SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું માન છે અને જ્યારે એમને મારા ઉપર આટલો બધો પ્રેમ છે, ત્યારે મને એમના ઉપર પુરેપુર વિશ્વાસ કેમ ન હોય ? શિવાજી મહારાજ બહુ ચતુર અને પ્રસંગ પ્રમાણે ઇચ્છા મુજબ મેંના હાવભાવ બદલી શકતા હતા. મહારાજે અફઝલખાનના વકીલ સાથે બહુ મીઠાશથી વાત કરી. મહારાજની વાત સાંભળી લીધા પછી કૃષ્ણા ભાસ્કર બોલ્યા. “ખાન સાહેબને મહારાજ માટે મનમાં બહુ જ પ્રેમ છે. બાદશાહ સલામત પાસે પોતાનું વજન વાપરી તેઓ મહારાજને જીતેલે મુલક આપી દેવાનું બાદશાહ સલામત પાસે કબૂલ કરાવશે. મહારાજના લાભનું કરવા ખાન સાહેબ તૈયાર છે. મહારાજ જરાપણ ચિંતા ન રાખવી.” આ સાંભળી શિવાજી મહારાજ બોલી ઊઠયા -“ઓહજ્યારે તમે આટલી બધી ખાત્રી આપે છે તે પછી મારે બીજું શું કહેવાનું હોય ! મારી પ્રત્યે આવી લાગણી અને પ્રેમ રાખનારને મળવા આવવા તૈયાર છું. પણ ખાન સાહેબને મળવા માટે ઠેઠ વાઈ જવાની મારી હિંમત નથી ચાલતી, ઈચછા છે, પણ ઠેઠ આવવાની હિંમત નથી. ખાન સાહેબને હું તો વડિલ ગણી માન આપું છું અને એમને મળવા હું જાવળી આવવા તૈયાર છું. જે ખાન સાહેબ જાવળી આવવા કૃપા કરીને કબૂલ કરે તે એમના સત્કારની સર્વે પ્રકારની ખાન સાહેબના દરજજાને શોભે એવી રીતની તૈયારી કરીશ. ” ઉપર પ્રમાણેની વાતચીત થયા પછી કૃષ્ણાજીપતને એમને આપેલા મુકામે પહોંચાડવામાં આવ્યા. કૃષ્ણજીપતની મહારાજે બહુ સુંદર બરદાસ કરી હતી. રાત્રે વાળ કરી, પરવાર્યા અને ખાનગીમાં ગુપ્ત વાત કરી. શિવાજી મહારાજ બહુ પ્રભાવશાળી પુરુષ હતા. સામા માણસ ઉપર મહારાજ પિતાનું વજન પાડી શકતા. શિવાજી મહારાજે કહ્યું “કૃષ્ણાજીપત ! તમે હિંદુ છે, તમે બ્રાહ્મણ છે, તમે દેશકાળ અને ધર્મની સ્થિતિ જાણે છે, તેથી જ આજે તમારી સાથે કેટલીક દિલસફાઈની વાતે ખાનગીમાં કરવાને મારો વિચાર છે. આજે આપણા દેશમાં, હિંદુસ્થાનમાં જ હિંદુઓની કેવી દુર્દશા થઈ રહી છે, તેનો ખ્યાલ કયા હિંદના અંતઃકરણને દુખી નહિ કરે ? મુસલમાનોએ હિંદુધર્મની, હિંદુ દેવમંદિરની હિંદુ સ્ત્રીઓ વગેરેની કેવી દુર્દશા કરી નાંખી છે તે તમે જાણે છે. ધમધ મુસલમાની રાજસત્તાએ હિંદુઓની કેવી અને કેટલી ખાનાખરાબી કરી છે, તે મારે તમને કહેવાનું ન હોય. હિંદુલને નાશ કરવા મુસલમાની સત્તા વિધવિધ પ્રકારે ભિન્નભિન્ન દિશાથી પ્રયત્નો કરી રહી છે. હિંદુત્વને જડમૂળથી ઊખેડી નાંખવા માટે મુસલમાન સત્તાધારીઓ આજે ઠેકઠેકાણે જુલમ અને ત્રાસ વર્તાવી રહ્યા છે. હિંદુત્વને નાશ મુસલમાનો જોરજુલમથી હિંદુસ્થાનમાં કરવા મથે, અને હિંદુઓ તે મૂંગે મેઢે સહન કરી લે તે પછી હિંદુધર્મની શી દશા થશે તેની કલ્પના તમે ઘડીવાર કરો. કૃષ્ણજીપત! અમે આ બાબત ઉપર ખૂબ વિચાર કર્યો છે અને આખરે અમે તે એ નિર્ણય ઉપર આવ્યા છીએ કે હિંદુત્વના રક્ષણને માટે હિંદુ રાજ્ય સ્થાપવું અને હિંદુઓની દશા સુધારી એમનામાં હિંદુત્વની જાતિ પ્રગટાવવી તથા હિંદુધર્મના રક્ષણ માટે હિંદુઓ મરવા તૈયાર થાય એ જુસ્સે એમનામાં આવ્યું. મુસલમાની ધર્મ સામે અમને વિરોધ નથી. અમે તો મુસલમાનના જુલમની સામે છીએ. અમારા પ્રયત્ન હિંદુત્વને હયાતીમાં રાખવાના છે. મુસલમાને જીવે તેનું અમને કંઈ નથી. અમારે જીવવું છે. મુસલમાની ધર્મ સામે અમને તિરસ્કાર નથી. ધર્મધ મુસલમાનોના જુલમોને અમે ધીક્કારીએ છીએ. હિંદુત્વના રક્ષણ માટે જુલમી બની ગયેલી મુસલમાની સત્તા તેડવાનો અમોએ નિશ્ચય કર્યો છે અને તે કરવા માટે આ અમારા જાન જોખમમાં નાખીને બેઠા છીએ. જાનમાલને ભોગે પણ અમે હિંદુત્વનું રક્ષણ કરીશું અને હિંદુઓમાં આત્મમાન સતેજ કરવા માટે અમે અમારી જાત વખત આવે હેમી પણ દઈશું. કૃણાજીપંત ! તમે સમજુ છો. તમને સમજાવવાનું ન હેય. અમે આ દુખ વેઠીએ છીએ તે હિંદુધર્મને માટે, હિંદુત્વ ટકાવી રાખવા માટે, હિંદુ સ્ત્રીઓના શિયળનું રક્ષણ કરવા માટે. કૃષ્ણજીપંત ! તમે મુત્સદ્દી છે. હાલમાં સત્તા ભોગવતી મુસલમાની રાજ્યસત્તાના રંગઢંગથી તમે વાકેફ છે. મુસલમાની અમલમાં હિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy