SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ કર છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૯ ઉપરનું લખાણ વાંચ્યા પછી શિવાજી મહારાજની સુરતની સખ્તાઈ વિષે વિચાર કરતી વખતે સત્તરમી સદી અને વીસમી સદી તરફ નજર દોડાવવા અમો વાંચકોને વિનંતિ કરીએ છીએ. વીસમી સદીના સુધરેલા જમાનામાં સુલેહ થયા પછી જીતાયેલી પ્રજા ઉપર જુલમ અને અત્યાચાર સુધરેલા લોકોએ કેટલા અને કેવા પ્રકારના કર્યા છે તે વાંચ્યા પછી સત્તરમી સદીમાં સુરતની લુંટ વખતે શિવાજી મહારાજે જે અત્યાચાર કર્યાનું કહેવાય છે અને તે વાતને પણું જોઈએ તેવા મજબૂત પુરાવા નથી તે પણ ભૂલા લંગડ પુરાવાના જોર ઉપર મહારાજ ઉપર તહેમતનામું ઘડી કાઢનાર ઈતિહાસકારોનાં એ લખાણને કેટલું વજન આપવું એ વાંચકે વિચારી લેશે. . દલીલની ખાતર આપણે ઘડીવાર માની લઈએ કે શિવાજી મહારાજે સુરતની લૂંટ વખતે દુશ્મનની પ્રજામાંથી ચાર જણનાં માથાં અને ચોવીસ જણને હાથ કાપવાની સખતાઈ કરી હતી, તે પણ તેમના ઉપર આ જમાનાના ઇતિહાસકારોએ કરેલા હુમલા કેટલા વાજબી છે તે વાંચકેએ આ આખું પ્રકરણ વાંચીને તેના ઉપર ઊંડો વિચાર કરી નક્કી કરવાનું છે. એ સંબંધમાં શ્રી. ચિંતામણરાવ વિ. વૈદ્ય (લે, મુંબાઈ યુનીવર્સીટી, કુલનાયક, તિલક વિદ્યાપીઠ, પ્રમુખ, ભારત ઇતિહાસ સંશોધક મંડળ, પૂના.) પિતાના “શિવાજી” ના પુસ્તકમાં ૧૬૧ મે પાને લખે છે – સુરતની લૂંટ વખતે નાણાં અને ઝવેરાત મેળવવા કરેલી સખ્તાઈથી આપણે શિવાજી માટે બેટો અભિપ્રાય બાંધવે જોઈએ નહિ. એવી સખ્તાઈ એ લડાઈની સાથે જોડાયેલી અનિવાર્ય વસ્તુ છે. પ્રશ્ન એ છે કે એ સખ્તાઈ નકામી કે વધુ પડતી હતી ? જે આપણે શિવાજીનાં કૃત્ય ઈતિહાસના બીજા પ્રસંગે સાથે સરખાવીશું તે માલમ પડશે કે શિવાજીએ કાઈ પણ વખતે વગર કારણે સખ્તાઈ કરી નથી. પહેલાંની નહિ પણ ૧૯મા સૈકાની લુંટ અને કતલનો હિંદી તેમ જ પા&િમાત્ય ઇતિહાસ ભયંકર છે. આપણી નજર સામે ૧૮૫૮ માં જનરલ હેમલેકે ઝાંસી લેતાં કરેલી તદ્દન બીનજરૂરી અને ત્રાસજનક લૂંટ અને કતલ મેજૂદ છે. અહમદનગરના સુલતાને ટાલીકટના યુદ્ધ પછી એક લાખ નિર્દોષ હિંદુઓની કતલ કરી હતી તે દાખલે નજર સમક્ષ છે. યુરોપના ઇતિહાસમાંથી વિજેતાઓએ વિજય મેળવ્યા પછી કરેલી કરતાનાં અસંખ્ય ઉદાહરણે મળી આવે છે. ૧૫૨૭ માં ચાર્સ ૫ માના હાથ નીચે જર્મન અને સ્પેનીઆર્યોએ મીલાન અને રામને લૂંટી ઈટાલિયને ઉપર ભયંકર ત્રાસ ગુજાર્યો હતે. “મીલાનમાં સ્પેનીઆએ એટલે બધે જુલમ કર્યો કે “ઘણુ કેદીઓ એ જુલમ નીચે મરી ગયા અને ઘણાએ આપઘાત કર્યો. ” જર્મનોએ કરેલી રોમની લૂંટને ઇતિહાસ તે આથી પણ ભયંકર છે. રોમ બહુ ધનવાન શહેર હતું તેથી ત્યાંથી મળેલી લૂંટનો અંદાજ આવે અશકય છે. જે મકાને માટે પુષ્કળ પૈસા આપવામાં આવ્યા તે સિવાયનાં બીજાં મોટાં મકાન-ધાર્મિક સ્થળો–ને પણ નાશ કરવામાં આવ્યો હતો. સીએનાના મેટા પાદરીને જમીનમાં કેદ પકડો હતું. આ પાદરીએ સ્પેનીયાડેને પૈસા આપ્યા હતા છતાં તેના મહેલને નાશ કરવામાં આવ્યા અને તેને ઉઘાડે માથે મારતા મારતા બેજીયામાં ફેરવવામાં આવ્યા હતા. મીનર્વા અને પિજેટના પાદરીઓની પણ એ સ્થિતિ થઈ હતી ” ( હીસ્ટીરીઅન્સ હીસ્ટરી ઑફ ધી વર્લ્ડ, વૈ. ૯ “ઈટાલિ” પા. ૪૫૩). “ આ બનાવ અંગે આગળ વાંચતાં તેની ભયંકરતાને પૂરો ખ્યાલ આવે છે. “ સૈનિકની પાશવી વાસનાઓ તૃપ્ત કરવા માટે તેમના હાથમાં સપડાયેલી રોમન સ્ત્રીઓ અને સાધ્વીઓની ચીસો અને રૂદન ચારેબાજુ સંભળાતાં હતાં. છુટકારા માટે ભારે રકમ આપવા તથા સંતાડેલા ખજાનાની માહિતી આપવા માટે લેકે ઉપર કલ્પનાતીત જુલમો થતા હતા. તેમની દુખભરી મેથી વાતાવરણ કાપી રહ્યું હતું. ' જ્યારે જોઈએ છીએ કે શિવાજીની લૂંટમાં કે ગામ ભાંગવામાં આવા ખરાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy