SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ સું] છે. શિવાજી ચરિત્ર એ બાદશાહી ફરમાન મારે નામે આવવું જોઈએ અને જે આમ થાય તે હું બાદશાહને તેર હતું ૪૦ લાખ હેન આપવા કબૂલ છું.” શિવાજીનું ઉપર પ્રમાણેનું કહેવું છે. આ સંબંધમાં મારું તો કહેવું એ છે કે આ કરારથી આપણને ત્રણ પ્રકારનો ફાયદો થશે. એક ફાયદે તો એ થશે કે આપણને ૪૦ લાખ હોન એટલે ૨ કરોડ રૂપિયા મળશે. બીજો ફાયદો એ કે બિજાપુર અને શિવાજીની વચ્ચે વેર વધશે અને ત્રીજો ફાયદો તે એ દેખાય છે કે બિજાપુરના ડુંગરી અને જંગલી મુલકને કબજે શિવાજી લેવા કબૂલ છે, એટલે બિજાપુરવાળાની સાથે લડીને એ મુલક લેવાની જવાબદારી એની રહેશે” (. તા. સં. ૧. નં. ૧૦૬૬). મિરઝારાજા જયસિંહ એ ધૂર્ત અને જબરે મુત્સદ્દી હતા. શિવાજી શરણે આવશે એ એણે આસો બાં હતા અને એવો અડસટ્ટો બાંધીને એ જે શરણે આવે તો એને અપનાવવા માટે અને મીઠાશ ઉભી કરવા માટે બાદશાહી ફરમાન અને પોશાક વગેરે મેકલવા બાદશાહને પહેલેથી જ લખ્યું હતું, કારણ કે જે શિવાજી શરણે આવે તો બાદશાહની કૃપાનું ચિહ્ન એને તરત મળી જાય અને બંને વચ્ચે મીઠાશ બંધાય એ એને હેત હા જોઈએ. શિવાજી મહારા આવતાં પહેલાં જ તેમને આપવા માટે ફરમાન અને પોષાક માટે મિરઝારાજાએ બાદશાહને દિલ્હી લખ્યું હતું, એ ઉપરથી શિવાજી મહારાજને સાધી લેવા માટે મુગલ સત્તા કેટલી આતુર હતી એ દેખાઈ આવે છે અને આ દાખલા ઉપરથી શિવાજી મહારાજાએ પોતાની સત્તા કેવી સજડ જમાવી હતી, તે અને તેમની સત્તા દિલ્હીપતિને કેટલી ખેંચી રહી હતી તેની કલ્પના થઈ શકે છે. મિરઝારાજાની સૂચના મુજબ બાદશાહી ફરમાન અને ખિલત દિલ્હીથી રવાના કરવામાં આવ્યા અને કુદરતી રીતે બનાવ એવો બન્યો કે જયસિંહ રાજાની સૂચના મુજબ બાદશાહે મેકલેલું ફરમાન અને ખિલત શિવાજી મહારાજની સાથે સલાહ થઈ તેને બીજે જ દિવસે આવી પહોંચ્યા. તે વખતની મુગલાઈ પદ્ધતિ મુજબ બાદશાહી ફરમાન લેવા માટે શિવાજી મહારાજ ૬ માઈલ દૂર ફરમાનને માન આપવા માટે પગે ચાલીને સામે ગયા. શિવાજી મહારાજને બાદશાહી ફરમાન અને ખિલત આપવામાં આવ્યાં, તેનો તેમણે સ્વીકાર કર્યો. બાદશાહ તરફના આ ફરમાન અને પોષાકનો સ્વીકાર કર્યા પછી મિઝારાજાની સલાહ અને સૂચના મુજબ શિવાજી મહારાજે નીચે મુજબ પત્ર બાદશાહ ઔરંગઝેબને લખ્યો –“આપનો ગુનેગાર અને અપરાધી છું. આપને શરણે આવીને ધન, દેલત અને જીવ રક્ષણ કરવવાની મારી ઈચ્છા છે. આજથી આપની નોકરી ઈમાનદારીથી બજાવવા હું હંમેશા તત્પર રહીશ, એટલું જ નહિ પણ આપનો હુકમ માનવામાં ભારે ભૂષણ સમજીશ. બંડખેરપણથી મારા સર્વસ્વનું નુક્સાન હવે કરી લઈશ નહિ. મિરઝારાજા જયસિંહે સર્વ હકીકત આપને વીગતવાર જણાવી જ છે. મારા બધા જ અપરાધ ક્ષમા કરીને મને જીવતદાન આપશો એટલી જ આ દાસની આપને ચરણે વિનંતી છે. બાદશાહી સિક્કો અને પંજા સાથેનું ફરમાન આવ્યાની ખબર મને મિરઝારાજાએ કરી હતી. બાદશાહી કૃપા અને પોષાક હું ભૂષણસમ માનું છું. આ દાસના અપરાધ ક્ષમા કરવા જેવા ન હતા, છતાં બાદશાહે કેવળ ઉદાર અંતઃકરણ બતાવી મને ક્ષમા બક્ષી છે, એ એમના દિલનું દિલાવર૫ણું છે. ફરમાનમાં જણાવ્યા મુજબ હું આપને હુકમે પાળવા હરહંમેશ તૈયાર રહીશ. હમણાં તો મિરઝારાજાની રજા લઈને હું ઘેર જાઉં છું અને લડાઈની તૈયારી કરી લશ્કર સાથે બિજાપુર ઉપરની ચડાઈમાં મદદે જઈશ. આ ચડાઈમાં ખરું પરાક્રમ બતાવી પહેલને કાળા ડાધ ધોઈ નાખવાની મનમાં ઇચ્છા છે અને એમ થાય કે આપના અનંત ઉપકારને અલ્પ બદલે વાલ્યાને મને સંતોષ થશે” (રૂ. લા. . ૧, નં. ૧૦૬૭). તહનામું વગેરેની ચર્ચા ચાલતી હતી તે વખતે જ બિજાપુર ઉપર ચડાઈ કરવાની વાત મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy