SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ છે. શિવાજી ચરિત્ર (પ્રકરણ ૬ પોતાના વકીલને દિલ્હી દરબારમાં મોકલ્યો હતો અને તેની સાથે મહારાજે બાદશાહને પોતાની માગણી ઓના સંબંધમાં સદેશે પણ કહેવડાવ્યું હતું. આ બધું બની ગયા પછી ચારે બાજુનો વિચાર કરીને જ દિલ્હીપતિએ શાહિસ્તખાનને દક્ષિણમાં મેક. શાહિસ્તખાન મામુને વિદાય આપતી વખતે બાદશાહે એને ખૂબ માન આપ્યું અને શિવાજીની સત્તા જડમૂળથી ઉખેડી નાંખવાની બધી સૂચનાઓ આપી હતી. મામએ દિલ્હીથી નીકળતાં પ્રતિજ્ઞા કરી હતી કે “હું દખ્ખણના એ ચૂઆને જોત જોતામાં ભેય ભેગા કરી દઈશ, એણે જીતેલે બધે મુલક પાછો લઈશ અને મુગલ સત્તા મહારાષ્ટ્રમાં કાયમ કરીશ.” આવી ઘર પ્રતિજ્ઞા લઈ ઈ. સ. ૧૬૬૦ ની શરુઆતમાં જ શાહિસ્તખાને મહારાજ ઉપર ચડાઈ કરી. શિવાજીની સત્તા તોડવા માટે દિલ્હીથી ઉપરા ઉપરી હુકમ અને ફરમાને શાહિસ્તખાન ઉપર છૂટી રહ્યા હતા. તા. ૨૮ મી જાનેવારી ૧૬૬૦ ને રોજ શિવાજી ઉપર ચડાઈ કરવા માટે શાહિસ્તખાન મામુ ઔરંગાબાદથી લશ્કર લઈ નીકળે, તે ૧૧ મી ફેબ્રુઆરીએ અહમદનગર આવી પહોંચે અને અહીંથી ૨૫ મી ફેબ્રુઆરીને રોજ મુકામ ઉઠાવ્યો. ભીમા નદી ઓળંગી તેણે સેનવાડી નજીકના કિલ્લાઓ સર કર્યા. પુના, બારામતી, સુપા વગેરે આગળ થઈ તા. ૧૮ મી એપ્રિલ ને રાજ શિરવળ ગામે પડાવ નાંખો (આલમગીર નામ). શિરવળથી શાહિતખાન ખેડે બારેગામ (આ ગામમાં શિવાજી મહારાજે પોતાનું બચપણ ગાળ્યું હતું) ગયો. શિરવળમાં છાવણી નાંખીને શાહિસ્તખાનના લશ્કરે ત્યાંથી ૨૦ માઈલ દૂર આવેલા રાજગઢ નજીક મહારાજના લશ્કરની એક ટુકડી હતી તેના ઉપર હલ્લે કર્યો. શાહિસ્તખાનના લશ્કરના હલ્લાથી શિવાજી મહારાજનું લશ્કરનું નાઠું. રાજગઢની આજુબાજુના કેટલાક ગામોને મુગલ લશ્કરે નાશ કર્યો અને શિરવળથી મુકામ ઉપાડી સાસવડ નાંખ્યો (મે ૧ લી, ૧૬૬૦). શાહિરતખાને આ વખતે પિતાની સાથેના મરાઠા સરદાર (શિવાજી મહારાજના મોસાળના) જાધવરાવની સેવાને ખૂબ ઉપયોગ કરી લીધું. જાધવરાવ દક્ષિણ દેશને પૂરેપુર ભોમિયા હોવાથી એની મદદ ખાનને અણી વખતે બહુ ઉપયોગી થઈ પડી. મુગલ લશ્કરે સૂપા પ્રાંત કબજે કરી લીધું અને ખાને તે સરદાર જાધવના કબજામાં સેકો. મહારાજના સેનાપતિઓ અને સરદારોએ જોયું કે મુગલ લશ્કર બહુ બળવાળું, મોટું અને સાધનસંપન્ન છે. તેની સામે ટકવું બહુ મુશ્કેલ અને ભારે છે. આવા સંજોગોમાં કેસરિયાં કરી પતંગિયાની માફક ઝંપલાઈ પ્રાણુ ખાવાથી ધારેલી મુરાદ બર આવશે નહિ, એમ માની ખડેખાડે લડાઈ કરવાનું મહારાજના લશ્કરે માંડી વાળ્યું. મહારાજના લશ્કરે લડવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો. દુશ્મનનું લશ્કર ચડી આવે અને તે બહુ બળિયું હોય તે શિવાજીનું લશ્કર નાસી જતું અને દુશ્મન દળ ઉપર છૂપા હુમલાઓ કરી દુશ્મનને હેરાન કરતું. મુગલ સેનાપતિએ શિવાજી મહારાજને મુલક જીતવા માંડ્યો. મહારાજને મુલક જીતે જીતતે શાહિસ્તખાન શિરવળથી નીકળી ૭ મી મે ૧૬૬૦ ને રોજ પૂનામાં દાખલ થયો. પૂનામાં જે મકાનમાં મહારાજ રહેતા હતા તે વાડામાં જ (લાલ મહાલ) ખાને મુકામ કર્યો. મુગલ સેનાપતિએ દક્ષિણમાં શિવાજી મહારાજના મુલકમાં ભારે ત્રાસ વર્તાવ્યો. શિવભારતમાં મુગલ લશ્કરના ત્રાસનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છેઃ “સર્વ સ્થળે સંચાર કરનાર મુસલમાન લશ્કરે દેવ મંદિરને નાશ કર્યો, સંન્યાસી સાધુઓના મઠ મઢુલીઓ જમીનદોસ્ત કરી નાંખ્યાં, અમલદારોનાં ઘરો જમીનદોસ્ત કર્યા, બગીચાઓમાંના ઝાડ ઉખેડી નાંખ્યાં, ઘણાં જૂનાં ગામે અને નગરો ઉજ્જડ કરી નાંખ્યાં, નદી કિનારાઓ પણ ભ્રષ્ટ કર્યા. એ આ પ્રદેશ ખગ્રાસ પ્રહણ લાગેલા ચંદ્રમાં જે દેખાવા લાગે.” ઉપર પ્રમાણે દુર્દશા કરતો શાહિસ્તખાન પૂનામાં મુકામ નાંખીને પડ્યો. ચોમાસાના દિવસે પુનામાં જ ગાળવાને એને વિચાર હતે. ખાનના આ મનસૂબાની ખબર જાસૂસેએ મહારાજના સરદારને આપી. ખાન ચોમાસું પૂનામાં ગાળવાને છે: એ ખબર મહારાજના લશ્કરને મળી એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy