SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું ] છે. શિવાજી ચરિત્ર २६८ ચડવાની જરૂર હોય છે તે મહારાજ ચડી રહ્યા હતા અને પાવનખીંડ ખીણમાં આવવા માટે જ્યાંથી ઘાટ ઊતરવાનું શરૂ થાય તે ટચે દુશ્મન આવી પહોંચ્યા હતા. બંને ઊચાણમાં હતા. બંનેની વચ્ચે પાવનખી ખીણ હતી. શિવાજી મહારાજે જોયું કે દુશ્મનનું બહુ જબરું લશ્કર તેમની પૂઠે પડયું છે અને તે ભારે વેગથી તેમની દિશામાં આગળ ધસતું આવી રહ્યું છે. મહારાજની પાસે લશ્કર હતું પણ તે બહુ નાનું હતું, દુશ્મનને પહોંચી વળાય એમ ન હતું. મહારાજને લાગ્યું કે આદિલશાહી લશ્કર એમને જોતજોતામાં પકડી પાડશે. આ સંકટમાંથી બચવું એમને અશક્ય જેવું લાગ્યું. ઉલામાંથી ચૂલામાં પડ્યા જેવું થયું. દુશ્મનના પંજામાંથી બચવું કેવળ મુશ્કેલ હતું. વિચાર કરતાં મહારાજના મેં ઉપર ચિંતા અને નાસીપાસી દેખાવા લાગ્યાં. પિતાના હિંમતવાન માલીકને મુઝવણમાં પડેલા જોઈ સરદાર બાજીપ્રભુ દેશપાંડે આગળ આવ્યો અને મહારાજને ચરણે એણે વિનંતિ કરી “મહારાજ આપ ચિંતા ના કરે. આ પ્રસંગ ભારે છે છતાં પણ શ્રી ભવાનીની કૃપાથી સૌ સારાં વાનાં થશે. આપ કોઈપણ જાતની મુઝવણમાં ન પડે. આપની સેવામાં પ્રાણ અર્પણ કરવા હું તૈયાર છું. મારા જેવા સેવકે મરે તેમાં વાંધો નથી. સે મરજે પણ એનો પાલક ન મરજો. આપ સલામત હશે તો મારા જેવા સેવકે હજાર તૈયાર થશે. મહારાજ આપ વિલંબ ન કરો, આપ લશ્કરને અડધો ભાગ લઈ સત્વર વિશાળગઢ શે. આ પાવનખીડમાં આપનો આ સેવક શત્ર સાથે શિરસકે સંગ્રામ કરશે. આપ હિંદુઓના રક્ષક છે, હિંદુત્વના તારણહાર છે. હિંદ સ્વરાજ્યની જનાના આપ ઉત્પાદક છે. હવે જરા વિલંબ કરશે નહિ. આ સમય હવે થંભવાનો નથી. શત્રુ મારતે ઘોડે સમીપ આવી પહોંચ્યા છે. મહારાજ આપ કપા કરી લશ્કર લઈ સિધા. મહારાજ આપ સહીસલામત હશે તે સૌ રૂડું થશે.” શિવાજી મહારાજને આ સ્વામીનિષ્ઠ બાજીપ્રભુ દેશપાંડેના અસરકારક શબ્દો સાંભળી બહુ આનંદ થયો અને એમને પણ આ સંકટમાંથી પસાર થવાશે એવી આશા બંધાઈ. પોતાના આ વફાદાર સરદારને તેની સ્વામીભક્તિ માટે શાબાશી આપી મહારાજે જણાવ્યું - “ તમારા જેવા સ્વામીભક્ત સરદાર જેને મળે તેનું જીવન ધન્ય છે. બાજી ! તારી સ્વામીનિષ્ઠા અજબ છે. તારા જેવા સરદારો પ્રભુએ મને આપ્યા છે તે હું નાહિંમત શું કામ થાઉં ? તારી સૂચના મુજબ હું વિશાળગઢ જાઉં છું. ત્યાં સહીસલામત પહોંચ્યાના સમાચાર તને જણાવવા હું વિશાળગઢના કિલ્લા ઉપરથી તોપોના પાંચ અવાજ કરીશ. તેપોના અવાજ તારે કાને પડતાં સુધી તું અને આ ખીણમાં રોકી રાખજે. દુશ્મનને આગળ વધવા દેતો નહિ. બાજી ! તારી હિંમત ઉપર હિંદુત્વનું ભાવી લટકી રહ્યું છે. બાજી! સાચવજે છે. આ કટોકટીને પ્રસંગ છે. હું જાઉં છું, દુશ્મનને આગળ વધવા દઈશ નહિ.” બાજીએ જવાબ આપ્યો “ મહારાજ આપ સુખેથી સિધાવો, સેવક શત્રુની બરાબર સંભાળ લેશે. આપ તરફથી સલામતી દર્શાવનારા તેપોના અવાજ નહિ સંભળાય ત્યાં સુધી આ સેવક પાવન ખીંડમાંથી દુશ્મનને એક તસુ પણ આગળ વધવા નહિ દે તેની ખાતરી રાખજે. મહારાજ ! મારું શિર કપાશે તો પણ મારું ધડ, આપ સહીસલામત વિશાળગઢ પહોંચશે ત્યાં સુધી શત્રુ સાથે લડ્યાજ કરશે. મહારાજ ! હવે વિલંબ ન કરે, પોતાનો નિમય પોતાના માલીકને જણાવી તે સ્વામીભક્ત સરદાર બાજીપ્રભુએ મહારાજને આદરપૂર્વ પ્રણામ કર્યો. શિવાજી મહારાજે વળીને પાછું જોયું અને પોતાના સરદારના પ્રણામ ઝીલી પોતાની પ્રસન્ન મુદ્રાનાં બાળને દર્શન દીધાં અને ૫૦૦ માણસનું લશ્કર બાજીને સેપી ઘોડે મારી મૂકો. મહારાજને વિદાય કરી બાજી અને સ. બદલેએ લશ્કરની ગોઠવણી કરી. શત્રુનું લશ્કર બહુ જબરું હતું. સંખ્યાબળમાં પણ વધારે હતું. એ બધાનો વિચાર કરી બાજીએ પોતાના લશ્કરના કેટલાક માણસને આજુબાજુની ઝાડીમાં સંતાડી મૂક્યા અને પોતે ચૂંટી કાઢેલા ચૂનંદા ૫૦-૬૦ યેહાએ લઈ શગુનો રસ્તો રોકવા માટે ખીણને મોખરે આવીને ઊભો. સ. ફાજલખાન, સીદી અઝીઝ અને સીદી મસૂદ શિવાજી મહારાજને પકડવાની ભારે ઉતાવળમાં હતા. જેમ બને તેમ જલદી લેડી જઈ શિવાજી વિશાળગઢના કિલ્લામાં ભરાય તે પહેલાં તેને પકડી પાડે એ શત્રુની નેમ હતી. આદિલશાહી સરદારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy