SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૦ હું તરીકે જવાનું નક્કી થયું હતું, એટલે એ પણ બાદશાહને મળવા ગયે. બાદશાહે એની હિંમતનાં અને શૌર્યનાં વખાણ કર્યા અને એની બાદશાહ તરફની વફાદારીની પ્રશંસા કરી કહ્યું કે:-“તમારા જેવા શૂરા સરદારોની હિંમત અને શૌર્ય એ જ મુગલ સલ્તનતની મજબૂતી છે. તમારા ઉપર મને ભારે વિશ્વાસ હેવાથી જ મેં તમારી નિમણૂક મિરઝારાજા જયસિંહની સાથે કરી છે. જયસિંહ એ હિંદુ છે અને શિવાજી પણ ચુસ્ત હિંદુ છે એ વાત તમારે ભૂલવાની નથી. શિવાજીએ હિંદુઓમાં હિંદુત્વને જુઓ જાગૃત કરવા માંડ્યો છે. એ કાફર બહુ કાબેલ છે. બેલવામાં બહુ બાંકે છે. ગમે તેવા હિંદુને એ હિંદુધર્મને નામે, હિંદુત્વને નામે પિતાને કરી લે છે. શિવાજી એવી કોઈ પણ જાતની બાજી ન રમી જાય તે માટે તમારે સાવધ રહેવાનું છે. તમારી ઝીણવટ દીર્ધદષ્ટિ અને મત્સદી૫ણાની મને ખાતરી છે તેથી મેં ખાસ હેતુપૂર્વક તમારી નિમણૂક દક્ષિણની ચડાઈમાં કરી છે. આ બે હિંદુઓ ભેગા મળીને કોઈ પણ જાતને પ્રપંચ ન રમી જાય અને બન્ને એક બીજાને મળીને મુગલાઈની વિરુદ્ધ કંઈ પણ પગલાં ન ભરે તે માટે તમારે ખાસ કાળજી રાખવાની છે. તમે જયસિંહની હિલચાલ ઉપર ગુપ્ત નજરે રાખજે. એ આત્મભાનની બાબતમાં તીખે છે એટલે એની લાગણી ન દુભાય તેની ખબરદારી રાખવા ભૂલશો નહિ. શિવાજી બહુ લુચ્ચે, અને કાવતરાખોર છે. એનાથી બહુ ચેતીને ચાલવાનું છે. અફઝલખાન જેવા મુત્સદ્દીને પણ એણે દગાથી પૂરે કર્યો એ વાત તમે નજર સામે રાખજે શિવાજી સાથે સીધા થવામાં તે માલ જ નથી. એ પાકે વિશ્વાસઘાતી છે. એના વચન ઉપર, એના શબ્દો ઉપર જરાયે વિશ્વાસ ન રાખતા. શિવાજી કઈ વખતે કેવી તક સાધીને તેને કેવી રીતે ક્યાં કતલ કરી નાંખશે તેની કાઈને ખબર પણ નહિ પવા દે, માટે તમારાથી બને તેટલી સાવધાની રાખવા ભૂલશો નહિ. એના પંજામાં નહિ ફસાવા માટે ખબરદારી રાખજે. આ સેતાને લુચ્ચાઈથી ભલભલા મુત્સદ્દીઓને મહાત કર્યા છે. માટે એનાથી સાવધ રહેવાની દરેકને સૂચના આપજો.” આમ સૂચનાઓ આપી બાદશાહે સરદાર દિલેરખાનને રજા આપી. આ વખતે દક્ષિણમાં મુગલ સૂબા તરીકે શાહજાદા મુઆઝીમ અને તેના મદદનીશ તરીકે રાજા જશવંતસિંહ હતા. એ બંનેને બાદશાહે પાછા દિલ્હી બેલાવી લીધા. શિવાજી મહારાજનાં માણસે દક્ષિણના મુગલ મુલકમાં લૂંટ ચલાવી રહ્યા છે એવી ખબર ઔરંગઝેબ પાસે વારંવાર આવતી ત્યારે શાહજાદા મુઆઝીમ શિવાજી સાથે અંદરખાનેથી મળી જઈને મુગલ મુલકમાં લુંટ કરાવતા હશે એ વહેમ આવત. ઔરંગઝેબ બાદશાહને એક નહિ તો બીજા કારણસર કઈ કઈ જાતને વહેમ તે ખરો જ. ઔરંગઝેબના સહવાસમાં આવેલાં માણસોમાં જવલ્લે જ એ માણસ હશે કે જે એના વહેમમાંથી બચી ગયો હોય. હાથ નીચેના સરદાર, લાવલશ્કર, તપ, વગેરે લડાઈને સધળો સામાન ભેગો કરી બાદશાહની રજા લઈ રાજા જયસિંહ દિલ્હીથી નીકળી દક્ષિણ તરફ ચાલ્યા. મિરઝારાજાની સવારી ભારે દમામથી નીકળી હતી. મુગલ શહેનશાહતને શોભે એવા ઠાઠમાઠ અને દબદબાથી મુગલ લશ્કર મિરઝરાજાની સરદારી નીચે દક્ષિણમાં દિવિજય કરવા મજલ દડમજલ કુચ કરતું ચાલ્યું. ઈ. સ. ૧૬૬૫ ના જાન્યુઆરીની ૯મી તારીખે મિરઝારાજાએ લશ્કર સાથે હાંડિયા આગળ નર્મદા નદી ઓળંગી. શહેનશાહી લશ્કરને સામનો કરવા માટે તૈયારી કરવાની તક શિવાજીને ન આપવી એ હેતુથી મિરઝારાજાએ પૂરવેગે કુચ કરવા માંડી. રસ્તામાં ઠેકઠેકાણે થોભવાનું એણે માંડી વાળ્યું અને લશ્કરના આરામ માટે જરૂરી જણાય ત્યારે જ જયસિહ મુકામ કરતે. આ ઝડપથી જયસિહ તારીખ ૧૯ મા જાન્યુઆરીને રોજ બરાનપુર આવી પહોંચે. બરાનપુરમાં લગભગ અગિયાર દિવસને મકામ જયસિંહ કર્યો. આ મુકામે યસિંહે પોતે લશ્કરની કવાયત લીધી. યુદ્ધની સામગ્રી, લડાઈને સામાન, દારૂગોળે, વગેરે જયસિંહે જાતે તપાસ્યાં અને જે જે ચીજોની વધારે જરૂર જણાઈતે ચીજો મેળવી લીધી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy