SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું ] છે. શિવાજી ચરિત્ર ૩૫૧ " આપવું અથવા એને શિક્ષા કરવી એ સત્તા સેનાપતિના હાથમાં નથી. આ પદ્ધતિ હાવાથી સેનાપતિની સ્થિતિ આ સજોગામાં બહુ કોાડી થઈ ગઈ છે. ઉપર જણાવેલી બધી અડચણા ધ્યાનમાં લઈ ઉપર જણાવેલા બધા અધિકાર અને કાઇને જાગીર આપવી હાય તો તે આપવાના પણ અધિકાર શહેનશાહે મને આપવા જોઇએ. નાની નાની ખાખતામાં હંમેશ મજૂરી માટે મારે શાહજાદા પાસે જવું પડે છે તે હવે બંધ થવું જોઈએ. મારા માગ્યા મુજબના અધિકાર મને મળી જશે તે બધાંની ચેટલી મારા હાથમાં આવી જશે અને તેમ થશે એટલે મારી મરજી મુજબ કામ થતાં રચેલી બાજી પેશ જશે. આ પત્રમાં મેં કરેલી વિનંતિ માન્ય ન હોય તે। આ પત્રને તદ્દન ગુપ્ત રાખવા કૃપા કરશેાજી. તેમ નિહ અને તા નાહક મારી અપકીર્તિ થશે. ” ઔરગઝેબે મિરઝારાજાના ઉપરના પત્ર ઉપર ઊંડા વિચાર કર્યાં. ખાદશાહ બહુ વહેમી હતા. મિરઝારાજાનું મહત્ત્વ, તેની માગણી અને તેની અડચા શહેનશાહ ઔરંઝેબના ધ્યાનમાં બરાબર આવી. માગેલા અધિકાર જયસિંહને નહિ આપવામાં આવે તે દક્ષિણની ચડાઈનું કામ ઢીલું પડી જવાને પણ ઔરંગઝેબને ભય હતા. જયંસ’હની માગણીએ વાજબી હતી અને તેથી સલ્તનતને લાભ થવાના હતા એટલે શહેનશાહ ઔરંગઝેબે તે મંજૂર કરી. દક્ષિણમાં અહમદનગર, પરીન્હા વગેરે ઠેકાણે મુગલ લશ્કરની ટૂકડીઓ હતી જે રાજા જયસંહના કબજામાં નહતી તે બધી ખાદશાહે જયિસંહને હવાલે કરી. લશ્કરને પગાર વગેરે વહેંચવાની સત્તા પણ જયસિંહને સ્વતંત્ર આપવામાં આવી. દક્ષિણના આ એક સરદારને દાબી દેવા માટે જસિğ જેવા અળિયા અને અનુભવી મુગલ સેનાપતિને પૂરેપુરી સત્તા માગવાની જરુર પડી અને દિલ્હીપતિને પૂર્ણ વિચાર પછી એ સત્તા જયસિંહને આપવી પડી, એ ઉપરથી શિવાજી મહારાજની સત્તા કેટલી જામી હતી અને એ સત્તા ઉખેડી નાખવાનું કામ રાજા જયસિંહને પણ કેટલું અધરુ લાગ્યું હતું, તે આ ઉપરથી જગુાઈ આવે છે. શિવાજીને કાઈ પણ પ્રકારની મદદ નહિ આપવાના તથા એની સાથે દોસ્તીના સબંધ નહિ રાખવાના સખત હુકમે રાજા જયસિંહે પરદેશી (યુરેાપિયન ) વેપારીઓને મોકલાવ્યા હતા. આ હુકમા મળ્યા એટલે ગાવાના પોર્ટુગીઝ વાઈસરૉયે પોતાની સત્તા નીચેના ઠેકઠેકાણેના કાઠીવાળાઓને ખબર આપી દીધી કેઃ—‘ શિવાજીનાં માણસાને પાટુગીઝ મુલકામાં આવવા દેવાં નહિ અને તેમને કાઈ પણ પ્રકારની સગવડ આપવી નહિ.” પોર્ટુગીઝ સત્તાવાળાઓને શહેનશાહી ફરમાનના દબાણને લીધે શિવાજી મહારાજની સામે પોતાની કાઠીઓના માણસા ઉપર હુકમા કાઢવા પડવા, પણુ પોર્ટુગીઝો મનમાં તે શિવાજી મહારાજને જય ઈચ્છતા હતા. શિવાજી મહારાજના વિજયમાં જ એમને લાભ છે એવી એમની પ્રામાણિક માન્યતા હતી. શિવાજી મહારાજને બની શકે તેટલી મદદ કરવાનું એમના મનમાં હતું, પણ મુગલા હિંદમાં પ્રબળ સત્તાવાળા હતા એટલે એમની છતરાજી વહેારી લેવા પોર્ટુ`ગી તૈયાર ન હતા. પોર્ટુગીઝનું વલણ અંદરખાનેથી શિવાજી મહારાજની તરફેણમાં હતું. એ પાર્ટુગીઝ વાયસરૉયે તારીખ ૮ મી એપ્રિલ, ૧૬૬૫ ને રાજ વસાઈના કપ્તાનને નીચે પ્રમાણે પત્ર લખ્યા હતો તે ઉપરથી જણાય છે: “ મુગલ પ્રકરણ હાલમાં બહુ ગૂંચવાડાભરેલું માલમ પડે છે. જો કે આજે તો ક્રાઈ પણ જાતનું સંકટ નજરે પડતું નથી, પણ એને વિચાર આપણે દીદિષ્ટ દોડાવીને બહુ ઝીણવટથી કરવાના છે. મુગલા સાથેના આપણા સંબંધ તૂટવા ન જોઈએ અને અમારા મનમાં કઈ પણ શંકા છે એવું પણ એમણે ન જાણવું જોઈ એ. અમે શિવાજીને મદદ કરીએ છીએ એ વહેમ મુગલ અધિકારીના દિલમાં પેસી ગયા છે, તે દૂર થવા જોઈએ. કાઈ પણ પ્રકારને વહેમ ઉભા ન થાય એવી રીતે તમે પૈસા લઈ ને શિવાજીને દારૂગાળા અને અનાજ પૂરું પાડે। તો ઠીક, કારણકે મુગલા શિવાજીના મુલક જીતે એ ઈષ્ટ નથી. શિવાજી સાથેના આપણા સંબંધ ગુપ્ત રાખવામાં આવવા જોઈ એ. શિવાજીને ખબર પણ આપી દેજો કે એમને અમારા આશ્રયની જરુર પડે તો ચૌલ મુકામે નહિ જતાં ગાવા તરફ જવું કારણકે ગોવા જવું વધારે સહીસલામત છે” (પ. સા.સ. ૢ નં. ૦૬૬). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy