SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જ છતાં, અનુભવી અને કસાયેલા સમરકુશળ સરદારા ખાનની વાઈની છાવણીમાં હતા. ઉમરાવ અંબરખાન, ઉમરાવ હસનખાન, સરદાર પાંઢરે, સરદાર એ'દરે, સરદાર ધરપડે, સરદાર જગતાપ, સરદાર કાંટે, સરદાર ભાંસલે, સરદાર ઈંગળે વગેરે સરદારા પોતાના લશ્કર સાથે વાઈમાં હતા. ખાનની છાવણીમાં હિંદુ હતા છતાં પણુ એ છાવણી તા ખાનની જ હતી, મુસલમાનની જ હતી. એ છાવણીમાં મુસલમાની મતનું આધિપત્ય હતું. ગુરુવારની રાતને મુસલમાને જુમેરાત ગણે છે અને તે રાત્રિ ઘણા મુસલમાના ધાર્મિક ભજનમાં ગાળે છે. વાઈની છાવણીમાં પણ તે દિવસે ધણા માણસો ધાર્મિક ભજન અને એશઆરામમાં પડ્યા હતા. “ આજે પેલા ડુંગરના ઉંદર ( શિવાજી )તે ખાનસાહેબે પકડયો હશે ” એ વિચારથી ખાનના લશ્કરમાં ધણા સરદારો અને ઉમરાવા આનંદ ભાગવતા હતા. મહારાષ્ટ્રને ડુંગરી ઉદર આજે બિજાપુરના બિલાડાના હાથમાં આવી ગયેા હશે એ વિચારથી આનંદ લૂંટતા ખાનના વાઈના ઉમરાવે, સરદારે અને સિપાહીઓને સ્વપ્ને પણુ કલ્પના ન હતી કે “ શર્ટ પ્રતિ શાઠ્યમ્ ” એ સિદ્ધાંતને કૃતિમાં ઉતારી, સહ્યાદ્રિના સિંહે બિજાપુરના બિલાડાને ક્યારનેાએ માલીકના દરબારમાં મેાકલી દીધા હતા. પ્રતાપગઢના મુલાકાત મંડપની હકીકત તથા જુદી જુદી લડાઈ એની હકીકત એક મથકથી ખીજે મથક ન જાય તે માટે કરેલી તજવીજ પ્રતાપગઢની જીતનાં અનેક કારણા પૈકી મેટું અને મુખ્ય કારણ છે. વાઈના રણુકદનમાં તા આ તજવીજને લીધે જ નેતાજીને જીત મળી એમ કહી શકાય. ખાનનું લશ્કર કૃષ્ણા નદી નજીક વાષ્ઠની દક્ષિણે પડાવ નાખીને પડયુ હતું. લશ્કરનાં માણસો એશઆરામ અને ગાનતાનમાં ગુલતાન હતાં. કેટલાક રોટલાપાણીની તજવીજમાં હતા, તે કેટલાક મિજલસ જમાવીને બેઠા હતા. કેટલાક અફઝલખાનની કાર્તિનાં વખાણું ગાતા હતા તેા કેટલાક પોતે કરેલી બહાદુરીની ફ્રિસિયારી મારી રહ્યા હતા. આખી છાવણીમાં આમ ચાલી રહ્યું હતું. “ શિવાજી તા નરમ પડી ગયા, ” ખાનના દમામથી જ ડરી ગયા, ” એવી વાતા કરીને ઠેકઠેકાણે લશ્કરી આનંદ CE કરતા હતા. અક્ઝલખાનના લશ્કરના લોકેા વાઈની છાવણીમાં આવી રીતે અમનચમન ઉડાવતા હતા, તેવામાં ગગન ભેદી નાખે એવા “ હર હર મહાદેવ ”ના અવાજો લશ્કરી માણસાને કાને પડયા. આ અવાજ સાંભળીને સિપાહીએ સજ્જ થઈ જાય તે પહેલાં તા મરાઠાઓએ છાવણી ઉપર બહુ જુસ્સાથી હલ્લે કર્યા. નેતાજી પાલકરનાં માણુસાએ ખાનની છાવણીમાં ભારે કતલ ચલાવી. દુશ્મનદળમાં મહારાજનું લશ્કર ભેળસેળ થઈ ગયું એટલે ખાનના તેાપખાનાના ઝાઝો ઉપયોગ ખાનના સરદારા કરી શક્યા નહિ. ખાનના વાઈના સેનાપતિએ અવ્યવસ્થિત થઇ ગયેલા લશ્કરને વ્યવસ્થિત કરી હલ્લ્લા પાછા વાળવાના ખૂબ પ્રત્યન કર્યાં, પણ તે બધા ફોગટનાં ફ્રાંકાં નીવડચા. ખાનનું લશ્કર આખું એકત્રિત થઈ ને વ્યવસ્થિત ન થઈ શકયું, પણ શ્રેણી ટુકડીઓએ સજ્જ થઈ હલ્લા પાઠે હઠાવવા માટે પ્રયત્ને કરવા માંડયા. જોતજોતામાં ખાનના લશ્કરના ધસારા મરાઠાઓને ભારે થઈ પડયો, ત્યાં નેતાજીએ પોતાના લશ્કરને શૂર ચડાવ્યું અને પોતે જિંદગીની દરકાર રાખ્યા સિવાય દુશ્મનદળમાં તૂટી પડ્યો. પોતાના સરદારને દુશ્મનદળમાં ઘૂમતા જોઈ મરાઠાઓને શૂર ચડયુ અને મરાઠા મરણિયા થઈ ને ખાનનાં માણસેાની કતલ કરવા મંડી પડ્યા. નેતાજી અને તેના હાથ નીચેના સરદારે। પોતાના લશ્કરને શૂર ચડાવી રહ્યા હતા. “ હર હર મહાદેવ ”ની અમે વારંવાર સંભળાવા લાગી. અલ્લાહુ અકબર ને! અવાજ ધીમા પડ્યો. શત્રુદળમાં ભગાણ પડયું, લેાહીની નીકા વહેવા લાગી. બ્રાયલ માણસા અને મડદાંઓના ઢગલા થયા. આખરે ખાનના સરદારે। હિંમત હાર્યો. ઉમરાવે ગભરાયા અને લશ્કરનાં માણુસાએ જાન બચાવવા નાસવા માંડયું. શત્રુના સિપાહીઓને નાસવા માટે ફક્ત તારા તરફના જ રસ્તા ખુલ્લા હતા એટલે એ બાજુએથી ધણા નાસી છૂટ્યા હશે. આવી રીતે ખાનનું ભારે લશ્કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy