SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જ ] છે. શિવાજી ચરિત્ર ૨૪૯ વખત આવ્યે લડાઈ કરવી પડે તેા તેમ કરવાની બધી જરુરી સૂચનાઓ મહારાજે પોતાના અમલદારાને આપી દીધી હતી. આવી સૂચનાઓ આપતી વખતે જ જણાવ્યું હતું કે દુશ્મનનાં જે માણસા હથિયાર નાખી દઈ શરણે આવે તેમને જીવતદાન આપી યુદ્ધના કેદી તરીકે જે કરવા. મહારાજતા આ હુકમ સર સેનાપતિ મેરેાપત પિંગળે અને ખીજા અમલદારાએ ખરાખર પાર્થે હતા અને તેથી જ દુશ્મન લશ્કરનું મરણુ પ્રમાણુ ઓછું માલમ પડયું છે. જે જે શરણે આવ્યા તેમને મરણના માંમાંથી બચાવવામાં આવ્યા. નીચે ઊતરી મહારાજે પેાતાનાં ધવાયેલાં માણસાને જોયાં, જાતે તેમની સાથે વાતચીત કરી, તેમની દવાદારૂ તથા મલમપટ્ટા માટે શી ગોઠવણુ કરી છે અને એમની માવજત કેવી થઈ રહી છે તે જોયું. જેટલા ત્યાં પડ્યા હતા તે બધાને મહારાજે હાથ ફેરવતાં ફેરવતાં હિંમત આપી, એમની પ્રશંસા કરી, એમના કામની કદર કરી અને ખાળખચ્ચાંના ભરણપોષણુ માટે નિશ્ચિત રહેવા કહ્યું. પોતાના રાજા–માલીક તેના લશ્કરના અમલદારે અને સિપાહીએ માટે આટલી બધી કાળજી અને દરકાર રાખે છે તે જાણી ઘવાયેલાઓનાં હૃદયમાં મહારાજ માટે પ્રીતિ અને માન ઉત્પન્ન થયાં. મહારાજના આવા માયાળુ વતનથી સનિકાને સતાષ થયા. પૂર્વનાં પુણ્યક'નાં ફળ તરીકે આવા સાચા સ્વામીના ખેાળામાં પ્રભુએ અમને સોંપ્યા છે એવું મહારાજના સિપાહી અને અમલદારા મગરૂરીથી કહેતા. ગઢ ઉપર રહી પેાતાનાં માણસ મેાકલી આ બાબત મહારાજ વ્યવસ્થા કરાવી શકત, ' પરંતુ તેમ ન કરતાં મહારાજ પેાતે ગયા તેનું કારણુ મહારાજ જાણતા હતા કે માલિકની હાજરીથી લડવૈયાઓમાં જે સંતેાષ પેદા થાય છે તે ફક્ત ઉત્તમ વ્યવસ્થાથી પેદા થતા નથી. આ માન્યતા સાવસાચી છે અને તે મુજબ મહારાજ વર્યાં. નાની નાની ખાખતામાં દીદ્રષ્ટિ વાપર્યાંથી માણસ બીજા ઉપર બહુ ભારે અસર કરી શકે છે. આમ કરવાથી એવેા માણસ પોતા માટે બહુ અનુકૂળ અને સુંદર વાતાવરણ ખડું કરી શકે છે. આવી નાની ખાખતાની અસરનાં પરિણામ કેટલીક વખતે બહુ મીઠાં અને મેાાં આવે છે. આ યુદ્ધમાં પે!તાના સરદારા, સેનાપતિ, લશ્કરી અમલદારા અને સાધારણ સિપાહીએ કેટલા મરાયા તેની યાદી મહારાજે તાકીદે તૈયાર કરાવી અને જે શૂરા સિપાહીએ વીરગતિને પામ્યા હતા તેમના કુટુંબને દિલાસાપÀા મેાકલાવ્યા. દિલાસાપત્રમાં કેવળ દિલગીરી દર્શાવી આંસુ લૂછવાના ડાળ કરવામાં આવ્યા ન હતા પરંતુ મરનાર માટે ક્લિગીરી દર્શાવી તેના વાલીવારસને ઈનામ, ખાસ હક્કો વગેરેનાં વચના આપી સિપાહીએની બહાદુરીની કદર કરી હતી. કેટલાકના કુટુંબને ભરેણપાષણનાં વચના આપ્યાં હતાં તે પણ મહારાજે તરતજ અમલમાં મૂકી દીધાં. મરનારાઓમાં જેમને ાકરાએ હતા તેમને નાકરીમાં નોંધી લેવામાં આવ્યા. જેમને સંતાનેા ન હતાં પરંતુ સ્ત્રી, માતા અગર તેમની કમાઈ ઉપર જીવનાર ખીજાં જે હાય તેમની નિરાધાર સ્થિતિને વિચાર કરી તેવાંના ભરણપોષણ માટે વિધવા ીટી ” બાંધી આપી. પોતાના ધવાયેલા લશ્કરીને અને જેમણે લડાઈમાં બહુ બાહેાશી અને હિંમત બતાવી હતી તેમને તેમના શોર્ટીંની અને પરાક્રમની કદર કરી ચાગ્ય ઈનામ આપ્યાં. જખમી થયેલાઓને તેમના જખમેાના પ્રમાણમાં ૫૦ હાનથી ૨૦૦ હાન સુધી “ માંદગી વેતન ” આપ્યાં. મોટા મોટા સરદાર અને જેમણે જખરાં પરાક્રમ કર્યા હતાં તેમને તેમની સેવાના પ્રમાણમાં હાથી, ધેડા, સેાનાનાં કડાં, સેાનાના હાર, શિરપેચ, અને હીરા માણેકના અલંકાર આપ્યા. એનાથી પણ વધારે શૌય અને હિંમતનાં પરાક્રમા કરનારને જાગીર અને ગામ આપવામાં આવ્યાં. લૂંટમાં મેળવેલા દ્રવ્યના પ્રમાણમાં શિવાજી મહારાજે સ્નેહી, સરદાર, સિપાહી વગેરેને ઈનામા અને અક્ષિશા આપવામાં બહુ ધન ખર્યું. દાનધમ અને ખેરાત પણ ખૂબ કરી. શિવાજીના વકીલ પતાજીપ’તને પાષાક, ધાડા, અલંકાર અને ડીવરેગામ બક્ષિશમાં આપ્યાં. ખાનના વકીલ કૃષ્ણાજીપતને એક ગામ · ઈનામ આપ્યું, એ વાઈના કુલકરણી હતા તેથી વાઈ પરગણામાં પણ કેટલાક હકો તેમને આપવામાં આવ્યા. 82 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy