SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ * ] . શિવાજી ચત્રિ ૧૫૭ Ο કુાજલખાન, યાકુતખાન, અંકુશખાન, હસનખાન, મુસેખાન વગેરે રણમાંથી ભાગી આવેલા સરદારાએ પ્રતાપગઢના યુદ્ધની હકીકતથી દરબારના સરદારાને વાકેક કર્યો અને બાદશાહ સલામતને તેમણે જણાવ્યું કે શિવાજીએ આપણા સરદારને તેને પેાતાને ત્યાં લઈ જઈને વધુ કર્યાં છે, એના બદલા લીધેજ છૂટકા છે. સરદાર સાહેબ અફઝલખાન પોતાનું લશ્કર લઈને જે મુલાકાત મંડપમાં ગયા હૈાત તા આ બનાવ બનવા ન પામત. આ સાંભળી બિજાપુર સરકાર ખેાલ્યા, કેવળ સાહસિક વૃત્તિથીજ આવાં કામો નથી થતાં. માણુસમાં પરાક્રમ હેાય પણ જો પરાક્રમની સાથે ડહાપણુ, દી દૃષ્ટિ અને સાવચેતી વગેરે સદ્ગુણી ન હોય તે તે પુરુષ ધારેલું કામ પાર નથી પાડી શકતા. એકલી હિંમત, એલું શૌય' કે એકલુ' સાહસ ડહાપણને અભાવે કેટલીક ફેરા માઠું પરિણામ લાવે છે. આપણા વહાલા સરદારનું વેર તે આપણે લેવાનું જ છે. આખી આદિલશાહીના નાક ઉપર શિવાજીએ બ્રા કર્યાં છે તેની શિક્ષા તે તેને કરવાની જ છે. આદિલશાહી સિંહને છંછેડવામાં એણે સાર નથી કાઢવો એ આપણે ખતાવી આપવાનું છે. શિવાજી બહુ બહેકી ગયા છે. એના અને એના સરદારાના મગજની રાઈ આદિલશાહી સરદારે। ઉતાર્યાં સિવાય રહેવાના નથી. આ બાદશાહતના સરદારા આવા ચૂઆએથી કદી પણ ગભરાવાના નથી. આપણા શૂરવીર સરદારનું શિર કાપનાર શિવાજી અને એના સાથીઓ તથા મળતિયાઓનાં જડમૂળ ઉખેડી નાખવા તમે તૈયાર થઈ જાઓ. નજરખાજખાતા તરફથી ખબર મળે છે કે વિજયમથી જુલાઈ ને શિવાજી ખૂબ તાકાને ચડયો છે. એ લશ્કર લઈ ને વાઈ આવી પહોંચ્યા છે, ત્યાંથી એ પનાળાગઢ તરફ જશે એમ મને લાગ્યું હતું. ખાતરીની ખબરેથી હવે માલુમ પડવુ. છે કે શિવાજીએ આ બાદશાહતને ધણા મુલક જીતી લીધા છે અને પનાળાગઢ તથા ખીજા કિલ્લાએ અથાવી ખેડે છે. આ વખત હવે શાંત બેસી રહેવાને નથી. આ તા આદિલશાહીની આબરૂના સવાલ છે. મારા રાજ્યના શૂરા સરદારા ! તમારા બળમાં મને વિશ્વાસ છે. તમે સત્વર જઈ તે શત્રુને સંહાર કરા. શિવાજીના પરાજ્ય કરી દક્ષિણને દેખાડી દે કે આદિલશાહી સરદારાને છંછેડવા એ જીવનું જોખમ છે. ” સરદારાએ પછી પોતપોતાના અભિપ્રાય આપ્યા અને શિવાજી ઉપર બીજી ચડાઈ લઈ જવાનું નક્કી કરી એ ચાઈના સેનાપતિ તરીકે રુસ્તમઝમાનને નક્કી કરવામાં આવ્યા. અફ઼ઝલખાનના વર્ષો પછી પેાતાના ભાઈને મૂકીને રણમાંથી નાસી આવેલા અફઝલખાનના દીકરા ાજલખાન બાપનું વેર લેવા બહુ આતુર હતા. તેણે બાદશાહ પાસે તેને આ ચડાઈમાં મોકલવાની માગણી કરી. માટું લશ્કર લઈ બિજાપુરથી રુસ્તમઝમાનની મદદમાં જવા તેને પરવાનગી આપવામાં આવી અને દરખાર અરખાસ્ત થયેા. બાપનું વેર લેવા માટે ફાજલખાન માટું લશ્કર લઈ બિજાપુરથી મીરજ તરફ જવાને નીકળ્યો. રુસ્તમઝમાનની મદદે આવવા માટે ફ્રાજલખાન લશ્કર લઈને બિજાપુરથી નીકળી ગયા છે અને તે બનતી ત્વરાએ મીરજ તરફ આવી રહ્યો છે, એવા સમાચાર મહારાજને મળ્યા એટલે મહારાજે પણ આ બળવાન શત્રુને સામનેા કરવા માટે જરુરી સામગ્રી તૈયાર કરી. અમુક સરદારાને તેમના સૈન્ય સાથે હાજર થઈ જવા માટે મહારાજે હુકમા છે!ડવા અને તે મુજબ સરદારા તૈયાર થઈ ને આવી ગયા. રુસ્તમઝમાન તથા ફાજલખાન બંને ભેગા બળથી પનાળા તરફ ધસી આવે છે એ ખબર મહારાજને મળી એટલે મહારાજ પનાળા કિલ્લાના ખરાબર બંદેખસ્ત કરી પોતાના લશ્કર સાથે શત્રુને સામને કરવા પનાળેથી નીકળ્યા. બંને પક્ષની સેના કાલ્હાપુર આગળ ભેગી થઈ. * ઈ. સ. ૧૬૫૯ ની ૨૮ મી ડિસેમ્બર ને રાજ કાલ્હાપુર આગળ આદિલશાહી અને મરાઠા લશ્કર વચ્ચે ભારે લડાઈ થઈ (રાગ્યામિવેદ જાવ). સમરાંગણ ઉપર આદિલશાહી લશ્કરને ખરાખર વ્યવસ્થિત ગાઢવી સેનાપતિ રૂસ્તમઝમાને પેાતાના હાથ નીચેના સરદારાને સૂચનાઓ આપી. “ સેનાપતિ રુસ્તમઝમાન લશ્કરના મધ્ય ભાગનું રક્ષણ કરશે. સરદાર ફાજલખાને લશ્કરની ડામી ખગલનું રક્ષણ કરવું, મલીક તિખારખાન અને સાદતશાહે જમણી બાજુનું રક્ષણ કરવું. ફત્તેખાન અને મુલ્યા હયાતખાનને 88 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy