SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું જુલમ ગુજારનાર બાજી હતા, એ મહારાજ જાણતા હતા. બીજી ઘેર પડે મુળમાં છે એની ખબર મહારાજને મળી ગઈ. મહારાજે એના ઉપર છાપ મારવામાં જરાપણ ઢીલ કરી હતી તે સાવંત પિતાની યુક્તિમાં ફાવી જાત અને મહારાજને બહુ મુશ્કેલીમાં આવવું પડત. પણ મહારાજે તરત જ તૈયારી કરી, ૩૦૦૦ ઘેડેસવારે લઈ મુળ ઉપર છાપો માર્યો. પિતાના દુશ્મનનું વેર પેટ ભરીને લેવાને મહારાજનો ઘણા દિવસથી વિચાર હતા. સિહાજીને કેદ પકડનાર અને તેના ઉપર ત્રાસ વર્તાવનાર આ જ દુષ્ટ હતા, એ જ્યારથી મહારાજે જાણ્યું, ત્યારથી મહારાજ એ વેર વસૂલ કરવા અનુકૂળ તક શોધી રહ્યા હતા. જે તકની રાહ જોઈ રહ્યા હતા તે તક મળી એટલે મહારાજે જરા પણ ઢીલ થવા દીધી નહિ, બાજી ધારપડ અને મહારાજ વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. બાજી અને તેના છોકરાએ બહુ બહાદુરીથી લડયા. લડતાં લડતાં રણમાં પડથા. મહારાજ જીત્યા અને એમણે મુળ સર કર્યું. ૨. સાવતિને સલાહ કરવી પડી. અલી આદિલશાહે એક સરદારને લશ્કર આપી સાવંતને મદદ કરવા માટે રવાના કર્યો હતો, પણ બિજાપુર રાજ્યમાં ઠેકઠેકાણે અવ્યવસ્થા અને અસંતોષ થવાથી સરદારને લશ્કર સાથે પાછો બોલાવ્યા. વચન આપ્યા મુજબ અલી આદિલશાહ સાવંતોને કુમક ન આપી શકે. સાવંતોની સ્થિતિ બહુ જ કફોડી થઈ પડી. જેની હિંમત ઉપર અને જેના લશ્કરી જોર ઉપર શિવાજીને છંછેડીને સામને કરવાને હતો, તેણે અણી વખતે મદદ ન આપી. બિજાપુર બાદશાહ તરફથી કેઈ પણ પ્રકારની કુમક મળી શકે એમ નથી, એવું જ્યારે સાવંતોએ જાણ્યું, ત્યારે ખૂબ ગભરાયા અને મૂઝાયા. આવી સ્થિતિમાં કોઈની મદદની તો એમને જરૂર હતી જ, એટલે એમણે દક્ષિણમાં વેપાર કરતા અને વેપાર માટે કાઠી ઘાલીને પડેલા પોર્ટુગીઝની મદદ માગી. આ પોર્ટુગીઝ લોકેએ સાવંતના માગવાથી તેમની કુમકે એક નાની ટુકડી મોકલી. શિવાજી મહારાજે સાવંતને ઘાણ વાળ્યો. આખરે સાવતો બિચારા થાક્યા અને મહારાજને શરણે આવ્યા. સાવંતોએ મહારાજને પિતાંબર શેણવી મારફતે વિનંતિ કરી કે “અમારો પણ ભેંસલે કુટુંબ સાથે સંબંધ છે. અમે આપને શરણે આવ્યા છીએ. અમને બચાવો. અમારું રક્ષણ કરે. અમારા અપરાધની ક્ષમા કરો. હવે પછી અમે આપની સાથે પ્રમાણિકપણે વર્તીશું.” મહારાજને સાવ તેની દયા આવી અને એમને આશ્રય આપે. સાવંતની આવકમાંથી અધ આવક સાવંતને આપી. અધ મહારાજની તીજોરીમાં જમે કરવાનું નક્કી કરવામાં આવ્યું. ૩૦૦૦ માણસનું લશ્કર સાવંતએ હંમેશ પિતાની પાસે તૈયાર રાખવું અને મહારાજને જ્યારે જરૂર પડે ત્યારે તે લશ્કર આપવું એવી શરત થઈ મહારાજે ઊંડાને કિલ્લે કબજે કર્યો અને આ દિનથી સાવંતનું રાજ્ય શિવાજીનું ખંડિયું બન્યું. આ સંબંધમાં સભાસદ જણાવે છે કે “સાવંતને પગાર તરીકે ૬૦૦૦ હન આપવાનું નક્કી કર્યું હતું. બીજી શરત એ હતી કે સાવંતએ કુડાળ કલ્લામાં રહેવું, પણ ત્યાં મકાન, કાઠીએ, થાણાં, કેટ વગેરે કાંઈ પણ બાંધવું નહિ અને લશ્કર એકઠું કરવું નહિ.” આ સાવંત કુટુમ્બમાં તાનાજી સાવંત કરીને એક પાણીવાળો સરદાર હતા. મહારાજે એને અને રામદળવી નામના બીજા બુદ્ધિશાળી પુરુષને પિતાની નોકરીમાં લઈ લીધા. આ રામદળવીની સાવંતને ભારે દૂફ હતી અને એની દૂફે સાવંતે શિવાજી સામે માથું ઊંચકતા એ મહારાજને શક હતું. રામદળવીને પોતાની નોકરીમાં નોંધી, લશ્કરની એક ટુકડી આપી, કોંકણપટ્ટીના કેટલાક પ્રાંતના બંબની જવાબદારી એને માથે નાખી. આવી રીતે રામદળવીને સાવંતોથી જુદો કર્યો. સાવંતેને મહારાજે માફી આપી, પણ સાવંતેને મદદ કરનાર પોર્ટુગીઝ ઉપર મહારાજને ગુસ્સે જરાયે નરમ પડી ન હતે. મહારાજે પંચમહાલ, મર્દનગઢ વગેરે પ્રાંત કબજે કરી, તરત જ ગોવા ઉપર નજર ફેરવી. પિટુગીઝોના મુલક ઉ૫ર ચડાઈ કર્યાથી પોર્ટુગીઝ ગભરાયા. પોર્ટુગીઝને લાગ્યું કે હવે શિવાજી છોડશે નહિ, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy