SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું મહારાજના વિશ્વાસને પાત્ર ઠરીશ. હું હિંદુત્વની આ તકે શી સેવા કરી શકે એમ છું તેની મને હજુ સમજણ નથી પડી. મહારાજે કહ્યું પણ હજુ હું એ ભેદ નથી પામ્યા. મહારાજ, કૃપા કરી મને ખુલાસો કરીને કહે કે “મારા હાથમાં હિંદુત્વ રક્ષણની ચાવીઓ આવી” એ વાક્યને અર્થશે ?” શિવાજી મહારાજ-“કૃષ્ણાજીપંત ! મેં જે કહ્યું તે સાવ સાચું છે. તમારા હાથમાં જ હિંદુઓના ઉદ્ધારની દોરીઓ દેવે મુકી છે. અમે મુસલમાન સત્તાને દેર તેડવાનો નિશ્ચય કરીને બેઠા છીએ અને અમે તમારા જેવા ચુસ્ત હિંદુની મદદ માગીએ છીએ. હવે ગોળ ગોળ વાત કરી, તમને આડકતરી રીતે હું નથી કહેતે, પણ ખુલે ખુલ્લું જણાવી દઉં છું કે જો તમે ખાનનો શેઈરાદો છે તે સાચે સાચું કહી દેશે તે હિંદુત્વ રક્ષણનું પુણ્ય પામશે. તમે ઈશ્વરને માથે રાખીને ખાનની ખાનગી ગોઠવણ અમને જણાવશે તે અણીને વખતે હિંદુ ધર્મ ઉપરનું ભારે સંકટ ટાળ્યાનું પુણ્ય તમે પામશે. ઘણી ગાયો બચાવ્યાને યશ તમને મળશે. ઘણા બ્રાહ્મણને જીવતદાન આપ્યા જેવું થશે. કૃષ્ણજયંત ! તમે હિંદ, અમે હિંદ, આપણે એક જ ધર્મ અને એ આપણા ધર્મને બચાવવા જ્યારે અમે શિર સાટે લડવા મેદાને પડ્યા છીએ, ત્યારે તમે સાચે સાચી વાત કહીને આ પવિત્ર કાર્યમાં, આ ધર્મકૃત્યમાં, ગૌબ્રાહ્મણોની કતલ અટકાવવાના કામમાં મંદિરોની રક્ષા કરવાના કામમાં મદદ કરવા તૈયાર નહિ થાઓ? કષ્ણાજી૫તજરા વિચાર કરે. આજે ધર્મ ઉપર આફત છે અને તે આફત તમે ટાળી શકે એમ છે. આજે હિંદુત્વ ભારે ભયમાં છે અને તે ભય તમે ભાગી શકે એમ છે. પંત ! યવનોના ત્રાસથી અને તેમના હાથમાંના છરાથી થરથર કાંપતી ગૌમાતાની દયામણ મૂર્તિ તમારી નજર સામે ઊભી કરે. શું તેને છોડાવવી, એ તમારે ધર્મ નથી? આ મુસલમાની સત્તાના મદ ઉતાર્યા સિવાય, ગૌરક્ષણ થવાનું નથી. હિંદુત્વ નિર્ભય થવાનું નથી. તમારા તિલક, માળા અને જનાઈ તમારી સામે ઊભાં રહી તમને વનવી રહ્યાં છે, તેની તમને અસર નથી થતી ? કૃષ્ણજીપંત ! વિચાર શાને કરો છે? ચિંતાગ્રસ્ત કેમ દેખાઓ છો? મૌન કેમ પકડયું છે? તમારા ખાન શું કરવા માગે છે તે જણાવે. તમને ગૂંચ શેની પડી છે? શું તમને હિંદુ સ્ત્રીઓનાં શિયળ વહાલાં નથી ? શું તમે મંદિરે તેડી તેની જગ્યાએ મસીદે જોવા માગે છે? પંત ! બેલ, ખાનને શે ઈરાદો છે? એમનો જે મનસૂબે હોય તે સાચેસાચે અમને જણાવી દે. વિશ્વાસઘાત કરી, મને પકડવાનો અને પછી મારે નાશ કરવાને ખાનને ઈરાદો છે, એ વાત શું સાચી નથી? એના વચનમાં મારે વિશ્વાસ મૂકવે ?” શિવાજી મહારાજે ગંભીર મુદ્રાથી કૃષ્ણાજીપત તરફ જોયું. કૃષ્ણજીવંત પોતાના દુપટ્ટાથી મેં ઉપર પરસે લૂછવા લાગ્યા. એમણે શિવાજી મહારાજ તરફ જોયું અને તરત જ નીચે જોઈને મૂગા રહ્યા. પત બહુ ઉંડા વિચારમાં પડ્યા હતા. ધારેલી અસર થતી જઈ મહારાજે આગળ ચલાવ્યું -“જે જે સંકટ આવે તેની સામે થઈને પણ સ્વરાજ્ય સ્થાપવાની અમોએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે અને તે માટે ભગીરથ પ્રયત્ન ચાલી રહ્યા છે. ઈશ્વર અમને અનુકૂળ છે. અમને યશ મળશે એની અમને ખાતરી છે. અમારે ભારે કસોટીની ભઠ્ઠીમાંથી પસાર થવું પડશે, એ પણ અમે જાણીએ છીએ અને તે માટે અમારી પૂરેપુરી તૈયારી છે. અમારાં કામ તરફ જાણીતા અને મોટા મોટા હિંદુઓની સહાનુભૂતિ છે, એટલું જ નહિ પણ જ્યારે જરૂર પડે, ત્યારે અમને મદદ ૫ણું મળે છે. મહાત્માઓ અને સાધુસંતના અમને આશીર્વાદ છે. અમને તે યશની આશા છે. આવી રીતે સંજોગો અનુકુળ હોવાનું અમે માનીએ છીએ, તે આવે વખતે તમારા જેવા ચુસ્ત હિંદુ મુસલમાનોના પક્ષને મદદ કરે એ ઠીક નહિ. તમારી કાર્યવૃત્તિ અમને નાહિંમત બનાવે છે. અમે ક્ષત્રિય છીએ અને ગોબ્રાહ્મણ અને ધર્મરક્ષણનું કામ અમે હાથ ધર્યું છે અને ભારે માં ભારે જોખમે અમે તે પાર ઉતારી રહ્યા છીએ, તે તમે તે બ્રાહ્મણ છે, તમારી ફરજ તે અમને અમારા કામમાં મદદ કરવાની છે, એટલે અમને હિંદુત્વરક્ષણના કાર્યમાં મદદ કરવા હું તમને વિનંતિ કરું છું” (શ્રી. કે. મેડકકૃત પ્રતાપ હવે યુદ્ધ ૧૬૧.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy