SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ × 1 છે. શિવાજી ચરિત્ર ૩૪૭ મહારાજને અતિ ખેદ થયા. કાઇપણ પ્રકારના સામના વગર શત્રુને ઠેઠ સુધી આવવા દીધા તેથી મહારાજને સરનાખત નેતાજી પાલકર ઉપર ગુસ્સા ચઢવ્યો. નેતાજી પાલકર એટલે મૂછના વાળ, નેતાજી પાલકર તો શિવાજીના મુખનું પાન, નેતાજી પાલકર તો મહારાજના જમણેા હાથ. આવા સંબધ હાવા છતાં મહારાજને લાગ્યું કે દુશ્મન મરાઠા પ્રાંત ઉપર ધસી આવ્યેા ત્યાં સુધી નેતાજીએ દુશ્મનદળના કોઇપણ રીતે સામનેા ન કર્યાં એ દેશના હિત તરફ્ નજર કરતાં તદ્દન ગેરવાજખી કર્યું છે, એવી મહારાજને ખાતરી થઈ, તેથી નેતાજીના એ કૃત્ય ઉપર બહુ ઊંડા વિચાર કર્યાં. દુશ્મનદળની અડચણા વધારવાનું કામ નેતાજીનું હતું. છતાં નેતાજી પેાતાનું લશ્કર લઈ દૂરના પ્રાંતમાં નીકળી ગયા, તે ઉપરથી મહારાજે નેતાજીના સરનેાબતને હાદો લઈ લીધેા. શિસ્તપાલનમાં મહારાજ કેટલા કડક હતા અને રાજકારભારમાં કેટલા ન્યાયી હતા તે આ દાખલા ઉપરથી પણ દેખાઇ આવે છે. નેતાજી પાલકરની જગ્યાએ મહારાજે સરદાર કરતોજી ગુજ્જરને નાખત બનાવ્યા. સરદાર કરતોજી આ નવા હાદ્દાને લાયક હતો અને લાયક નીવડ્યો. ૫. રાજા જયસિંહની મનેાદા. હવે આપણે રાજા જયસિંહ તરફ જરા નજર કરીએ. શિવાજી મહારાજ જેમ ભારે વિચારમાં અને ચિંતામાં પડ્યા હતા તેવી જ રીતે અકે તેથી વધારે ચિંતામાં રાજા જયસિંહ હતા. કુમળા છોડ તાફાની પવનથી જમીન ઉપર પડી જાય તેા તે વટાળિયા ગયા પછી પાછો ટટાર થઈ જાય છે; પણુ જામેલું ઝાડ વટાળિયાના સપાટામાં આવી પડે તેા એ ભાગી જાય છે, એને બહુ જ ભારે નુકસાન થાય છે. એવા ઝાડને ક્રૂરી પાછું પૂર્વ સ્થિતિમાં ટટાર કરવું બહુ મુશ્કેલ તેા શું પણ તદ્દન અશક્ય હેાય છે. શિવાજીની સત્તા બાલ્યાવસ્થામાંના કુમળા છેાડના જેવી હતી, મુગલાઈની સત્તા જામેલા વટવૃક્ષના જેવી હતી, એટલે જયસિંહને વધારે ચિંતા હૈાય એ સ્વાભાવિક છે. રાજા જયસિંહ દિલ્હીથી નીકળ્યો ત્યારથી જ એના મનમાં શિવાજી મહારાજના સંબંધમાં ધડભાંગ ચાલી રહી હતી. “ આ શિવાજીએ ભલભલાના પાણી ઉતાર્યાં છે. યુક્તિ અને શક્તિ એ બન્ને સાધતા તે એનાં તેજ છે, એનું લશ્કર લડાઈમાં જેવું હિંમતવાન અને બહાદુર છે, તેવું જ તેનું મંત્રીમંડળ અને મુત્સદ્દી રાજકાજની બાબતમાં અને દુશ્મન સાથે રાજદ્વારી ખાજી ખેલવામાં બહુ કુશળ અને કામેલ છે. શિવાજીને એના સરદાર અને અમલદારા ઉપર જેટલા વિશ્વાસ છે તેટલા જ પ્રેમ પ્રજાના શિવાજી ઉપર છે. શિવાજીએ મહારાષ્ટ્રમાં જોતજોતામાં અજબ કીર્તિ મેળવી છે. દુશ્મનની હિંદુ પ્રજાનેા પણ એના ઉપર છૂપા પ્રેમ છે. હિંદુ એને હિંદુત્વના તારણહાર માને છે. મહારાષ્ટ્રના ડુંગરા, ખાણા, ટેકરા, છૂપા રસ્તા, જંગલા, વગેરેના શિવાજી તથા એના સરદાર, સિપાહીએ પૂરેપુરા ભામિયા છે. શિવાજીના લશ્કરના બાંધી દડીના તદું પહાડી મુલકામાં અરખી ઘેાડાઓની સરખામણીમાં વધારે સેવા આપે છે. આવી રીતના અનુકૂળ સંજોગા બહુ કાબેલ અને મુત્સદ્દી સરદારને મળ્યા છે, એટલે એ યુક્તિવર્ડ ઝીણવટ અને કુનેહ વાપરીને દુશ્મનના જખરા લશ્કરને પણ થકવી શકે છે. શિવાજીની સત્તા તાડવા માટે અતિ જબરુ` લશ્કર લઈને અક્ઝલખાન જેવા પ્રસિદ્ધ અને અળિયા વીરે વિજયની પૂરેપુરી આશાથી ચઢાઈ કરી, એનેા એણે ધાણુ કાઢી નાખ્યા. શાહિસ્તખાન જેવા કસાયેલા અને અનુભવી સરદાર એક લાખ માણસનું શહેનશાહી લશ્કર લઈને આ સરદારને નમાવવા આવ્યા. તેણે પણ પેાતાનાં આંગળાં અને ઈજ્જત ખાયાં. જશવંતસિંહનું પાણી પણ ગયું અને એને નમાવવાની જવાબદારી હવે મારે માથે આવી પડી છે. આવા શિવાજીને તામે કરવા એ તા કસોટીએ ઉતરેલા માણસની પણ પરીક્ષા જ છે. આ વખતે તે ઈશ્વર લાજ રાખે તે। જ રહે એમ છે. સેંકડા સંગ્રામ જિંદગીમાં હું ખેલ્યેા પણ આવી વિકટ સ્થિતિ તા હું આજે જ અનુભવું છું. ” આવી રીતના વિચારા સિંહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy