SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ કુરકુ છે. શિવાજી ચરિત્ર વરસથી મુગલ સખેદાર વાપરતા હતા. આવા સંજોગામાં શિવાજીએ સુરતનું નાક ખુલ્લુ કર્યુ. શિવાજીની આ અજ્બ યુક્તિ આજકાલની યુદ્ધકળામાં પણ પ્રશંસા પામે પ્રકાર એટલે ખુલ્લા છે કે તેના ઉપર વધારે ચર્ચા કરવાની જરૂર જ નથી. ’ [પ્રકરણ ૯ સુ દાબીને પૂનાનું માં એવી છે. આ સુરતની લૂંટના સબંધમાં કલકત્તા યુનિવર્સિટીના ઈતિહાસના લેકચરર ડૉ. સુરેન્દ્રનાથ સેન “ પરદેશીઓનાં જીવન ચરિત્રા ” નામના પુસ્તકમાં લખે છે કે— “જે મહત્ત્વની ઘટનાએ પ્રતિ પરદેશી મુસાકરનું ધ્યાન ખેંચાયુ હતુ. તેમાંની થાડીક તપાસીએ. સુરત તે વખતે હિંદુ પશ્ચિમનું મુખદ્દાર અને દરિયાપારના પરદેશી પ્રવાસી તથા યાત્રીનુ સયાગસ્થાન હતું. અર્નિયર, વર્નિયર, થીવેના, કરી, ફ્રેયર, લુઈ સ્કુલીયર, ગેરી વિગટન, ડિલાહય ડૅલન અને ગેાતિઅર શુટન વગેરે બધા સુરત આવી ગયા હતા અને જોન ફ્રેયરની ભાષામાં કહીએ તેા એ સમૃદ્ધ ખદર શિવાજીની તિજોરી રૂપ હાઈ, મરાઠાએ!એ સુરતની જે લૂંટ કરી હતી તે સબંધી એ બધામાંથી પ્રત્યેક કંઇકને કંઈક કહ્યું છે. ઈ. સ. ૧૬૬૪ માં શિવાજી એકાએક એ હતભાગી નગર ઉપર વાવાઝોડાની માફક તૂટી પડ્યા અને મનગમતી રીતે તેણે તેને લાગલાગઢ ચાર દિવસ સુધી લૂંટયું અને બાળ્યું. શહેરનેા સૂખે નાસી જઇ કિલ્લામાં ભરાયા અને બિચારા ભયગ્રસ્ત લોકોને તેણે નસીબને આસરે છેાગ્યા. મરાઠા સરદારના સાહસને અત્યંત સમૃદ્ધ લૂટે વધાવ્યું અને તે વખતના એક પરદેશીએ એક કાગળમાં લખ્યું હતું તેમ “ શિવાજીના સૈનિકોએ સોનું, રૂપુ, હીરા, મેતી માણેક ક્રુ એવી કીમતી વસ્તુઓ સિવાય બોજી કાઈ પણ વસ્તુને હાથ લગાડવામાં પણ હીણપત લેખી ” હેન્રી ગેરીએ અ એક માબરેશને લખ્યુ` હતુ` કે શિવાજી પેાતાની સાથે અઢળક દ્રવ્ય લઈ ગયેા. ભરાંસાપાત્ર રીતે એમ કહેવાય છે કે એક કરોડ રૂપી જેટલુ તે હશે. ધનાઢય વેપારીએ અને તેમના સાધારણ પાડાશી પાસે આટલુ અઢળક દ્રવ્ય પડાવી લેવાનો ક્રિયામાં જુલમ, નિર્દયતા, ખૂનરેજી વગેરે પાશવતાને આશરેા અવશ્ય લેવાયા હશે. શિવાજી ત્યાં ( સુરતમાં ) કાઈ યાના કે પરમાના કાÖતે અંગે ગયા ન હતા. શાહિસ્તાંન ઉપરના તેના રાત્રીના હલ્લાને પરિણામે તેણે અપાર નૈતિક વિજય મેળવ્યા હતા. તે વિજયને પૂરા લાભ ઉઠાવવાના તેણે દઢ સ°કલ્પ કર્યા હતા. તે સંકલ્પની સિદ્ધિમાં તે અહીં આવ્યેા હતેા. આવા સાહસમાં રહેલા આર્થીક લાભા અવશ્ય પ્રેરણાજનક હતા. ગુ શિવાજીના સાહસમાં પૈસાનું એક માત્ર પ્રલાભન ન હતુ. તેને તેા પેાતાના દુશ્મનની રૈયતનાં હ્રદય થથરાવી મુકવાં હતાં અને તેના સૈનિકા લડતના ઝનુનમાં અને આવેશને વશ થઈ પોતાના નાયકના આ મૂળ આશય કરતાં વધુ પડતા આગળ ગયા હોય એ સંભવિત છે, ગેરી કહે છે કે તેણે ત્રણ હજારથી વધુ ધરાને આગ લગાડી બાળી મૂકયાં. ખુનામરકી, લુંટફાટ અને સંહાર તે યુદ્ધ દરમ્યાનની સામાન્ય યુટના લેખાય. આમ છતાં સર જદુનાથ સરકાર શિવાજી ઉપર એવા અત્યાચારનો આરોપ કરે છે કે જે કાઈ પણ સંજોગામાં માફ કરી શકાય એવા નથી. તે જણાવે છે કે “ તેણે કેદીઓને પેાતાની સામે ખેાલાવ્યા અને તેમાંનામાંથી મનસ્વીપણે ચારનાં માથાં અને ખીજા ૨૪ ના હાથ કાપી નાખી બાકીનાને તેણે બચાવ્યા, ” ... જ્યારે કાઈ નગર ઉપર હલ્લે આવી રહ્યો હૈાય તે સંજોગામાં કાઈ નિર્દોષ નાગરિક ઉપર જો કાઈ સૈનિક અત્યાચાર કરે તેા તેને માફ કરી શકાય પણ પેાતાના અસહાય કેદીઓનાં અંગ કાપનાર સેનાપતિને તા કદી પણ માફ નહિ કરાય. સામાન્ય મત અનુસાર શિવાજી પોતાના યુગના ડાથી મુક્ત હતા. એમ મનાય છે કે અનાવશ્યક ક્રૂરતા તેણે કદી પણ કરી ન હતી, પરંતુ જો સર જદુનાથ સરકારનું વિધાન સ્વીકારવામાં આવે તા એ મરાઠા વીર સંબંધી આપણી માન્યતાએ ફરી તપાસી જેવી પાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy