SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું દારે અને બીજાઓ આતુર હતા. શુભ સમાચારની બાદશાહ, રાજમાતા, તથા બીજા સરદારે ચાતક માફક રાહ જોઈ રહ્યા હતા. છતના સમાચાર સાંભળવા તલસી રહેલા કાન, રાહ જોઈ કંટાળી ગયા, પણ શુભ સમાચાર ન આવ્યા. અફઝલખાનના શિરચ્છેદના અને આદિલશાહી લશ્કરના ફનાફાતિયા થયાના સમાચાર આદિલશાહને ચોથે દિવસે મળ્યા. બાદશાહે ખાસ રોકેલા જાસૂસ ખેપિયામાંથી એક મોકાણના સમાચાર લઈને આવ્યા. અલી આદિલશાહ પોતે તખ્ત ઉપર બેઠા હતા, રાજમાતા એઝલ પડદામાં બિરાજ્યાં હતાં, બીજા સરદાર અને વિશ્વાસુ માણસો બેઠા હતા, ત્યાં આ ખાસ જાસૂસ આવી માથું નીચું નમાવીને ઊભે. જાસૂસનું પ્લાન મુખ જોઈ કેટલાક સરદારએ તે માઠા સમાચારની કલ્પના કરી લીધી. જાસૂસે ડૂસકાં ખાતાં, રડતે અવાજે કહ્યું “સરદાર અફઝલખાનને પરાજય થયે છે. સરદારને ગારદ કરી તેમનું શિર કાપીને શિવાજી લઈ ગયો. આપણું લશ્કરની ભારે કતલ થઈ છે. આપણી છાવણીઓ તદ્દન લૂંટાઈ ગઈ છે. લશ્કર રફેફે થઈ ગયું છે. ઘણુ ઘાયલ થયા છે, ઘણા કતલ થયા છે, ઘણુ કેદ પકડાયા છે અને બાકીના જીવ બચાવી નાઠા છે. ” આ અશુભ સમાચાર સાંભળીને સર્વેને વીજળીને આંચકો લાગ્યો હોય એમ થયું. અલી આદિલશાહ આંખમાં આંસુ સાથે તરત તખ્ત ઉપરથી ઊઠી ખાનગી મહેલમાં ગયા અને ત્યાં પલંગ ઉપર પડી પિતાના પ્યારા સરદાર માટે વિલાપ કરવા લાગ્યા. રાજમાતા બેગમ સાહેબાએ પણ ભારે શેક કર્યો. “ અલ્લા અલા, ખુદા ખદા” શબ્દો ઉચ્ચારી પલંગ ઉપર પડીને પેટ ભરીને રડી. બેગમ સાહેબાએ ત્રણ દિવસ સુધી અન્ન પાણીને ત્યાગ કર્યો. આખા શહેરમાં ગમગીની ફેલાઈ રહી અને હવે શિવાજી આવીને બિજાપુર લુંટશે એ બીક રૈયતમાં પેઠી. રૈયત ભયભીત બની ગઈ હતી. યુદ્ધનીતિમાં નિપુણ અને સમર કળામાં કુશળ સેનાપતિએ વિજય મળ્યા પછી વિજયનો અમલ સૈનિકમાંથી ઊતરી જાય તે પહેલાં, મુશ્કેલી નડે એમ ન હોય તે, વિજય પામેલા લશ્કરને આગળ કચ કરાવી, મહત્વની ફત્તેહ મેળવી લેવા ભૂલતા નથી. ખરી કટોકટી અને નોખની લડાઈઓમાં વિજય પામેલું લશ્કર વિજયના મદ અને જુસ્સાને લીધે બેવડું બળ પામે છે. યશસ્વી નિવડેલા લશ્કરના સૈનિકોને આરામ આપતાં પહેલાં કસાયેલા સેનાપતિઓ તેમની પાસેથી થોડે ભાગે મેટાં અને અતિ અઘરાં કામો સહેલાઈથી લઈ શકે છે. વિજયમદ સેનિકોમાં અનેરું બળ પેદા કરે છે. કુદરતી રીતે પેદા થયેલા એ બળને લાભ, સંજોગે ઝીણવટથી તપાસીને લેવામાં આવે તે સાધારણ સંજોગોમાં કઠણ મનાતાં કામને સહેલાઈથી ઉકેલ આવી શકે. આવી તકને લાભ અનુભવી સેનાપતિઓ અવશ્ય લે છે. શિવાજી મહારાજે જોયું કે પ્રતાપગઢમાં મળેલી છતને લીધે મરાઠા લશ્કરમાં ભારે ઉત્સાહ અને અજબ બળ પેદા થયાં છે. એ વધારાનું બળ અને ઉત્સાહ થોડી મુદત પછી શમી જવાનાં છે એટલે એમણે એ બળ અને ઉત્સાહનો પૂરેપુરે લાભ લેવાને વિચાર કર્યો. પ્રતાપગઢના યુદ્ધની તૈયારીમાં અને યુદ્ધમાં મહારાજ અને તેમના મિત્રને અવિશ્રાંત શ્રમ પડ્યો હતો છતાં પણ મહારાજે કમરબંધીના હુકમ કાયમ જ રાખ્યા હતા. પ્રતાપગઢના યુદ્ધ પછી મહારાજે પોતાના વહાલા સૈનિકને આરામ ન આપો. પોતાના વહાલા સેનાપતિઓને આરામ ન આવે, પોતાના વહાલા મિત્રોને આરામ ન આપે, એટલું જ નહિ પણ પોતે, જરૂર હોવા છતાં, આરામ ન લીધે. વિજય પામેલા લશ્કરના બળથી કૃષ્ણ નદીની ખીણનાં આદિલશાહી ગામે જીતી લેવાને વિચાર કર્યો. વિજયથી જુસ્સામાં આવી ગયેલા લશ્કરનો જો ફેગટ નહિ જવા દેવાનો નિશ્ચય કરી મહારાજ પ્રતાપગઢથી નીકળી વાઈ ગયા. આ વખતે સર સેનાપતિ નેતાજી પાલકર નાસતા દુશ્મનની પૂઠે પડ્યો હતો, તેને પાછો બેલા. સેનાપતિ સાથે કાર્યક્રમ નક્કી કરી લશ્કરની એક ટુકડી ચંદન અને વંદનના કિલ્લાઓને ઘેરે ઘાલવા મેકલી. એ ગાળાના આદિલશાહી મુલક માટેનું બાદશાહી થાણું આ કિલ્લામાં રહેતું. એ ગાળા મુલક સહેલાઈથી લઈ શકાય તે માટે ચંદન અને વંદન કિલ્લાઓ પહેલાં જ સર કરી લેવાનું મહારાજે દુરસ્ત ધાર્યું. પ્રતાપગઢના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy