SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું છે. શિવાજી ચરિત્ર કર્યાં. આ વિગ્રહ ચાલુ હતા તે દરમિયાન શિવાજી મહારાજના લશ્કરી અમલદાર સરદાર નેતાજી પાલેકરને મહારાજ સાથે કઈ કારણુસર અણુબનાવ થયા, તેથી તે મહારાજને છેડી અલી આદિલશાહને મળ્યો. બિજાપુરે સરદાર નેતાજી પાલકરને સ્વીકાર્યાં અને નેતાજીએ મુગલ મુલક ઉપર ચડાઈ કરવાની શરૂઆત કરી. રાજા જયસિંહને તેની ખબર પડી એટલે એને પેાતાના પક્ષમાં લઈ લેવાની ગેાઢવણું કરી. મિરઝારાજાએ નેતાજીને કીમતી ભેટા અને બક્ષિસ આપી મુગલાઈમાં પાંચહજારી મનસબાર બનાવ્યા. પ્રકરણ ૧૩ મું ૧. સુગલ દરબામાં મહારાજ ગિરફતાર અને છૂટકારો. ૨. આચામાં આગમન. ૩. સુગલ દરબારમાં મહારાજ. ૪. શિવાજી મહારાજ ગિરફ્તાર, પૂ. જાફરખાન અને શિવાજી મહારાજ, ૬. રામસિંહ ઉપર વાત. ૧. મુગલ દરબારમાં મહારાજ ગિરફતાર અને છૂટકારો. પા છલા પ્રકરણમાં જણાવી ગયા પ્રમાણે મિરઝારાજા જયસિંહે ઔરંગઝેબ બાદશાહને દક્ષિણની અડચણાથી વાકેફ કર્યાં અને શિવાજી મહારાજને ગમે તે પ્રયત્ને મેળવી લેવાની જરૂર છે એમ જણાવ્યું. મિરઝારાજા પોતે માનતા હતા કે મરાઠા માટે મોગલ બાદશાહનો હ્રદયપલટા થયાની શિવાજી મહારાજને ખાતરી થશે તે મુગલ શહેનશાહતને શિવાજી મહારાજ જેવા ખળવાન સરદાર મળી જશે, તેથી ગમે તે પ્રયત્ને મુગલ અને મરાઠાઓ વચ્ચે મીઠાશ ઉભી કરવાના પ્રયત્ને મિરઝારાજાએ કરવા માંડ્યા. દક્ષિણના ગંભીર થઈ પડેલા મામલાને વિચાર કરતાં મિરઝારાજાને લાગ્યું કે શિવાષ્ઠ દક્ષિણમાં હાય તેા મુગલાઈ તે નુકસાન થવાના સંભવ છે. આ બધી ખાનાઓ ધ્યાનમાં લઈ રાજા જયસિંહે બાજી ગાઠવી અને હાલના સંજોગામાં શિવાજી રાજાને દિલ્હી ખેાલાવી લેવા માટે બાર્દશાહને સૂચના કરી. આ સૂચના કરીને મિરઝારાજા એ બાબતેા સાધવા ઈચ્છતા હતા. એક તે શિવાજીરાજાને દક્ષિણમાંથી દૂર કરવા અને બીજી દાનત એ હતી કે શિવાજી રાજાને મુગલ દરબારમાં મેાકલી એમનુ માન જાળવી બાદશાહના હૃદયપલટાની એમને ખાતરી કરી આપી, મુગલ અને મરાઠા વચ્ચે મીઠાશનાં મૂળ નાંખવાં. દક્ષિણમાં ગૂંચાઈ પડેલું કાકડું ઉકેલવા માટે મિરઝારાજાએ આ આબાદ રસ્તા ખાળી કાઢયો હતા. આ રસ્તા ખાળી કાઢવામાં મિરઝારાજાના હેતુ તદ્દન શુદ્ધ હતા. સૂચવેલા માર્યાંના અમલ બાદશાહ કરે તેા તેથી મરાઠાઓને નુકસાન થયા વગર મુગલાને લાભ થાય એમ હતું. દક્ષિણમાં રાજકીય સંન્નેગી બહુ ઝડપથી બદલાયા જતા હતા, એટલે બાદશાહના ઉત્તરની રાહ એ ચાતક પક્ષીની માર્ક જૅઈ રથા હતા. ખાદશાહ તરફથી જયસિંહ રાજાની સૂચના સ્વીકાર્યને જવાબ આવી ગયા. હી મિરઝારાજાએ હજી પણ ગેરસમજૂત બાકી રહી હાય તા તે દૂર કરવા માટે શિવાજીને સમજાવવાના પ્રયત્ના કરવા માંડ્યા. “ ઘણી ખાંખતા એવી છે કે જો શિવાજી રાજા પોતે રૂબરૂમાં જઈ બાદશાહને જણાવે તા તેના નિકાલ તરત જ થઈ શકે. તા એક ફેરા દિલ્હી જઈ, બાદશાહને મળી આવવા મહારજને મિરઝારાજાએ આગ્રહ કરવા માંડ્યો. ઔરંગઝેબના દગલબાજ સ્વભાવથી અને તેનાં ક્રૂર કૃત્યથી મિરઝારાજા વાક્ હતા. શિવાજી રાઘ્ન'પણ ઔરંગઝેબને પૂરેપુરા પારખતા હતા એ પણ એ જાણતા હતા, એટલે એસ બાદશાહ ઉપર વિશ્વાસ રાખવા કે નહિ એ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. મિા * 77 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy