SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ હું – છે. શિવાજી ચરિત્ર વાવવાની હિંમત કરી હતી, અને તેમાં આ ખુદાના બંદાનું સંપૂર્ણ ધ્યાન અને બધી દિલેરી શકાયલાં હતાં. તેમના પ્રભાવને અટકાવવા સારુ અને સામ્રાજ્યના ભાગમાંથી એ કચરાને જડમૂળથી ઊખેડી સાફ કરવા સારુ અમારા કામમાં મોડું થયું તેથી અમારે તેને મુલતવી રાખવું પડયું અને ત્યાર પછી અમારા કાચ જેવા નિર્મળ મન અને અંતઃકરણમાં એવા વિચાર આવ્યા કે જેમને અમારે વિષે ભક્તિ છે એવા દૂર દષ્ટિવાળા રાજ્યભક્તોની સલાહથી એવા વિશ્વાસુ માણસે શોધી કાઢવા કે જેમને અમારી નીતિમાં વિશ્વાસ હેાય અને તેને માટે જે પેાતાનો જાન કુરબાન કરવા તૈયાર હાય અને જેમની મદદથી અમે। કૃતઘ્નીઓના નાશ કરી શકીએ. આ ઇરાદાથી પ્રેરાઇને અમે લશ્કર સાથે સાગરના કિલ્લા તરફ પ્રયાણ કર્યું અને અમારા ઝુડા ફરકાવ્યો. સાગરના થાણેદાર રાણા સિદ્ધોને અમારી શાહી સવારી આવ્યાની ખબર પડી એટલે તે અમારે। સત્કાર કરવા આવ્યા, વફાદારીથી અમારી સાથે જોડાઈ ગયા અને કમર બાંધીને આતુરતાપૂર્વક અમારી સેવામાં રહ્યા. અમારા અટલ ઇરાદાથી વા થને જીવને જોખમે અને ઘણી મહેનત લઇને પણ તેમણે અમારી સેવા બજાવી. તેમને જે કાંઇ કહેવામાં આવ્યું તેની સંતાષકારક રીતે તેમણે વ્યવસ્થા કરી. જ્યારે જ્યારે દુશ્મનો ચિતા હુમલા લાવી અમને ઈજા પહેાંચાડવાના પ્રયત્ન કરતા ત્યારે ત્યારે તેની ખખરા વાદાર આત્માને મળતી અને તેનો સામનો કરવા તૈયાર રહેતા અને આ રીતે જ તેમણે ધનું યુદ્ધમાં પેાતાનું બલિદાન આપ્યું. ચેાડા વખત પછી ખુદાની મહેરબાનીથી અમારું ધ્યેય સફળ Å અને આ જ વખતે સદ્ભાગ્યથી હું મારા પૂર્વજોના તખ્ત ઉપર આરૂઢ થયા. સિદ્દોજીના પુત્ર ભૈરવજી જે પોતાના પિતાની સાથે કાંધે કાંધ અડાડી ઊભા રહીને અમારા દુશ્મનો સાથે લડયા અને જેમણે ધણી હિંમત અને શક્તિ બતાવી તેમના તર, તે શાહી મહેરબાનીના પાત્ર હાઈ, અમારું શાહી ધ્યાન ખેંચાયું અને જેમનો સત્કાર થવા જોઈએ તેમના આ ગુણાના સ્વીકારને અર્થે અને તેમના જીવના બલિદાનને ધ્યાનમાં લઈને સુધાળ અને તેની પાસેના રાયખાગનાં ૮૪ ગામા શાહી મહેરબાનીની રૂએ તેમને અક્ષિશ આપવામાં આવે છે. તેમણે આ જાગીરનો કબજો લેવા અને પેઢી દર પેઢી તેનો ઉપયોગ કરવા અને સામ્રાજ્યના હિતમાં સેવા કરવાને પ્રયત્નશીલ રહેવું.' આ પરાક્રમી રાણા ભૈરવજીનું ખીજું નામ ભાસાજી હતું અને મલ્હાર રામરાવ ચીટણીસ પેાતાની અખરમાં જણાવે છે કે આ ભેાસાજીના વંશજો ભાંસાવંત અથવા ભોંસલે કહેવાયા. આ ભૈરવજી અથવા ભાસાજી મુધાળના પહેલા રાણા બન્યા. ભૈરવસિંહ ઈ. સ. ૧૪૦૭ માં સ્વામીની સેવામાં મરણ પામ્યા. રાણા ભાસાજીને ત્રણ પુત્રા હતા. પહેલા કરસિહજી ઈ. સ. ૧૪૦૫ માં રણમાં પડયા અને ખીજો દેવરાજજી બાપના મરણુ પચી મુધાળપતિ બન્યા અને ત્રીજો સૌથી નાનો પ્રતાપસિંહ હતા. આ બન્ને ભાઈ એએ કાંકણનો કેટલાક ભાગ જીતવામાં ભારે શોર્ય બતાવ્યું હતું. એમના શૌને માટે એમને વાઈ પરગણાનો કેટલાક ભાગ જાગીરમાં આપવામાં આવ્યા હતા. આ રીતે રાણા સુજનસિંહજીના વંશજોએ દક્ષિણમાં સ્વપરાક્રમ વડે મુધાળ, રાયબાગ, વાઈ અને દેવગિરમાં જાગીર મેળવી હતી. સુધાળપતિ રાણા ઉગ્રસેનને બે દીકરા હતા. રાણા કરસિંહજી અને રાણા શુભકૃષ્ણજી, આ બન્ને ભાઈ એનાં દિલ કાઈ કારાને લીધે ઊંચા થયાં. આથી રાણા શુભકૃષ્ણજી પોતાના કાકા પ્રતાપસિહજીની સાથે એમના વડવાઓએ સપાદન કરેલી દેવિગિરની જાગીરમાં ઈ. સ. ૧૪૬૦ માં જઈ રહ્યા. પાટવી પુત્ર કરણસિંહજી મુધાળપતિ થયા. આ કરણસિંહજીના વંશજો પણ બહુ પરાક્રમી પાકવ્યા. ખેલનાના કિલ્લો બહુ વિકટ હતેા તે ચડી જવાના પ્રસંગ આવ્યા. ક્રાઇની હિંમત ચાલી નહિ ત્યારે સુધાળપતિએે ભીડું ઝડપ્યું. પાટલાધેને કેડે રેશમના દાર ખાધી. એને ક્ષિા ઉપર ચઢાવી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy