SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું] છે. શિવાજી ચરિત્ર ૨૦૫ આ ચડાઈ વખતે અમલમાં આંધળો બની ગયો હતો. એણે ઈજ્જતદારની ઈજ્જત તરફ નજર ન કરી અને આબરૂદારની આબરૂ લીધી. મલવડીના બજાજી નિ બાળકરને અફઝલખાને ગર્વમાં છકી જઈને ધમકાવ્ય. બજાજી નિબાળકર એ કંઈ સાધારણ માણસ ન હતો. એ કપ્રિય અને આબરૂદાર ગૃહસ્થ હતું. આ ચડાઈમાં અફઝલખાનને હાથે એવાં ઘણાં ક થયાં. જેને પરિણામે લેકે ખાન ઉપર ખૂબ ખિજવાઈ ગયા. એને સત્તાનો મદ ચડ્યો હતો. એનાં કૃત્યોથી સાબીત થાય છે કે એ ગર્વથી છકી ગયે હતો. ગર્વ એ માણસની પડતીની નિશાની છે. અમલને આધીન થયેલા અધિકારીઓ ગર્વથી દૂર રહેવાને પ્રયત્ન નથી કરતા. તે ગર્વને ભોગ થયા સિવાય રહેતા નથી. દેવમંદિર ઉપરના હુમલાઓ પવિત્ર ધાર્મિક ધામો ઉપરના છાપા, મૂર્તિખંડન અને ગૌવધનાં કૃત્યોથી અફઝલખાનની આ ચડાઈ એ ધાર્મિક રૂપ લીધું ( “મારી થિાપત " પાનું ૨૪૩). હિંદુ ધર્મનું આવી રીતે અપમાન કરનાર, દેવમંદિરોમાં ગાયની કતલ કરી તેનું લોહી છાંટનાર અને હિંદુ ધર્મને નાબૂદ કરવાના હેતુથી અત્યાચાર કરનાર તરફ સાચો અને સંગીન ગુસ્સો ચડે એટલું ખમીર તે વખતના હિંદુઓમાં હતું. અફઝલખાનના અવિચારી અત્યાચારથી તે મુલકના હિંદુઓને લાગ્યું કે હર પ્રયત્ન શિવાજીને હાથે ખાનને ખુરદો કરાવે જ છૂટકો છે. અફઝલખાનના અત્યાચારથી દક્ષિણના હિંદુઓને લાગ્યું કે જે શિવાજીને વિજય ન મળે અને શિવાજીને હાથે ખાનને ગર્વ ખતમ ન થાય તે દક્ષિણમાં સઘળો હિંદુ સમાજ જોખમમાં આવી પડશે. હિંદુઓ પિતાની હયાતી માટે, હિંદુ ધર્મના રક્ષણ માટે, હિંદુત્વને ટકાવી રાખવા માટે શિવાજી જય અંતઃકરણથી ઈચ્છતા હતા અને આ વખતે શિવાજીને યથાશક્તિ મદદ કરવા તેઓ તૈયાર પણ થયા. દક્ષિણની જનતાનાં દિલ બહુ દુભાયાં હતાં અને બંને પક્ષના લેકે સામ સામા ચિડાઈ ગયા હતા અને એક બીજાથી ખિનયા પણ હતા. બંને પક્ષની આબરુ અને જાહોજલાલી આ પ્રસંગના પરિણામ ઉપર અવલંબીને રહેલી છે એમ સમજીને બંને પક્ષ સંગ્રામ માટે સજ્જ થયા હતા. આ સંગ્રામના પરિણામનું મહત્ત્વ શિવાજી અને તેના સાથીદારો બરાબર સમજી ગયા હતા અને એ સમજીને જ એમણે આ વખતે ખાનને સામને કરવા માટે ભારે અને પૂરેપુરી તૈયારી કરી હતી (મા યિાહત પાનું ૨૪૩ ). અફઝલખાનને પિતાના અને પોતાના લશ્કરના બળ ઉપર ભારે ભરોસો હતો. પોતાની શક્તિ ઉપર એને હદ કરતાં વધારે વિશ્વાસ હતો. શિવાજીને કેદ પકડવામાં એ પૂરેપુરો કરતમંદ નીવડશે એને માટે એને જરા પણ શંકા ન હતી. આત્મબળમાં સંપૂર્ણ વિશ્વાસ અને છતની અટલ શ્રદ્ધા હોવાથી ખાને રસ્તો ખોળી કાઢયો. શિવાજીને પકડી પાંજરામાં પૂરીને બિજાપુર લઈ જવાન ખાને નિશ્ચય કર્યો. વાઈમાં ખાનને મુકામ રહ્યો તે દરમ્યાન તેમણે શિવાજીને પકડ્યા પછી બિજાપુર લઈ જવા માટે એક પાંજરું તૈયાર કરાવ્યું (History of the Maratha People Page 168). સિંહને જોતાં પહેલાં તેના બળની વિચિત્ર કલ્પના કરી તેને પૂરવા માટે પાંજરું તૈયાર કરાવી રાખવાની કાર્યદક્ષતા, દીર્ધદષ્ટિ અને દુરદેશીપણું માટે અફઝલખાનનાં તે વખાણ જ કરવાં પડે. અફઝલખાન વાઈમાં શિવાજીને પકડવા માટેની વ્યુહ રચના રચી રહ્યો હતે. મસલત ર્યા પછી અફઝલખાને નક્કી કર્યું કે શિવાજીને વાઈ મુકામે મળવા બોલાવીને, મળવા આવે ત્યારે પકડી લેવો અથવા પૂરી કરે. ગમે તે ઉપાયે લાલચ બતાવીને પણ ઝાડીમાં રહીને બળવાન બની બેઠેલા સિંહને ઝાડીમાંથી બહાર કાઢવે અને બહાર કાઢયા પછી તેને સહેલાઈથી શિકાર કરવો એવો અફઝલખાને નિશ્ચય કર્યો. ચારે તરફનો વિચાર કર્યા પછી અને પોતાના વિશ્વાસ સાથીઓની સલાહ લીધા પછી અફઝલખાનને ખાત્રી થઈ કે શિવાજી જેવા શક્તિમાન રાજાને ઝાડી અને કિલ્લાઓમાંથી બહાર મેદાને કાઢી પછી એના ઉપર હાથ નાંખે એ વધારે સહેલું થઈ પડશે. ખાને શિવાજીને શિકાર જેમ બને તેમ સહેલાઈથી થઈ શકે તે માટે ઘટતી તજવીજ કરવા માંડી, સંગ્રામ કરવો જરનો જાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy