SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું 1 છ, શિવાજી ચરિત્ર ૩૫ સાધનસંપન્ન શત્રુને, ભારે લશ્કર અને બળવાળા દુશ્મનને થોડા સૈન્યથી હંફાવવાની રીત હું જાણું છું. યુદ્ધ પ્રસંગે દુશ્મનનાં નગરે લૂંટનાર લૂંટાર નથી કહેવાતો સમરભૂમિ ઉપર સંહાર કરનાર ક્રૂર કે ખૂની નથી કહેવાતા. યુદ્ધ માંડવ્યા પછી બળવાન અને સાધનસંપન્ન શત્રને હંફાવવા માટે ગનીમી પદ્ધતિ વાપરવી, ઘેરો ઘાલવા, દુશ્મનની નબળાઈ શોધી કાઢી તેના ઉપર આબાદ ધા કરવા એ નામર્દોઇની નિશાની નથી, એ તારે હજી મારી પાસેથી શીખવાનું બાકી છે, એ મેં તારા પત્રથી જ જાણ્યું. દુશ્મન સામે જંગમાં ઊતર્યા પછી ઓછામાં ઓછે ભેગે વધારેમાં વધારે નુકશાન દુમનનું કરી, લાભ મેળવવો એ મારે હેતુ હોય છે અને તે સાધ્ય કરવા માટે અનુકૂળ એવી યુદ્ધપદ્ધતિ હું સ્વીકારું છું. મારી પદ્ધતિ દુશ્મનોને આકરી લાગતી હોય તો તેમાં મારે દોષ નથી. જેને યુદ્ધ કરતાં ન આવડતું હોય તે ભલે હજાર માણસોનો ભોગ આપી એક નાનું ગામડું સર કરે. તારા પત્રમાં તું મને મરકટ કહે છે, એ વાંચી મને આનંદ થાય છે અને મરકટોએ અહંકારી બળ અને સાધનવાળા, વિલાસવૈભવવાળા રાવણને જેવી રીતે રગદો. જમીનદોસ્ત કર્યો તેવા તારા હાલ આ મરકટ કરશે. તને ચેતવું છું, સાવચેત રહેજે, ચેતીને ચાલજે. મરકટોના મહત્વનું ભાન તને અનુભવ વગર નહિ થાય. બહુ ઉતાવળે થા મા.” મહારાજ તરફથી આવેલા આ ઉત્તરથી ખાન સમજી ગયો કે અપમાનભરેલા પત્રથી છંછેડાઈને મેદાને પડે એવો શિવાજી ન હતી. કોઈ પણ સંજોગોમાં એ લડાઈની પોતાની રીત છોડીને મેદાને પડી ખડેખાડે લડાઈ કરે એ શક્ય નથી, એની ખાનને ખાત્રી થઈ. એને એમ પણ લાગ્યું કે પાણીદાર પરષ જ્યારે અપમાન પામે છે અને પિતાનો ગુસ્સો બહાર નથી કાઢતા ત્યારે એ વધુ ભયંકર બને છે. ગુસ્સાને ઉભરાઈ જવા દે એ માણસ કહે હેય પણ ભયંકર નથી હોતા. જે માણસ સમય સમજી ગમ ખાઈ જાય છે, તે વધારે ભયંકર અને નુકશાનકારક નીવડે છે, એવો અનુભવ ખાનને હતા. ખાન હવે વધુ સાવચેત રહેવા લાગ્યો. આ છંછેડાયેલે શિવાજી યુક્તિ વાપરી કઈ વખતે શું કરશે તેની ખબર સરખી પણ નહિ પડવા દે, માટે એનાથી ચેતતા રહેવું એ વધારે ડહાપણભરેલું છે એમ . માની ખાને સાવચેતીનાં પગલાં ભરવા માંડયાં. ચાકણના ઘેરામાં ખાનને બહુ કો અનુભવ થયો હતો અને મરાઠાઓનું બળ, એમની લડવાની રીત, શિવાજી પ્રત્યેને દક્ષિણની પ્રજાને પ્રેમ, મહારાષ્ટ્ર દેશની કુદરતી રચના, દક્ષિણમાં શિવાજી મહારાજને લીધે જાગ્રત થયેલું ધર્માભિમાન, મુસલમાન સત્તા માટે પ્રજાને દેખાઈ આવતા અસંતોષ વગેરેનો વિચાર કરતાં એને લાગ્યું કે આ ડુંગરી મુલકમાં ફાવવું બહુ મુશ્કેલ છે અને લશ્કર બહુ મેટું હોવાથી કેટલેક મુલક જીતીશું. તે પણ બહુ ભારે ભેગ આપવો પડશે. એમ કર્યાથી તે સેના કરતાં વડામણ ભારે પડશે અને કીર્તિને બદલે અપકીર્તિ થવાનો સંભવ વધારે છે. ચાકણના ઘેરામાં ફિરંગોજીનાં પરાક્રમો જોઈને ખાન એટલે બધા હેબતાઈ ગયો હતો કે મરાઠા સામેની લડત સંકેલી લેવાની એને પરવાનગી આપવા એણે ઔરંગઝેબને પત્ર લખી જણાવ્યું કે “આવા ડુંગરી મુલાક છતવાની જીદ્દ આપણે છોડી દેવી જોઈએ. અલબત શહેનશાહતની ઈજ્જત અને આબરૂ તે સાચવવાં જ જોઈએ. તેથી મુગલ પાદશાહતનું નાક ઊંચું રહે એવી શરતે શિવાજી સાથે હાલના સંજોગોમાં સલાહ કરી લેવી એ ડહાપણભરેલું છે.” ઔરંગજેબને ખાનની આ સલાહ ગમી નહિ. એને મરાઠાઓના બળને બરાબર ખ્યાલ આવ્યો ન હતો. એને તે શિવાજીને જડમૂળથી ઉખેડી નાંખ્યો હતો. એને તો કોઈ નવી હિંદુ સત્તા જામવા દેવી ન હતી. એને તો આખા હિંદુસ્થાનમાં પિતાની સત્તા રાખવી હતી. મામાના લખાણથી ઔરંગઝેબને લાગ્યું કે વધારે મદદ મોકલવાની જરૂર છે અને તે મેકલવામાં આવશે એટપ્લે મામા દિગ્વિજય કરશે અને આનંદના સંદેશા મોકલશે.. ખાનની પાસે જંગી લશ્કર હતું 89 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy