SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ કું મહારાષ્ટ્રના મરદ માણસા આતુરતાથી રાહ જોઈ બેઠા છે એની મને ખબર છે. મહારાષ્ટ્રવીરાની તલવારા યવનખૂનની પ્યાસી થઈ છે અને તે મ્યાનમાંથી ઊછળી રહી છે તેથી હું અજાણ્યા નથી. રસંગ્રામની રાહ જાઈ દુશ્મન ઉપર ધસારા કરવાના વિચારમાં નિગગ્ન થયેલા મારા પ્યારા યેદ્દા ! હું તમારાં હૃદયને જોઈ શક્યા છું, તમારા વીરત્વથી વાકેકુ છું. હિંમતબહાદુરા ! તમારી હિંમતની કિંમત હું બરાબર આંકી શકું છું. હિંદુત્વના દુશ્મનને હણુવા તમે મારા હુકમની રાહ જોઈ રહ્યા છે, એ હું ક્યાં નથી જાણતા ? શત્રુને સંહાર કરી તેને મારી હઠાવવાને બધાને વિચાર થઈ ગયેા છે એની મને ખાતરી છે. તમે બધા તૈયાર છે, હું તૈયાર છું, આપણને આ ધર્મકૃત્યમાં યશ આપવા શ્રી ભવાની તૈયાર છે. દુશ્મનને હઠાવી કાઢવાના આપણા નિશ્ચય તા થયા છે, પણ તેમ કરવા માટે જેતે જે કંઈ સુચનાઓ કરવી હોય તે કરા,” ભેગા મળેલા સર્વે જવાબદાર માણસાએ માંહેામાંહે વાતા કરી, સલાહ મસલત ચલાવી, શિવાજી સમક્ષ નિવેદન રજુ કર્યું કેઃ અમેતા સિપાહીએ છીએ. મહારાજ બતાવશે તે કામ શિરસાટે કરવા અમેા તૈયાર છીએ. આપ સરકારના હુકમ માથે ચડાવી જમ સાથે જુદ્ધ ખેલવા પણુ અમે તૈયાર છીએ. આપને શબ્દ ઝીલી લઈ યમ સામે થઈશું તો આ અફઝલખાનના શા ભાર છે ? મહારાષ્ટ્રની જ઼ાર્તિને ઝાંખપ લાગે એવાં કામે અમારે હાથે કદાપિ થવાનાં નથી. આપની કૃપાથી, હુકમ મળે દુશ્મનને હરાવીશું, હડાવીશું. આપ જરા પણ ચિંતા ન રાખે. આપની ઈચ્છા ડાય તે। અફઝલખાનની સાથે સમરાંગણમાં રંગપાંચમી ખેલીએ. આપની મરજી હેાય તે અફઝલખાન અને પડાણા સામે મેદાને પડી ખડેખાંડે યુદ્ધ કરીએ. આપ બતાવો તે કામ જીવને જોખમે કરી શત્રુને કૂંજે પહોંચાડીએ, આપ કિલ્લા ઉપર નિશ્ચિંત રહેા. અમને રસ્તા બતાવે, હુકમ કરે. આપ બતાવશે તે રસ્તે અમે જઈશું અને આપ કહેશા તે કરીશું. શ્રી ભવાનીની કૃપા છે એટલે દુશ્મનને પરાભવ કરી હિંદુત્વના રક્ષણની યેાનામાં આપણે ફત્તેહ મેળવીશું. ઈશ્વર આપનું રક્ષણ જરુર કરશે. આપ સહીસલામત હશે તે હિંદુત્વનું રક્ષણ જરુર થશે. હિંદુ ધર્મના આપ તારણહાર છે. અમે મરવા તૈયાર છીએ. આપ સુખેથી ગઢ ઉપર રહેા. આપને જિંદગી જોખમમાં નાખવાની જરા પણુ જરુર નથી. મહારાજ! સા મરે તે વાંધા નથી પણ હજારેના પાલન કરનાર સલામત રહેવો જોઈ એ. આજે હિંદુએ માટે આંધળાંની લાકડી અને નિરાધારને આધાર આપ એકલા જ છે. મુસલમાનોના જુલમેના તાકાની મહાસાગરમાં નિરાધાર હિંદુનૌકા ડામાડાળ દેખાય છે, ડૂબું ડૂબુ' થઈ રહી છે. સંકટના સમુદ્રમાંથી હિંદુ નૌકાને તારનાર આપ જેવા એક જ સુકાની પ્રભુએ અમને આપ્યા છે. આપ સહીસલામત હશે। તે હરપ્રયત્ને યુક્તિપ્રયુક્તિથી ધારેલી યેાજના પાર પાડી હિંદુધર્મની ધજાપતાકા પાછી ફરકાવશે. આપ માર્ગ સૂચવા, અમેા યુદ્ધમાં ઝંપલાવવા અમારા લશ્કર સાથે તૈયાર છીએ.” પેાતાના પ્યારા સાથીના શબ્દો સાંભળીને શિવાજીમાં ઊભા થયેલા આશાના અંકુરા ઝળકી ઊંચા. પોતાના સરદારેને દુશ્મન સામે ઝૂઝવા આતુર થયેલા જોઈ શિવાજીને અતિ આનંદ થયે। અને શિવાજી માલ્યાઃ–“ હિંદુ રાજ્યના આધારસ્થંભ યાદ્ઘાએ! ! તમારી નસેનસના હું ભોમિયા છું. તમારા જેવા હિંદુત્વ માટે મરી ફીટનારા હજારે। મરણિયા મારા હાથમાં છે તે ઉત્સાહભ'ગ થવાનું મને કારણ જ નથી. તમે બધાએ તમારા જીવ અતે જીવન મારા હાથમાં મૂક્યાં છે, એનું ખરાખર મને ભાન છે અને તેથી જ મારી જવાબદારી વધી છે. આ સંજોગે માં અને આવે પ્રસંગે મારે મારી જિંદગી જોખમમાં નાખે જ છૂટકો છે. જ્યાં હિંદુત્વની હયાતીના પ્રશ્ન છે ત્યાં મારી કે તમારી જિંદગીના શે સવાલ છે? જીવતા રહીને પણ જો હિંદુત્વને છલ થતા મૂગે માંઢે ટગર ટગર જોવાના હોય તે એ જીવતરમાં ધૂળ પડી ! ડગલે ડગલે અને પગલે પગલે હિંદુઓનાં અપમાન સહન કરવા માટે જીવવું તેના કરતાં હિંદુત્વ માટે મરવું એ સુખ દેનારું છે. મેં તા મારી જિંદગી અને જીવન હિંદુત્વને અર્પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy