SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર જન્નર જીતીને ત્યાંથી અઢળક ધન લીધા પછી શિવાજી જુન્નરની આજુબાજુના ગાળાના મુલમાં થડે કાળ ફર્યા અને પછી મુગલેના મુલકમાં લૂંટ ચલાવી. શિવાજીનો સામનો કરવા માટે મુગલેનું લશ્કર આવતાં વાર લાગી તેથી શિવાજીને મનમાની લૂંટ કરવાની સુંદર તક મળી. જુન્નર ગામની આજુબાજુમાં શિવાજી મહારાજ મુકામ નાખીને પડ્યા હતા ત્યાં તેમને ખબર મળી કે તેમને સામને કરવા માટે મુગલ સૈન્યના લશ્કરી અમલદારો રાવકરણ અને શાહીસ્તખાન આવી પહોંચ્યા છે. શિવાજી મહારાજ નાહિંમત બનીને નાસે એવા ન હતા. મહારાજે પિતાને મુકામ ઉઠાવ્યો અને મુગલ મુલકમાં જરા દૂર જઈ પોતાનું કામ કરવા લાગ્યા. ત્યાં મહારાજે મુગલાનાં ગામે લૂટયાં અને બીજા ગામ લુંટવાના છે એવી ખબર મુગલ અમલદારોને પડતાં જ મુગલ લશ્કર ત્યાં જઈ પહોંચ્યું. દુશ્મન પાછળથી આવે તે તેનો સામનો કરી તેને ખડેખાડે લડાઈ આપી આગળ વધવું એ શિવાજી મહારાજની આવે પ્રસંગે લડવાની રીત ન હતી. મહારાજ તે ગનીમી રીત ( Guerilla) પ્રમાણે લડનારા હતા. દુશ્મન પૂઠે આવે અને વધારે બળવાન હોય તે તેનો સામનો કરી લડવાની રીત મહારાજની ન હતી. એવે પ્રસંગે એ તે દુશ્મનને પીઠ ઉપર લઈ એને ખૂબ થકવે, હેરાન કરે અને દાવ જોઈને એકદમ Vઠ ફેરવી દુશ્મન ઉપર હલે કરી એને ગભરાટમાં નાખી તા. રાવકરણ અને શાહીસ્તખાન મહારાજની ઠે પડયા હતા. મહારાજ મુગલ મુલક ઉજડ કરતા કરતા આગળ વધતા હતા. રાવકરડ્યું અને શાહરૂખાન શિવાજીને પકડવા મથી રહ્યા હતા પણ તે બંને એમની નેમમાં ફળીભૂત થયા નહિ. એ બંને શિવાજીની બહુ જ નજદીક આવી પહોંચ્યા. સામને કરવા માટે મહારાજને સંજોગ પ્રતિકૂળ લાગ્યા એટલે એ અહમદનગર જિલ્લામાં જતા રહ્યા અને ત્યાં લૂંટફાટ કરવાનું શરુ કર્યું. મહારાજ પોતાની પદ્ધતિ મુજબ પિતાનું કામ આગળ ધપાવ્યે જ જતા હતા. ઈ. સ. ૧૬૫૭ ના મે માસમાં નાસીરખાન લશ્કર લઈને શિવાજી મહારાજને પકડવા માટે મજલ દડમજલ કુચ કરતે અહમદનગર આવી પહોંચ્યા. મહારાજ પણ ત્યાંજ હતા. નાસીરખાનને લાગ્યું કે આ શિકાર મારા હાથમાં આવી ગયો છે અને ઘણું દિવસની ભૂખ ભાગશે. મહારાજને ગિરફતાર કરવાની પૂર્ણ આશાએ નાસીરખાને પિતાના લશ્કરને મરણિયું બનાવી મહારાજ ઉપર સખત હુમલો કર્યો. મહારાજને ફેંસલે કરી મરાઠા લશ્કરને રફેદફે કરી માથું ઊંચું કરતી મરેઠી સત્તાને મૂળમાંથી જ કચડી નાંખવાની દાનતથી નાસીરખાને આ હુમલો કર્યો હતો. મુગલ તરફથી આ ધસારો બહુ જબરો અને વ્યવસ્થિત હતા. આ ધસારાથી મહારાજને ભારે નુકસાન થયું હતું. મહારાજના ઘણું માણસે આ લડાઈમાં માર્યા ગયા. ઘાયલ થયેલાઓની સંખ્યા પણ મોટી હતી. શિવાજી મહારાજ પોતે પણ નાસીરખાનના હાથમાંથી બહુ મુશ્કેલીથી છટકી શક્યા. નાસીરખાને મહારાજની પૂઠ પકડી હેત તે વખતે મહારાજ હાથમાં આવી પણ જાત. આ લડાઈમાં મહારાજને માટે પળે પળે ૫કડાવાને ભય હતે. હિંના હિંદુઓનું તકદીર પાધરું હતું. હિંદુઓનો સિતારે સિકંદર હતું. હિંદુત્વના તારણહારને અંત, હિંદુત્વના રક્ષણ માટે સંગીન અને મજબૂત કામ કર્યા સિવાય નહિ થવાનું નક્કી હશે એટલે જ મુ લશ્કરના ઘોડાઓ અને સિપાહી થાકી ગયા અને નાસીરખાનને પણ આરામની જરૂર જણાઈ અને તેથી શિવાજીની પૂઠે મુગલ લશ્કર વધુ આગળ ગયું નહિ. આ જીતની ખબર ઔરંગઝેબને પડતાં એણે તરત જ નાસીરખાનને ફરમાન કર્યું કે શિવાજીની પૂંઠે પડીને તેને હેરાન કરે અને તેને મુલક વેરાન કરી દુશ્મનને ધૂળ ફાકતે કર. નાસીરખાનની પણ ઈચ્છા ફરમાન મુજબ શિવાજી મહારાજની પૂઠે દેવાની થઈ હશે પણ માથે વરસાદની મોસમ આવી પડવાથી ચોમાસામાં કાંકણુની ચડાઈ અશય થઈ પડી હતી. મહારાજના બચાવમાં કુદરતે અનુકૂળ ભાગ ભજવ્યો. હમલા યાને હલા માટે મેસમ પ્રતિકૂળ હેવાથી મુસલમાને તરત જ શિવાજી મહારાજના મુલકે ઉપર હલે લઈ જઈ મા નહિ. અણી ચૂમે સે વરસ જીવે એના જેવું આ બાબતમાં થયું Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy