SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રચ્છુ ૧૦ મું] છે. શિવાજી સ્ત્રિ 383 આપણે જે સ્થિતિમાં છીએ તે સ્થિતિ આપણે લાવી શક્યા. આ લડતમાં આપણા હેતુ શુદ્ધ છે. આપણી દાનત ચેાખ્ખી છે અને પ્રજાનાં દુખા દૂર કરવા માટે આપણે જામેલી જખરી સત્તા સામે જંગ માંડ્યો છે, એટલે જ પ્રભુ આપણને સહાય કરી રહ્યો છે. તારાના કિલ્લામાંથી જે પ્રભુએ ધન આપ્યું, આજ સુધી જે પ્રભુએ અનેક સંકટામાંથી આપણને ઉગાર્યા તે પ્રભુને। આ લડતમાં હાથ છે, એ અનેક પ્રસંગે સાબિત થઈ ચૂકયું છે. હિંદુ ધર્મની આબરૂના, મહારાષ્ટ્રની ઈજ્જતના અને દેશના હિંદુએના હિંદુત્વના તમે રક્ષક છે. હિંદની હિંદુ દેવીએનાં શિયળ શિરસદે સાચવવાની જવાબદારી તમારે શિરે નાંખીને પ્રભુએ તમને ભારે માન આપ્યું છે. સત્તાના લાભથી કે રાજ્યની લાલચથી, વૈભવ વિલાસના હેતુથી કે કેાઈ ને કચડવાની દાનતથી આપણે આ જંગમાં નથી ઝંપલાવ્યું. આ લડત લડવામાં આપણે આપણા ધર્મ બજાવીએ છીએ અને પ્રભુએ માથે નાખેલી ક્રૂરજ અદા કરીએ છીએ. પ્રભુએ જે કામ માટે આપણને પેદા કર્યા છે તે કામ આપણે બજાવી રહ્યા છીએ અને તે કામમાં સંકટા અને આપત્તિએ આવી નડે તે તે દૂર કરવા પ્રભુ સમ છે. આપણે તે પ્રભુમાં અડગ શ્રદ્ધા અને જાત ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી આગળ વધવાનું છે, સકટને ભેટવાનું છે. આજ સુધીના પ્રસંગમાં આપણા બળની કસોટી હતી. આપણે કસોટીમાં ખરાબર પાર ઊતર્યાં. તમે તમારા ક્ષાત્રતેજથી ભલભલાને બાંયભેગા કર્યાં છે. તમે દુશ્મનના મોટા ચમરબંદીનું પણુ પાણી ઉતાર્યું છે. ભરતખંડના જુદા જુદા ભાગના હિંદુએને છલ કરી, હિંદુધર્મનું અપમાન કરનાર છઠ્ઠી ગયેલ અને સત્તાના મદથી મદોન્મત્ત બનેલા મદગળાને તમે તમારા તેજ અંકુશથી મહાત કર્યાં છે. તમે અનેક લડાઈએ, ધેરા અને છાપામાં તમારું ક્ષાત્રતેજ બતાવ્યું છે. ચાલાકીથી તમને ચિત કરવા માટે અક્રૂઝલખાન આવ્યા તેના ફેંસલા પણ આપણે કર્યાં. મુગલ શહેનશાહની સત્તા તમારા ઉપર ઢાકી બેસાડવા માટે અને તમને દબાવી દેવા માટે ભારે શક્તિવાળા શાહિસ્તખાન આવ્યા હતા તેને પણ આપણે આપણી સમશેરના સ્વાદ ચખાડ્યો. અનેક વખતે આપણે મુસલમાન સરદારાને ચિત કર્યાં છે, પણુ આ પ્રસંગ તેથી બહુ જ જુદો છે. જયસિંહ બહુ ધૃત, પહેાંચેલા, ચાલાક અને અનુભવી ચેદ્દો છે. એને સમજાવવા એ બહુ કઠણુ કામ છે. આવે પ્રસંગે આપણે શું કરવું તે ઉપર વિચાર કરી નક્કી કરવા માટે મેં તમને ખેાલાવ્યા છે. દુશ્મનનું ખળ, આપણી શક્તિ, આપણી ત્રુટીઓ, શત્રુની ખાડ વગેરે ધ્યાનમાં લઈ, મહારાષ્ટ્રનું વાતાવરણુ, પ્રજાના ટેકા વગેરે ઉપર નજર દોડાવી, આવેલા પ્રસંગને પહેાંચી વળવા માટે આપણે શું કરવું જોઈએ તે બધાએ જણાવવાનું છે. જેના મનમાં જે જે વિચાર આવે તે નિખાલસપણે દરેકે રજૂ કરવા. વિચારા રજૂ કરવામાં કોઈ એ મનમાં જરાપણુ સંક્રાચાવું નહિ. દિલને જે સાચું લાગે તે કઠણ પ્રસંગે પેાતાના માલીકને જણાવવું એ સાચે સાચી નિમકહલાલી છે. પોતાના અભિપ્રાય મુજબ હાથમાં લીધેલું મહાભારત કામ શું કરવાથી ફળીભૂત થશે, તે દરેકને જણાવવાની છૂટ છે. ” મહારાજના શબ્દો સાંભળી હાજર રહેલા સરદારાએ પોતપેાતાના અભિપ્રાયે જણાવવાની શરૂઆત કરી. પ્રતાપરાવ ગુજ્જર ખેાલ્યા?—“ મહારાજ આપણે માટે તેા બધીએ મુસલમાન સત્તા સરખા જ વિરોધ કરનારી છે. મુગલા હાય કે બિજાપુરવાળા હાય, અઝલખાન હાય કે શાહિસ્તખાન હાય, ઔરંગઝેબ હાય કે અલી આદિલશાહ હાય. એમના માંઢામાંહેના ઝગડા જામ્યા હોય તે। પ્રશ્ન જુદા હાય છે, પણ એ બધાની આંખમાં ખટકી રહેલી આ હિંદુ સત્તાને સતાવવાને અને તેડવાને સવાલ આવે છે, ત્યારે કાઈ એ સુંવાળી સૂંઠનું નથી નીવડતું. અફઝલખાન કઈ જેવી તેવી તૈયારીથી નહાતા આવ્યા. એણે મહારાજની સત્તા દબાવવા માટે જમીન આસમાન એક કરી નાખ્યાં હતાં. એણે આછા ધમપછાડા નહાતા કર્યાં. એણે દુશ્મનને તેાડવા બધા પ્રયત્ન કર્યા હતા. એને પણ પ્રભુની કૃપાથી મરાઠાએ પહોંચી શક્યા તે આ પ્રસંગે જરા પણ ઢીલા થવાની હું જરુર જોતા નથી. જયિસંહ એ કઈ આકાશમાંથી ઊતરી આવેલા દેવ નથી. ગમે તેવા જબરા યાદ્દો હાય તા પણ જો તેના હેતુ શુદ્ધ અને પવિત્ર ન હોય તો શુદ્ધ દાનત, પવિત્ર હેતુ અને નિઃસ્વાર્થ બુદ્ધિથી લડનાર સાધારણુ ચેનો યુદ્ધ પ્રસંગે જે જીસ્સા, જે હિંમત અને જે બળ પામે છે, તે એ નથી પામતા. જયસિંહ ઔર ગોખની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy