SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું રામચંદ્ર મહેતા કત “શિવાજી” પાનું ૮૬ ). માવળાના માનીતા શિવાજીને સજા કરવા માટે અફઝલખાને પિતાની તૈયારી કરવામાં બાકી રાખી ન હતી. ખાન ઘણી લડાઈ લડ્યો પણ આવી તૈયારી એણે કોઈની સામે કરી ન હતી. હયદળ, પાયદળ, ગજદળ વગેરે અનેક દળો અફઝલખાનની આ ચડાઈમાં મોજૂદ હતાં. આ ચડાઈનું મહત્ત્વ બહુ જબરું છે એવું બિજાપુર સરકાર પણ માનતી હતી. આ વખતની હાર છતમાં જ બિજાપુર બાદશાહતનું ભવિષ્ય લટકી રહ્યું હતું. આ ચડાઇના પરિણામ ઉપર બિજાપુર રાજ્યનું બળ, આબાદાની અને ચડતી આધાર રાખે છે એમ સમજીને જ બિજાપુરના બાદશાહે અફઝલખાનને જોઈએ તેટલી સામગ્રી અને સરસામાન આપ્યાં હતાં. અફઝલખાનની સવારીમાં લઈ જવા માટે આ વખતે ઘણું હાથી, સંખ્યાબંધ ઊંટ, તપ, પુષ્કળ દારૂગોળો, બંદુકે, જાતજાતનાં હથિયારે, ખરચ માટે સેના નાણું, રૂપા નાણું વગેરે બાદશાહે આપ્યું હતું. અફઝલખાન સેનાપતિ હતા. આ સવારીમાં એમની સરદારી નીચે બાદશાહતના નામીચા સમરકુશળ સરદારોને બાદશાહે મુકયા હતા. અફઝલખાને આ ચઢાઈમાં પિતાની સાથે ૧ અબરખાન ૨ યાકુતખાન ૩ મૂખાન ૪ હસનખાન ૫ રણદુલ્લાખાન ૬ અંકુશખાન ૭ બર્બરખાન ૮ હિલાલખાન વગેરે નામાંક્તિ લશ્કરી અમલદારોને લીધા હતા. આ ઉપરાંત નીચેના મરાઠા સરદાર પણ શિવાજીનો નાશ કરવા માટે નીકળેલી અફઝલખાનની સવારીમાં સામેલ હતા. ૧. સરદાર ઘેર પડે ૨. સ. પાંઢરે ૩. સ. ખરટે ૪. સ. યાદવ ૫. સ. અંબાજી ભોંસલે ૬. સ. ઘાટગે છે. સ. કટ (પરમાનંદ કૃત-થી શિવમારત પાનું ૧૭૨ ). બળવાન દુશ્મન સામે ચડાઈ લઈ જતી વખતે યુદ્ધકળામાં કુશળ એવો મુત્સદ્દી ઝીણવટ અને દીર્ધદષ્ટિથી જેવી અને જેટલી તૈયારી કરે, તેવી અને તેટલી તૈયારી અફઝલખાને આ વખતે કરી હતી. કૂચ કરતાં પહેલાં અફઝલખાને પિતાના લશ્કરની કવાયત લઈને લશ્કરની પરીક્ષા કરી હતી. દારૂગોળો, હથિયાર વગેરે સઘળો સરંજામ અફઝલખાને જાતે તપાસ્યા હતા. ૧૬૫૯ ના સપ્ટેમ્બર માસમાં બિજાપુરથી કૂચ કરવાનું અફઝલખાને નક્કી કર્યું. બિજાપુર સરકારના આસરે ૪૦ કિલ્લાઓ શિવાજીએ સર કર્યા હતા (મેડક કૃત “બિજાપુરને ઈતિહાસ”). એ ઉપરાંત કેટલાક મુલક પણ જીત્યા હતા. અફઝલખાનની તૈયારીઓ જોઈને “બદમાસ કાફર હવે સીધે દેર થઈ જશે” એવું બિજાપુરના બાદશાહ, સરદારો અને ઘણુ મુસલમાનોને લાગ્યું. આ ઉછરતા અને ઉછળતા કાફરના નાશના મીઠા વિચાર અને આનંદી સ્વનામાં બિજાપુરના ઘણાં મુસલમાન મશગુલ બની ગયા હતા. બેગમ બારી સાહેબા બહુ ચતુર અને બહુ દીર્ધદષ્ટિ વાળાં હતાં. કલ્પનાશક્તિથી ઘેડા દેડાવી, આનંદથી સંતોષ માની લે, એવાં એ ન હતાં. એમણે તે સ્થિતિ અને સંજોગોનો બહુ ઝીણવટથી વિચાર કર્યો. શિવાજીના સૈન્ય બળની એમણે ખરી ખબર કઢાવી. ખરી ખબર મળ્યા પછી દુશ્મનની શક્તિને એમણે વિચાર કર્યો. જે મુલક ઉપર ચડાઈ કરવાની હતી, ત્યાંના લોકોનાં વલણની પણ ખબર કઢાવી. દુશ્મન પિતાની પ્રજામાં અને સૈન્યમાં કેટલે લોકપ્રિય છે, તે વાતને વિચારી બેગમ સાહેબે ભવિષ્ય તપાસ્યું. શિવાજીની યુક્તિઓ, બળ અને દળને વિચાર કરી, વર્તવાનું બેગમ સાહેબાએ અફઝલખાનને સૂચવ્યું. અફઝલખાન જબરી હિંમતવાળો સરદાર હેવાથી કઠણ પ્રસંગે પણ એ નાહિંમત થતે નહિ. અફઝલખાન તૈયાર થયો. કૂચને દિવસે બિજાપુરમાં આનંદ અને ઉત્સાહ રેલાઈ રહ્યાં હતાં. અફઝલખાનનાં પરાક્રમની વાતો ને તેના બળનાં વખાણ ઠેકઠેકાણે થઈ રહ્યાં હતાં. કુચ પહેલાં લશ્કરની કવાયત લેવા અફઝલખાન નીકળ્યો અને પિતાના લશ્કરને જેતે હતા એટલામાં બિજાપુર દરબારને નામી ગજ ફત્તેહલશ્કર મરણ પામ્ય (અફઝલખાનને પિવડે ). અફઝલખાન વીર હતા. તે આવા અપશુકનને ગાંઠે એવો નબળા મનને ન હતે. અફઝલખાન પિતાના ધર્મગુરુને મળવા ગયે. અફઝલખાન ( જે ઘન તો દે છે પગ પર ના માં પૂરેપુરો માનનારા હતા. અપશુકનોની જરા પણ દરકાર રાખ્યા સિવાય અફઝલખાન રાજમાતે બેગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy