SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ છે. શિવાજી ચરિત્ર " ,, [ પ્રકરણ ૨ તું શ્રી ભવાની અને ગુરુરામદાસ સ્વામીનું સ્મરણુ કર્યું. પછી પેાતાના ડાબા પજામાં વાઘનખ ગાઠવ્યા હતા ( તે પજો ખાનની જમણી બાજુએ હતા ) તે ત્યાંથી કાઢી લઈ, એ પંજા વડે ખાનના પેટને જમણી બાજુથી ચીર્યું. ખાતે તા એકલા ઝભ્ભોજ પહેર્યા હતા એટલે પેટ ફાટર્યુ અને અંદરનાં આંતરડાં બહાર આવ્યાં. એટલામાં બહુજ ચપળતાથી મહારાજે પેાતાની પાસેના ખિવા બહાર કાઢો અને પાતાના જમણા હાથથી ખાનની ડાખી કૂખમાં ધા કર્યાં. આવી રીતે એ ધા કૂખમાં કર્યાં એટલે ખાનની ડાબી બગલની ચૂડ ઢીલી પડી. ખાનની ચૂડ ઢીલી પડેલી લાગી કે તરતજ મહારાજે જોરથી એક આંચકા મારી પોતાની ડેાક ખાનની બગલમાંથી છેડવી લીધી. મુલાકાતને માટે એક ચેતા કરવામાં આવ્યેા હતા તેની ઉપર આ બનાવ બન્યા હતા. ખાનની અગલમાંથી ડાક છેડવી મહારાજ ચેતરાની નીચે કૂદી પડ્યા. અફઝલખાન રૈપેજી સરદાર ન હતા. એ અસામાન્ય યેહો હતા. પેટનાં આંતરડાં બહાર નીકળી પડ્યાં હતાં, છતાં આ વીર ખીલકુલ ગભરાયા નહિ. શિવાજી મહારાજ ચેતરા નીચે કૂદી પડ્યા એટલે ખાને પોતાના પેટની બહાર નીકળી પડેલાં આંતરડાં પેાતાને હાથે પાછાં પેટમાં ધાણ્યાં અને તેના ઉપર પોતાની કમરનું શેલું બાંધ્યું. ખાને ડાભે હાથ એ બ્રા ઉપર રાખી, જમા હાથમાં તલવાર લીધી અને અવ મારી સવાર તેવો” એમ ખેાલી શિવાજી ઉપર ધા કર્યાં. મહારાજે માથા ઉપર મંદીલની અંદર લેખડી ટીપી પહેરી હતી, એટલે મહારાજના બચાવ થયા. પછી મહારાજે જવા મહાલા પાસેની પેાતાની તલવાર અને પટા લઈ લીધાં. ખાને “દગા, દગા, દાડા, દાડા એવી બૂમો પાડી. પછી મહારાજે કહ્યું “ તુમ તો વરે સૌર વટાળ, અવ મારી મવાની શિવાની થી ફેલો” એમ ખેલી તલવારના ધા ખાનના ડાબા ખભા ઉપર જોરથી કર્યાં જે પેટ સુધી ઉતર્યાં. આમ ખાન શિવાજી મહારાજને હાથે ખતમ થયા. ખાનની ખૂમા સાંભળી સૈયદબંદા તથા ગોવિંદપ’ત દિવાન દોડી આવ્યા. સયદબંદાએ મહારાજ ઉપર તલવારને ધા કર્યાં. પણ સયદબંદાને દોડી આવેલા જોઈ, તાનાજી માલુસરે પણુ દોડી આવ્યા અને સૈયદબદાના ધા તલવાર ઉપર ઝીલી લીધે. સૈયદખદા અને તાનાજી માલુસરેની વચ્ચે & યુદ્ધ ચાલ્યું અને તાનાજીએ આ તલવાર બહાદુર સૈયદબંદાને માલીકને ત્યાં માકલી દીધા. ખાનના બીજા અમલદારો મહારાજ ઉપર તૂટી પડ્યા. પણ જીવા મહાલાએ પેાતાનું ખરું હીર આ વખતે બતાવ્યું. મહારાજ ઉપરના હુમલા જીવાએ પેાતાની ઉપર લીધા અને ખાનના યાદ્દાઓને પૂરા કર્યાં. શભાજી કવજીએ પણ ખરું શૌય બતાવ્યું. દિવાન ગાવિંદ પતે મહારાજ ઉપર અરે! હલેા કર્યાં. મહારાજે કહ્યું “તું પ્રાવણ છે માટે આગળ આવતા નહિ ” પણ ગોવિંદપુતે ન માન્યું અને મહારાજ ઉપર બ્રા કરવા દોડી ગયેલું. તાનાજી માલુસરે અને જીવા મહાલાએ એના ઉપર મારા ચલાવી એને ધાયલ કર્યાં. શિવાજી મહારાજે કહ્યું “ એ બ્રાહ્મણ છે. એણે ખરી સિપાહીગીરી બતાવી છે, એણે પેાતાના માલીકની ચાકરી કરી છે, એને પૂરા ન કરો. ” મુલાકાત મંડપમાં ૬ યુદ્ધો ચાલી રહ્યાં છે એ દરમિયાન પાલખીવાળા ભાઈ પાલખી લઈને અંદર પેઠા અને પાલખીમાં ખાનનું મડદું નાખી પાલખી લઈ જતા હતા, ત્યાં શંભાજી કવજી પાછળ દોડ્યા અને ભાઈના પગ ઉપર વા કરી પાલખી નીચે પાડી. પછી શુંભાજી વજીએ મહારાજને પૂછ્યા વગર પાલખીમાંના ખાનનું માથુ’ કાપી લીધું. આવી રીતે ખાનના બધાં માણસે માર્યા ગયાં અને શિવાજી મહારાજે અફઝલખાનના દગામાંથી પેાતાની જાતને બચાવી, ચપળતા વાપરી ખાનના પુરા કર્યાં અને હિંદુત્વ રક્ષણ માટે હિંદુ રાજ્ય સ્થાપવાની ચેાજના મજબૂત કરી. શિવાજી મહારાજને પ્રભુએ બચાવ કર્યાં. આ બધા બનાવ ૧૦ થી ૧૨ મીનીટમાં જ પૂરા થયા. મુલાકાત મંડપની બાજુમાં રણશિંગ વગાડનારા તૈયાર રાખ્યા હતા, તેમને રશિંગ વગાડવાના મહારાજે હુકમ કર્યાં. શિગવાળાએ શિંગ ફુક્યું અને લડાઈ શરુ કરવાની ઈશારત થઈ. આ વખત સાંજના ચાર અને પાંચ વાગ્યાની વચ્ચેતા હતા. (પ્રતાપગઢ યુદ્ધ પા. ૧૮૫ શ્રી. વિિિવજ્ઞય પા. ૧૭૦, શ્રી ભાવે મૃત બાજવાનાવા વર્ષે પા. ૭૫ ). રણશિંગાને અવાજ સાંભળતાંની સાથે જ ગઢ ઉપરથી તાપાના અવાજે થયા. આ તાપના અવાજો એ દૂર દૂર લશ્કર સાથે * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy