SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪થે ]. છે. શિવાજી ચરિત્ર ૨૫૯ (૧૪) સાંગાવ (૧૫) માયિલ (૧૬) પારગાંવ (૧૭) સાંગલી (૧૮) કાણુંદ (૧૯) કસુંદવાડ (૨૦) કાગલ (૨૧) હબાળ (રર) હનુવલ્લી (૨૩) હુણવાડ (૨૪) રાયબાગ (૨૫) કેરી (૨૬) કાંડગાંવ (૨૭) હળદી (૨૮) ધુણકા (૨૯) કીણિ (૩૦) અરગ (૩૧) તેલસંગ (૩૨) કેર (૩) અંબુપ (૩૪) કમળાપૂર અથણી (૩૫) તિકેટે (શિવમારત). - ઈ. સ. ૧૬૬૦ ના જાનેવારી ફેબ્રુઆરી માસમાં મહારાજ પોતે બિજાપુરનો મુલક લૂંટવા તથા કબજે કરવા ગદગ લમેશ્વર સુધી ગયા. આ વખતે મહારાજે આદિલશાહીને ઘણું મુલક જીતી લીધે, કિલ્લાઓ કબજે કર્યા, ગામે લંચ્યાં અને રાજ્યને કેટલેક મુલક તે ઉજ્જડ અને ખેદાનમેદાન કરી નાંખ્યો. મહારાજે આદિલશાહી મલકની દુર્દશા કરી નાંખી, જથ્થાબંધ વેપારીઓને મહારાજે લૂંટી લીધા. અને આદિલશાહી પ્રજા ત્રાસ ત્રાસ પામી. મુસલમાન ઇતિહાસકાર કાફીખાન કહે છે કે “ આ વખતે શિવાજીએ નવા કિલાઓ બાંધ્યા, બિજાપુર સરકારનો પ્રદેશ લૂંટ્યો, વેપારીઓને પણ લૂંટયા. આ બધું કર્યું પણ મસીદ, જીઓ અને કુરાન એ ત્રણે પ્રત્યે તો એણે પૂરેપુરું માન જાળવ્યું,” અફઝલખાનને વધ થયા, આદિલશાહી લશ્કર રહેતરે થઈ ગયું, ઘણે મુલક શિવાજીએ જીતી લીધે, રસ્તમઝમાનને મારી હરાવ્ય, કાજલખાન અને રસ્તમઝમાનના લશ્કરને કેલહાપુર આગળ સખત હાર શિવાજીએ ખવડાવી વગેરે વાતથી અલી આદિલશાહ હિંમત હારી ગયે. એને લાગ્યું કે હવે શિવાજી કેણ જાણે એના રાજ્યનું શું કરી નાંખશે. બિજાપુર દરબારના સરદારે માંહે માંહેના ઝગડા ભૂલી જઈ શિવાજીને શી રીતે દબાવો તેને વિચાર કરવા લાગ્યા. શિવાજી ઉપર ચડાઈ કરવા કેઈ સરદાર છાતી ઠોકીને આગળ આવતો ન હતો. હવે શિવાજીનો ઘાટ શી રીતે ઘડે, એને જમીનદેસ્ત કરવા માટે શાં પગલાં લેવા અને કોણે હવે એના ઉપર ચડાઈ કરવી વગેરે વિચારમાં બધા પડ્યો. અનેક કારણે બતાવી સરદારે પોતાને માથેથી જવાબદારી કાઢવા લાગ્યા. કેટલાક સરદારોએ સૂચના કરી કે બાદશાહ સલામતે પોતે શિવાજી ઉપર ચડાઈ કરવી, કેટલાકનું કહેવું હતું કે બાદશાહ સલામત જાતે શિવાજી ઉપર ચડાઈ લઈ જાય તો શિવાજીને બહુ મહત્વ આપવા જેવું થઈ પડે માટે બાદશાહે પોતે ચડાઈ ન કરવી. કેટલાકનું કહેવું એવું હતું કે બાદશાહ જાતે લશ્કર લઈને શિવાજી ઉપર ચડાઈ કરે તે બાંધી મૂઠી ખુલ્લી થઈ જાય અને બિજાપુર બાદશાહતમાં હવે દૈવત નથી રહ્યું એવી ઘણાની માન્યતા થઈ જાય. શિવાજી જેવા ઉછરતા બંડખરની સાન ઠેકાણે લાવવા માટે બાદશાહને જાતે જવું પડે એ તો બાદશાહતને લાંછન લગાડનારું થઈ પડે. એથી તે દરબારના સરદારની ઈજ્જતને ઝાંખપ લાગે. શિવાજી સામેની ચડાઈમાં બાદશાહ સલામત ફત્તેહ પામે છે તેમાં બાદશાહ સલામતની આબરૂમાં વધારે નથી થવાનો પણ જો ભેગોગે બાદશાહ સલામતને પાછા હઠવું પડે તે પછી ફજેતીને પાર દરબારના સરદારને મોટો ભાગ બાદશાહ સલામત પોતે લશ્કર લઈને શિવાજી ઉપર ચડાઈ કરે તેની વિરહ હતો. બાદશાહ સલામતને શિવાજી મહારાજ ઉપર ન મોકલવા એ નક્કી થયું પણ કયો સરદાર એના ઉપર ચડાઈ કરે એ નક્કી કરવું ભારે અઘરું થઈ પડયું, કારણ મહારાજ ઉપર ચડાઈ કરવાનું બીડું ઝડપવા કઈ પણ સરદાર હિમત કરતું ન હતું. આવા સંજોગોમાં શું કરવું એ ચિંતામાં બધા દરબારીઓ હતા. બિજાપુર સલ્તનત આ વિચારવમળમાં ગોથાં ખાઈ રહી હતી તેવામાં એક બનાવ બન્યો. તે બનાવે હવે શું કરવું તેને જવાબ આપી દીધો. સીદી જૌહર નામને એક હબસી સાર શિવાજી ઉપર ચડાઈ કરવા તૈયાર થયો. ૪. સીદી બ્રહર અને શાહિસ્તખાન. મલીક રચહાન નામના સરદારને ત્યાં સીદી નૈહર નામને એક હબસી નેકર હતું. પોતાના માલીના મરણ પછી તેનાં સંતાનને રઝળતાં કરી પોતે તેનું સર્વસ્વ પચાવી પો હતે. આ હબસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy