SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્જુ ૧૩ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૮૫ સામે મદદ માટે માગણી કરી. આદિલશાહી સરકારે બહુ લલચાવનારી શરતા શિવાજી મહારાજ પાસે મૂકી. મુગલા પાસેથી જે લાભ મળી શકે તેના કરતાં વધારે લાભ બિજાપુર સરકારે આપવાનું કબુલ કર્યું. મુલ્તતખાન તથા ઔરગઝેબ તરફથી ગાળગાળ જવાબ આવ્યા હતા અને કશું જ નક્કી જણાવ્યું ન હતું એટલે બિજાપુર સરકાર તરફથી મળતા લાલ સ્વીકારવાનું નક્કી કરી મુગલા સામે મદદ કરવાનું મહારાજે કમુલ કર્યું. જ્યારે ઔરંગઝેબનું લશ્કર ખીડરને ઘેરા ધાલીને પડયું હતું ત્યારે દક્ષિણુના નૈઋય ખુણા ઉપર હલ્લા કરી, મુગલ લશ્કરના ભાગલા પાડવા, ઔરંગઝેબને કરજ પાડવાની જરુર બિજાપુર દરબારને જણાઈ, તેથી શિવાજી મહારાજને એ કામ કરવા બિજાપુર સરકારે સૂચના કરી. માનાજી ભોંસલે અને કાશીપત નામના મહારાજના એ સરદારા આ કામ માટે બહાર પડ્યા. ૩૦૦૦ ધોડેસ્વારીનું લશ્કર લઈ તે ભીમા નદી એળગી અહમદનગરની દક્ષિણે આસરે ૩૩ માઈલ દૂર ચામરગુડા અથવા શ્રી ગાંદા અને રાયસીન ભાગના મુગલ મુલકા ઉપર ૧૯૫૭ ના માર્ચ માસમાં હલેા કર્યાં. તે ગાળાના મુગલ ગામડાંઓ લૂંટ્યાં. કેટલેક ઠેકાણે મુગલ મુલકામાં આગ લગાડી અને મુગલ પ્રદેશમાં ત્રાસ ત્રાસ વર્તા−ા. જ્યારે માનાજી ભાંસલેએ અહમદનગર નજીકના ભાગ ઉપર ચડાઈ કરી ત્યારે શિવાજી મહારાજ જીન્નર મહાલને ઘાટ ઘડી રહ્યા હતા. માનાજી ભાંસલેએ મુગલ લશ્કરનું ધ્યાન અહમદનગર જિલ્લાના પૂર્વભાગ તરફ ખેચ્યું હતું. માનાજીનું આ કૃત્ય શિવાજી મહારાજને બહુ અનુકૂળ થઈ પડજી. મહારાજે જીન્નર જીતવાના વિચાર કર્યાં પણ એ કામ કંઈ સહેલું ન હતું. જીન્નરમાં ચંપ્રવેશ કરવાનું કામ વિકટ હતું. એમણે જીન્નર સંબંધી ખૂબ વિચારેા કર્યા. જીન્નર જીતવાની જરુરિયાત તો એ જાણી ગયા પણ એ શી રીતે સાધ્ય કરવું તેને માર્ગ જડતો નહતા. જીન્નર જીતવા માટે યુક્તિ, યેાજના અને રચના શોધી કાઢવામાં મહારાજ ગુંથાયા હતા અને ગૂંચાયા પણ હતા. આખરે જીન્નર માટે સાહસ ખેડવાનું એમણે નક્કી કર્યું. શુદ્ધ હેતુથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી, હિંદુત્વના રક્ષણ માટે પ્રજા ઉપરના જુલમ અને અત્યાચાર નાબૂદ કરવા માટે, હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની એમની ઈચ્છા હતી. એવા પવિત્ર કાર્યોંમાં પ્રભુ એમની ઉમેદ જરુર બર લાવશે એ ખાત્રીથી ઈશ્વર ઉપર પૂરા વિશ્વાસ અને ભરાંસા રાખી પરિણામ જે આવે તે વેઠી લેવાની હિંમતથી એમણે જીન્નર માટે ઝુકાવવાના દૃઢ નિશ્ચય કર્યાં. અડચણુ વખતે અને સંકટ સમયે હિકમત અને યુક્તિના ઉપયેાગ મહારાજ બહુ સારા કરી જાણતા. જીન્નરમાં પેસવા માટે એમણે એક યુક્તિ શોધી કાઢી. દારડાની નીસરણી બનાવી તેને જીન્નરની દિવાલ ઉપર ખરેાબર ગાઢવી. એક રાત્રે મહારાજે યાહેામ કરીને જુન્નરની દિવાલ એ દોરડાની નીસરણીથી ચડવાની શરુઆત કરી. હિંમતથી મહારાજ દોરડાને આધારે દિવાલ પરથી અંદર પેઠા. અંદર પેસીને પહેરાવાળાઆને કતલ કર્યાં. જ્યાં જ્યાં દુશ્મનના સિપાહીએ મળ્યા ત્યાં ત્યાં તેમને મહારાજે કતલ કર્યાં. મુસલમાના તેખા તાબા પોકારી રહ્યા હતા. એમને તે નાસતાં ભેાંય ભારે થઈ પડી હતી. અંધારામાં ક્યાં નાસવું એ સૂઝે નહિ. જેમ તેમ કરી મુગલે નાઠા અને કેટલાક છુપાઈ બેઠા. ઈ. સ. ૧૬૫૭ ના મે માસમાં જેÀશકાવલી શહેર શિવાજી મહારાજને શરણે આવ્યું. મહારાજે જીન્નર શહેરની તિજોરી લૂંટી. જીન્નરમાંથી મહારાજને ૩ લાખ હેાન રાકડ, ૨૦૦ ઘેાડા, ભારે કિનખાબને મોટા જથ્થા અને ખૂબ વાહીર હાથ લાગ્યાં. શિવાજી મહારાજની આ જીત મુગલાની ભેદરકારી, ઢીલ અને લશ્કરી ખાડખાંપણને લીધે થઈ એવું ઔરંગઝેબને લાગ્યું અને તેથી એણે ચાણુદારાને ખૂબ ઠંપર્કા આપ્યા. પછી મહારાજનું લશ્કર ઠેઠ અહમદનગર ગયું અને ત્યાં પણ ઘેાડી ઘણી લૂંટ ચલાવી. ૨. મરાઠી અને મુગલાના સામના. મરાઠાઓની ચડાઈઓ, છાપા, હલ્લા તથા લૂંટફાટ વગેરેના સમાચાર સાંભળી ઔરગઝેબ ધણા જ 24 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy