SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૩ જું ખંડોઝ પડે શિવાજીના સરદારને હાથ લાગ્યો. તેને મહારાજ સામે ખડો કરવામાં આવ્યો. શિવાજી જે સ્વરાજ્ય સ્થાપવાનું કામ કરી રહ્યા હતા તેની વિરુદ્ધ મુસલમાનોને ખડોજી ખોપડે જેવા મરાઠા મદદ કરે એથી મહારાજ બહુ નારાજ થયા હતા. ખંડોછ ખેપડેએ ખાનને મદદ કરવામાં ધર્મદ્રોહ અને દેશદ્રોહ કર્યો છે એમ મહારાજને લાગ્યું. મહારાજ આ ગુના માટે કડક શિક્ષા કરશે એની ખડોજીને ખાતરી હતી, તેથી એણે શિવાજી મહારાજ તરફથી ખાનની સામે કેસરિયાં કરી લડનાર પોતાના જમાઈ હેબતરાવ સીલીમકર મારફત મહારાજ પાસે દયાની માગણી કરી. એના હરીફ કાનજી જેધે મારફતે પણ મહારાજ તરફ વગ ચલાવવા પ્રયત્નો કર્યા. જે મહારાજે દુશ્મનના સિપાહીઓના મડદાં દફનાવ્યાં, દુશ્મન ખાનનું ધડ પણ એના મળ્યા મુજબ દફનાવ્યું, જે મહારાજે ખાનના છોકરાઓ જે યુદ્ધના કેદી તરીકે હતા છતાં પણ તેમને માન આપી બિજાપુર પહોંચતા કર્યા, જે મહારાજે દુશ્મનના જે જે સરદારો હાથ લાગ્યા તેમને બધાને માન સાથે ખર્ચખૂટણને બદૈબસ્ત કરી બિજાપુર પહોંચાડવા, તે મહારાજ ખડોજી ખોપડે પ્રત્યે તે સખત જ રહ્યા. હૈબતરાવ સીલીમકર અને કાનજી જેધે એ બે મહારાજના માનીતા માણસ હતા. કઠણ વખતે પોતાના વૈભવ અને સર્વસ્વ ઉપર મહારાજના શબ્દની ખાતર લાત મારવા તૈયાર થનાર આ વિશ્વાસુ અને વજનદાર સરદારો હતા. એમણે મહારાજને ખડોજીના સંબંધમાં વિનંતિ કરી. ખંડોજીના ઉપર દયા કરવા મહારાજને વિનવ્યા. સીલીમકર અને કાનજી મહારાજને વહાલા હતા પણ મહારાજને તે હિંદુધર્મ અને હિંદુસ્થાન દેશ એથીયે વધુ વહાલે હતો. ન્યાય, નિયમ અને શિસ્તની બાબતમાં મહારાજ બહુ સખત અને કડક હતા. ગમે તે વગવસીલે લાવે તે પણ ધર્મદ્રોહી તથા દેશદ્રોહીને જતો કરવામાં, દેશદ્રોહ અને ધર્મદ્રોહના પાતકને ઉત્તેજન આપવા જેવું મહારાજને લાગતું, તેથી આ બાબતમાં પોતાના માનીતા માણસનું પણ શિવાજી મહારાજે માન્યું નહિ અને ખંડો પડે જે ધર્મદ્રોહી અને દેશદ્રોહી હતી તેને શિક્ષા કરી. હિંદુધર્મ અને સ્વરાજ્ય માટે લડતા દ્ધાઓની સામે ખડોજીએ જે હાથે તલવાર પકડી હતી તે હાથ મહારાજે તેડી નંખાવ્યો અને જે પગથીએ આ પાપ કરવા એ ચાલીને આવ્યો તે પગ કાપી નંખાવ્યા. એવી રીતે મહારાજે મુસલમાન દુશ્મને પ્રત્યે દયા દાખવી, પણ દેશ અને ધર્મના દ્રોહીને તે દેહાંતદંડની સજા કરી. ૫ ખાનના શબની અંત્યેષ્ટિ ક્રિયા અને ખાનનું સ્મારક ઘવાયેલા અફઝલખાનનું માથું સંભાજી કેવજીએ કાપ્યું હતું. સંભાજીનું આ કૃત્ય મહારાજને ગમ્યું ન હતું. ખાનનું ધડ પડયું હતું તેને બીજે દિવસે ખાનના માન અને ટેભા મુજબ વિધિ કરી મહારાજે દફનાવડાવ્યું. ખાનનું માથું મહારાજ ગઢ ઉપર લઈ ગયા હતા, તેને પ્રતાપગઢ ઉ૫ર શ્રી. ભવાનીના મંદિર સામે અગ્નિ ખૂણા તરફના બુરમાં બહુ સમારંભથી દટાવ્યું. એ બુરજને “અઝલ બુરજ” નામ આપવામાં આવ્યું. પિતાના દુશ્મન પ્રત્યે પણ આટલું બધું માન રાખવું એ મહાપુરુષે જ કરી શકે. પિતાનું ખૂન કરવા માટે જેણે ઘા કર્યો તે અફઝલખાનને હૃદયુદ્ધમાં પૂરે કર્યા પછી વિધિપૂર્વક તેની આખર વિધિ કરાવીને મહારાજ અટક્યા નથી પણ તેના માથાને દફનાવ્યું તે સ્થળ ઉપર કબર ચણાવડાવી અને તે કબરની મરામત વગેરે માટે પણ વાર્ષિક આવકની ગોઠવણ કરી દીધી. હડહડતા કટ્ટા દુશમન પ્રત્યે આવું ઉદાર વર્તન બતાવનાર રાજાએ દુનિયાના ઇતિહાસમાં જવલ્લે જ જડી આવશે, ૬. ખાનનું ખડગ અને જીત પછીનું જાહેરનામું. મુલાકાત મંડપમાં શિવાજીને ભેટવાને બહાને ખાને મહારાજને બાથ ભીડી. મહારાજની મૂડી. ડાબી બગલમાં દાબી દીધા પછી શિવાજીના વાધનખ કવાથી અને બિવાના ઘાથી ખાને શિવાજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy