SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ૯ ]. છે. શિવાજી ચરિત્ર ૨૦૭ વિરુદ્ધ ઊભા કરવાનું કામ ઘણુએ આજસુધી કર્યું છે અને તેનાં માઠાં પરિણામ હિંદુઓની નજર સામે હેવા છતાં એ જ યુક્તિમાં હિંદુ કોમના વિરોધીઓ હજુ પણ સહેલાઈથી ફાવી જાય છે. વિરોધીઓને અફઝલખાને સાથે રાખ્યા હતા જ. તેષ અને અંગત વેરની જવાળાથી ભડકે બળી રહેલા હિંદુઓ પિતાનું વેર વસુલ કરવા માટે કેમ, ધર્મ કે દેશનું નિકંદન એમના કૃત્યથી થતું હોય તે પણ એ કૃત્ય કરવા કદી પણ પાછી પાની નથી કરતા. વેરને અગ્નિ હૈયામાં બળતે દાબી રાખી વખત આવ્યે વેર વસુલ કરવા અંધ અને અધીરા બનીને કૂદી પડવું એ તે હિંદુઓની ખાસ ખાસિયત છે. શિવાજીને પકડી આપવાનું કામ પણ એક હિંદુએ જ માથે લીધું. હીરાની દેશમુખી માટે દેશમુખ કાન્હાજી ધેને ખંડજી પડે નામને હરીફ હતો. કાન્હાજી જેધને દેશમુખી મળી તેથી ખંડળ બળી રહ્યો હતો. ગમે તે પ્રયત્ન કાન્હાજીને દેશમુખીમાંથી ખસેડવાને પડે પ્રયત્ન કરી રહ્યો હતો. ખંડેએ વિચાર કર્યો કે દક્ષિણના આ પરિવર્તનના યુગમાં બની શકે તે પિતાનું કામ પણ કાઢી લેવું. ખડાજીએ આ તકનો લાભ લેવાનો નિશ્ચય કર્યો અને વાઈ મુકામે આવી એ અફઝલખાનને મળ્યો. અફઝલખાનને તે “જોઈતું હતું તે વૈદે કહ્યું” એવું બન્યું. કાન્હાજી જ શિવાજીના મળતિયા હતા અને ખંડોજી એને દુશ્મન એટલે અફઝલખાનને તે પણ પાસે વીછી મરાવવાની તક મળી. અફઝલખાને બહુ ખુશીથી ખોપડેની મુલાકાત લીધી અને એને અનેક પ્રકારની લાલચે બતાવી પિતાને મળતિય કર્યો (મરાઠી રિત પાનું ૨૪૫). અફઝલખાને બતાવેલી લાલચોથી લલચાઈ ખંડળ ખોપડેએ મુસલમાનોનો પક્ષ લીધો. અફઝલખાન કંઈ કાચ ન હતા. મોઢાના તડાકા અને વાત ઉપર બળ બાંધે એવો ભોટ ન હતો. એણે તે ખંડજી ખોપડે પાસે લેખિત બંધણી માગી. આખરે ખડાજી પડે એ લેખી બંધણી કરી આપી કે “જે મને રોહીડખોરાની દેશમુખી આપવાનું વચન આપતા હે તે મારે તમને શિવાજીને પકડી આપો” (રાજવાડે ખંડ. ૧૫ લેખ ૩૦૨. શિવ દિગ્વિજય ૧૬૫). કઈ પણ રાજ્ય જાસુસખાતાની ચપળતા સિવાય સુંદર કારભાર અને નિષ્પક્ષપાત ન્યાય ન કરી શકે. જાસુસખાતું એ પ્રજાની ખરી સ્થિતિ જાણવાનું મોટામાં મોટું સાધન છે. જાસુસખાતા મારફતે રાજા પ્રજાના મનની ઊંડી લાગણી જાણી શકે છે. જાસુસખાતા મારફતે પ્રજાને કણ પીડે છે, કેણ રંજાડે છે, કેણ સતાવે છે તે રાજા જાણી શકે છે. જાસુમખાતું એ રાજતંત્રને ટકાવી રાખનાર ખાતાએમાંનું એક ખાતું છે. સારા અને પ્રજાની પીડા જાણી તેમનાં દુખ દૂર કરનારા દયાળુ રાજાઓના રાજ્યમાં જાસુસખાતાથી પ્રજાને લાભ થાય છે અને જ્યાં પ્રજાને પીલવાનું અને ધૂતવાનું સત્ર ચાલતું હાય, પ્રજાને પીડવામાં જ રાજાનો હાથ હોય, પ્રજાને દુખી કરી રાજાને મહાલવું હોય, પ્રજા પિડાતી હોય તેવે વખતે રાજાને તાગડધિન્ના કરવા હોય અને પ્રજાના મડદા ઉપર રાજાને મહેલ બાંધી મહાલવું હોય તે રાજ્યમાં જાસુસખાતું એ પ્રજાને પીડનારું ખાતું નીવડે છે. જાસુસખાતાને ઉપયોગ પ્રજાની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે અને તે જ ખાતાનો ઉપયોગ રાજ્યના કે દેશના દુશ્મનોના કાવત્રાં શત્રઓની હિલચાલ વિરોધીઓની છૂપી બાબતે જાણવા માટે પણ કરવામાં આવે છે. જાસુસખાતાની ચપળતાથી ઘણાં રાજ્યો ઉપરનાં સંકટ ટળ્યાં છે અને જાસુસખાતાની બેદરકારી અને એદીપણાથી ઘણાં રાજે ભેંયભેગાં પણ થયાં છે. રાજ્યવહીવટમાં જાસુસખાતું એ બહુ અગત્યનું ખાતું છે અને તે ખાતું કેટલીક વખતે અણીને પ્રસંગે તારણહારનો ભાગ ભજવે છે. શિવાજીનું જાસુસખાતું બહુ બાહોશ, ચપળ, ચાલાક, અને હોશિયાર હતું. શિવાજીની છતેના અનેક કારણોમાં એના જાસુસખાતાનું કાબેલિથતપણું, તે ખાતાની કુનેહ, ચપળતા, તેની ચાલાકી અને તેની સાહસિકવૃત્તિ એ પણ કારણ હતું. એના જાસુસખાતાના માણસો એને માટે પ્રાણ પાથરવા તૈયાર હતા એ અનેક વખતે જાસૂસાએ કરેલા સાહસ ઉપરથી સાબીત થઈ ચૂક્યું છે. શિવાજી મહારાજ હિંદુ રાજ્ય સ્થાપવા માગે છે અને તે હિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy