SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ મું 1 છે. શિવાજી ચરિત્ર ર૬૭ મહારાજ પોતે પનાળાના કિલ્લામાં છે એટલે એણે ઈ. સ. ૧૯૬૦ ના માર્ચ માસમાં પનાળાના કિલ્લાને ઘેરો ઘાલ્યો. ઘેરાનું કામ બહુ સખત રીતે ચાલ્યું. આ ઘેરામાં વેપાર કરવા આવેલા રાજાપુરમાં મુકામ નાંખીને વેપાર કરતા અંગ્રેજોએ પણ ભાગ લીધો હતો. તે વખતની વેપારી પ્રજાનો સંબંધ આ ઘેરા સાથે કેવી રીતે જોડાય તે હવે આપણે અંગ્રેજ કઠીવાળાઓએ પોતાને દેશ આ સંબંધમાં જે પત્રો લખ્યા તેને આધારે તપાસીશું. ૫. પનાળાગઢના ઘેરા સાથે રાજાપુરના અંગ્રેજોને સંબંધ બને તે શિવાજી મહારાજને ગિરફતાર કરવાને અથવા તે ન બને તે તેમને ગારદ કરવાને દઢ નિશ્ચય કરીને જ સીદી હર બિજાપુરથી ઉપડ્યો હતો. પોતાના કર્ણાટકી લશ્કરના જોર ઉપર જૌહર કુદતે હતો. એણે રાજાપુરના કઠીવાળા અંગ્રેજોને આ લડાઈમાં ઉપયોગ કરી લેવાનો વિચાર કર્યો. જોહરે બિજાપુર બાદશાહ તરફથી રાજાપુરના કઠીવાળા અંગ્રેજો પાસે તે પો ચલાવવાનું કામ જાણનાર માણુ અને ૨ તોપોની માગણી કરી. એ માગણી કરનારો પત્ર રાજાપુર મોકલવામાં સીદીએ ખરી ખૂબી વાપરી હતી. પોતાના લશ્કરમાંથી ૪૦૦ પાયદળ અને ઘોડેસવારોની એક નાની ટુકડીની સાથે એ માગણીવાળો પત્ર તથા પાંચ પાલખીઓ મોકલી દીધી. પાંચ પાલખી સાથે આટલા બધા લશ્કરી સે મોકલવાનું કારણ તે એ જ હતું કે માગણી ધ્યાનમાં લઈ અંગ્રેજ લોકો માંગ્યા મુજબ માણસે અને તાપી જોહરને મેલે તે ઠીક, નહિ તે લશ્કરી બળથી પણ કઠીવાળાઓ પાસેથી આ કુમક મેળવવાની જૌહરે ટુકડીના નાયકને સૂચનાઓ કરી હતી. જૌહરની માગણી મુજબ અનુભવી માણસે અને તોપો અંગ્રેજ કાઠીવાળાએ મોકલી આપી. આ વખતે રાજાપુરની અંગ્રેજ કાઠીને ઉપરી હેત્રી રેવિંગ્ટન હતા. આ માણસ જબરે ખટપટિયે હતે. કંપનીના માલને એ વેપાર કરતો અને તે ઉપરાંત પોતે પોતાની જવાબદારીથી દારૂગોળ વગેરે લાવી આગ વેપાર કરતો (શિ. ૪. નિ.). પોતાની જોખમદારીથી ભરેલે આગ દારૂગોળ વેચાય અને પોતાને આગ વેપાર પણ વધે એ માટે આ અંગ્રેજ આજુબાજુ ચાલી રહેલાં ધાંધલ ધમાલમાં બહુ રસ લેતો. સલાબતજંગ સીદી જૌહર શિવાજી ઉપર ચડાઈ કરવા આવે છે એ જ્યારે હેત્રી રેવિંગ્ટને જાણ્યું ત્યારે એણે પોતાને દારૂગોળે અને તોપો પૂરી પાડવાના સંદેશા શરૂ કર્યા હતા (ft. ૪. નિ). સીદી સૈહરને તો આ મદદની ખાસ જરૂર હતી. એણે હા પાડતાંની સાથે જ ૧૬૬૦ ના એપ્રિલ માસમાં હેત્રી રેવિંગ્ટન ૧ તોપ અને ૫૦ દારૂગોળા લઈને રાયપાટણ અને અસ્કરાને રસ્તે પનાળે ગયો. આ કોઠીવાળે અંગ્રેજ પોતાનો માલ ખપાવવા માટે સ. રસ્તમઝમાન અને શિવાજી સાથે પણ વેપારનો સંબંધ રાખતો હતો. પનાળાના ઘેરામાં રાજાપુરના અંગ્રેજ કઠીવાળાઓએ સીદી જૌહરને બનતી મદદ કરી હતી. આ વખતે શિવાજી મહારાજને બહુ જબરા, સાધન સંપન્ન, અક્કલવાન અને કસાયેલા જોહરની સામે લડવાનું હતું. આવા કટોકટીને પ્રસંગે સર સેનાપતિ નેતાજી પાલકર ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જાણવાનું દરેકને મન થાય એ સ્વાભાવિક છે. ૬. શાહપુરની લડાઈ–મુલ્લા મહમદનો પરાજય. સર સેનાપતિ નેતાજી પાલકર મહારાજના હુકમથી આદિલશાહી મુલકે જીતવાનું કામ ઝપાટાબંધ કરી રહ્યો હતો. સીદી બ્રહર પનાળે ગયો ત્યારે એ આદિલશાહી મુલકે કબજે કરવામાં રોકાયા હતા. શિવાજી મહારાજ પનાળાના કિલ્લામાં છે અને સીદી જૌહરે ત્યાં ઘેરે ઘાલ્યો છે એ વાત જ્યારે સતાજીએ સાંભળી ત્યારે ઘેરા ઉઠાવવા માટે શાં પગલાં લેવાં તેના ઉપર એણે વિચાર કરવા માંડયો. વિચાર કરતાં નેતાઓને માર્ગ જડી આવ્યો. દુશ્મનના મુલકમાં જઈ તેની રાજધાની ઉપર સખત મારા કરવામાં આવે તે રાજધાનીના બચાવ માટે ઘેરે ઉઠાવવાની સરદારને ફરજ પડે. પનાળાને ઘેરે . ઉઠાવવા માટે બિજાપુર ઉપર મારો ચલાવવાનું નક્કી કરી નેતાજી તાકીદે નીકળ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy