ભરતખંડમાંથી હિંદુ ધર્મ, હિંદુ જાતિ, હિંદુ સંસ્કૃતિ, ટૂંકમાં હિંદુત્વનું નામ નિશાન, હિંદુત્વની જડ ઉખેડી નાંખવા અને નાબૂદ કરવાના પ્રયત્ન આદર્યા હતા, જેણે રાજગાદી માટે પિતાના ભાઈઓને દગો દીધું હતું, ભત્રીજાઓને વિશ્વાસઘાત કર્યો હતો, બાદશાહી મેળવવા માટે જેણે પોતાના પિતાને પરહેજ કર્યા હતા, ગિરફતાર પિતાને બંદીખાનામાં ઝેર દેવાના જેણે અનેક પ્રયત્ન કર્યા હતા, જેણે ગાદી માટે પિતાનાં નજીકનાં સગાંઓને ક્રૂરતાથી મારી નંખાવ્યાં હતાં, એવા ઔરંગઝેબ બાદશાહના પત્રમાં કે વચનમાં શિવાજી મહારાજ વિશ્વાસ રાખે એવા ભેટ ન હતા. મહારાજને મિરઝારાજા ઉપર વિશ્વાસ હતો, પણ એમના એકલાના વિશ્વાસ ઉપર એ મુગલાઈન પાટનગર દિલ્હી જઈ જમના જડબામાં ભરાઈ જાય એમ નહતું. આ મહત્વના મુદ્દા ઉપર પિતાના મત્સદીઓ અને સરદારને અભિપ્રાય જાણવા માટે મહારાજે બધાને રાજગઢ બેલાવી દરબાર ભરવાને નિશ્ચય કર્યો. ઔરંગઝેબ બહુ ધૂત પુરુષ હતે. મિરઝારાજાના પત્રથી એણે ખરી સ્થિતિ જાણી લીધી. જયસિંહની મુશ્કેલીઓથી પણ એ પૂરેપુરે વાકેફ થઈ ગયા. એને પિતાને પણ વિચાર કરતાં લાગ્યું કે આવા સંજોગોમાં શિવાજી મહારાજને દક્ષિણમાં રહેવા દેવો એ મુગલાઈ માટે જોખમભરેલું છે. દક્ષિણનો મામલો દિનપ્રતિદિન મુગલેને માટે વધારે ને વધારે વિકટ થતો જતો હતો અને શિવાજી રાજા જે મુત્સદ્દી ગમે તે વખતે એને લાભ લઈ લે તે મિરઝારાજાએ ભારે પ્રયત્ન સર કરેલી બાળ વખતે હાથમાંથી છટકી જાય અને “કડી લેતાં પાટણ પરવાર્યું” એના જેવો ખેલ થઈ જાય. બધો વિચાર કરી શિવાજી મહારાજને તેમની લાગણી દુભાવ્યા સિવાય નવી ઉભી થયેલી મીઠાશ જાળવી રાખીને યુક્તિ પ્રયુક્તિથી તાકીદે દક્ષિણમાંથી માનભેર ઉત્તરમાં લાવવા ઔરંગઝેબે આમંત્રણ મોકલ્યું. જેમ શિવાજી મહારાજ ઔરંગઝેબને બરાબર ઓળખતા હતા. તેમ એરંગઝેબ પણ મહારાજને પુરેપુર પિછાનો હતો. આમંત્રણવાળા પત્રમાં સ્નેહ અને મીઠાશ દર્શાવવાની કુનેહ તે બાદશાહે બરાબર બતાવી હતી, છતાં શિવાજી મહારાજ જેવા પહોંચેલના દિલની ખાતરી કરાવવા માટે આ પત્ર પૂરત ન હતા, એ ૫ણુ ઔરંગઝેબ સમજી ગયો હતો. મહારાજ બાદશાહના આગ્રહથી અને મિરઝારાજાના દબાણથી માની જાય અને દિલ્હી આવવા તૈયાર થાય એવા સીધા અને સાદા નથી, એ મુગલ બાદશાહ જાણતા હતા. દિલ્હીપતિનાં વચના ઉપર વિશ્વાસ ન બેસે ત્યાં સુધી શિવાજી રાજા કદાપી દિલ્હી આવશે નહિ એની ઔરંગઝેબને જાણ હોવાથી આ ધૂર્ત પુરુષે અનેક યુક્તિઓ રચવા માંડી. શિવાજી મહારાઅને બાદશાહનાં વચનમાં વિશ્વાસ બેસે અને દિલ્હી આવવા લલચાય તે માટે બાદશાહે દરબારના રજપૂત સરદારો અને રજપૂત રાજાઓ આગળ શિવાજી મહારાજના સંબંધમાં વાત કરવા માંડી. ઔરંગઝેબ બાદશાહ બહુ ચાલાક અને ચકાર હોવાથી જાણતો હતો કે તેના દરબારના રજપૂત રાજાઓમાં અને હિંદુ સરદારમાં ઘણાં માણસ શિવાજી મહારાજને ચાહનારા અને વખાણનારા હતા. ઘણુઓને મહારાજ પ્રત્યે માન હતું અને કેટલાકને તે એમના ઉપર પ્રેમ પણ હતા. બાદશાહની ધાકને લીધે શિવાજી મહારાજ સાથે ઇચ્છા હોવા છતાં કોઈ ખુલે સંબંધ નહેતું રાખી શકતું અને મનમાં પૂરેપુરું માન હોવા છતાં કઈ ખુલ્લી રીતે એમનાં વખાણ નહોતું કરી શકતું. ટૂંકમાં મુગલ દરબારના ઘણું રજપૂત રાજાઓ તેમજ સરદારને મહારાજ માટે માન હતું, પ્રેમ હતો, અભિમાન હતું, લાગણી હતી, પૂજ્યબુદ્ધિ હતી એ બધું ઔરંગઝેબ જાતે હતા, એટલે એણે મહારાજના વખાણનારાઓને લાભ ઉઠાવવાનો વિચાર કર્યો. આ સંબંધમાં Theyenot's account of Suratમાં નીચેની મતલબની બીના બહાર પડી છે –“ શિવાજીને દક્ષિણમાંથી તાકીદે ખસેડી, ઉત્તરમાં પિતાના કબજામાં આણવા માટે ઔરંગઝેબે યુક્તિઓ રચી. શિવાજીએ સુરત લૂંટયું એ એના કૃત્યનાં ઔરંગઝેબે વખાણ કરવા માં અને એ જણાવવા લાગ્યો કે એણે તે એક બહાદુર નરને શોભે એવું કામ કર્યું છે. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy