SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ પ્રકરણ : ૩ છે. શિવાજી ચરિત્ર આપણે બધાનું મોત આજે તે એના જ હાથમાં છે. દિલ્હીપતિના આવા જબરા લશ્કરને જરૂર વગર જમના ઘરમાં ઘાલવા માટે આપણે જવાબદાર છીએ આજ સુધી દિલ્હીપતિએ દક્ષિણમાં જે દિગ્વિજય મેળવ્યો તેના ઉપર કાળા ડાઘ લગાડનારું કૃત્ય આજે આપણે કર્યું છે. અહીંયાં અરણ્યમાં શત્રુને અનુકળ એવી જગ્યાએ અને એવે વખતે લડાઈમાં ઊતરવું શત્રુને મદદ કરવા જેવું છે. આ વ લડાઈ કરવામાં ભારે ભૂલ થશે. આ સ્થળે શત્રુને સામને કરી લડાઈ કરવાનું સાહસ કરવામાં આવશે તે મુગલ લશ્કર જોતજોતામાં તેબા પિકારશે, દિલ્હીપતિની ભારે હાર થશે, સેનાપતિની કિર્તિને કલંક લાગશે અને વખતે આપણી હારથી શત્રુ બેવડો બળવાન થશે. શત્રુને નમતું આપવું એ કઠણ વાત છે. વીરને એ બહુ ભારે લાગે પણ પ્રતિકૂળ સંજોગોમાં મોટા લાભને નજર સામે રાખી શત્રુને નમી પડવાની શક્તિ પણ વીરમાં હોવી જોઈએ. આવા સંજોગોમાં શિવાજી સાથે સલાહ કર્યાથી જ આપણે સંકટમાંથી સહીસલામત પસાર થઈ શકીશું. શિવાજી સાથે સુલેહ માટે સંદેશા શરૂ કરવામાં જ આ વખતે આપણું ડહાપણ છે. કઠણ પ્રસંગે કુનેહથી કામ ન લેવામાં આવે તે એકલા લશ્કરના જેરા ઉપર કોઈ સત્તા છતી શકતી નથી.” રાયબાગીણુના વિચારો સાથે બીજા સરદારો મળતા થયા અને શિવાજી મહારાજ સાથે સુલેહના સંદેશા શરૂ થયા. મહારાજને તે એ જ જોઈતું હતું. સુલેહના સંદેશા લઈ કરતલબખાનને વકીલ મહારાજને જઈ મળે અને મુગલ સરદારને સુલેહ માટે સંદેશ શિવાજી મહારાજને જણાવ્યું. કરતલબખાને વધારામાં મહારાજને એ પણ કહેવડાવ્યું હતું કે તેમના પિતા સિંહાજી રાજાની કરતલબખાન ઉપર ભારે મહેરબાની છે. વકીલની વાતે મહારાજે શાંતિથી સાંભળી લીધી અને મહારાજે આવેલા વકીલને અભય વચન આપ્યું. મહારાજ તરફથી અભય વચન લઈને વકીલ કરતલબખાન પાસે ગયો. મહારાજે અભય વચન આપ્યાનું વકીલ મારફતે કરતલબખાને સાંભળ્યા પછી એણે મહારાજ તરફ ખંડણી રવાના કરી (શિવ મારત અ. ૨૯ કલેક ૪૨). મુગલ સેનાપતિ તરફથી શિરસ્તા મુજબ ખંડણી આવી પહોંચી એટલે તરતજ મહારાજે ઝાડમાં સંતાઈ રહેલા પિતાના સૈનિકોને લડાઈ બંધ કરવા હુકમ કર્યો. શિવાજી મહારાજના ફરમાન મુજબ સૈનિકે એ મારો બંધ કર્યો. જે રસ્તેથી આવ્યું હતું તે રસ્તે પાછું સહીસલામત નીકળી જવા મહારાજે મુગલ લશ્કરને જણાવ્યું. વિજયના આનંદમાં દુશ્મનની કુનેહ અને ચાલબાજી ભૂલી જાય એવા ભેટ શિવાજી મહારાજ ન હતા. શિવાજી મહારાજને મુગલ સેનાપતિ ઉપર શક આવ્યા એટલે પિતાના સેનાપતિ નેતાજી પાલકરને મુગલ લશ્કરની પાછળ સૂચનાઓ આપીને મોકલ્યો. મહારાજના કહ્યા પ્રમાણે મુગલ લશ્કર ઉંબરખિંડના અરણ્યમાંથી આવેલે રસ્તે પાછું ફર્યું. રણાંગણ ઉપર મુગલ લશ્કરને ઘણો સરંજામ (સામાન) મહારાજના માણસોને હાથ લાગે. આવી રીતે ઈ. સ. ૧૬૬૧ ના ફેબ્રુઆરીની ૨જી તારીખે કરતલબખાનને લશ્કર સાથે ઉંબરખિડમાંથી પાછો કાઢ. ૪. દક્ષિણ કોંકણને કબજો. ઉંબરખિંડમાં મુગલને સીધાદોર કરી દીધા પછી શિવાજી મહારાજનું ધ્યાન આદિલશાહી મુલક છતવા તરફ ખેંચાયું. એ ગાળાના પરદેશી વેપારીઓએ શિવાજી મહારાજની સામે તેમના શત્રુને અણુને પ્રસંગે મદદ કરી હતી, તે વાત મહારાજના મનમાં તાજીને તાજી જ હતી. એ વેપારીઓને સજા કરવાનું કામ હાથ ધરવાને મહારાજે વિચાર કર્યો. ઉંબરખિડમાંથી પોતાનું લશ્કર લઈને મહારાજ દક્ષિણમાં દાળ તરફ જવા નીકળ્યા. ઉંબરખિંડમાં મુગલોને મારમારી શાહિસ્તખાનની હિલચાલ તપાસવા માટે મહારાજ રાજગઢમાં કે એવા કેઇ કિલ્લા ઉપર થોભ્યા નહિ, પણ એમણે તે તરત જ લડાઈને કાર્યક્રમ ગોઠવ્યો. પિતાના ચુનંદા વીરેને સાથે લઈ શિવાજી મહારાજ નીકળ્યા. દાળ જતાં રસ્તામાં કેટલાયે દુશમનનાં ગામોમાંથી આદિલશાહી અમલદારે મહારાજને આવતા જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy