SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૮૩ બીડર શહેર બહુ આબાદ હતું અને ખરી જાહેજલાલી જોગવતું હતું. બીડર સીદી મનના હાથમાં હતું. આ કિલ્લાનું રક્ષણ બહુ હિંમત અને બહાદુરીથી શૂરા સરદાર સદી મને કર્યું. આ સરદાર મુગલ સાથે બહાદુરીથી લડતાં લડતાં રણમાં પડ્યો અને કિલે મુગલેના હાથમાં ગયો. આ કિલ્લામાંથી ૧૨ લાખ રૂપિયા રોકડા અને ૮ લાખ રૂપિયાની કિંમતને દારુગોળો વગેરે ઔરંગઝેબને હાથ લાગ્યું. આ છતથી ઔરંગઝેબને અતિ આનંદ થયે હતો. એણે શિવાજી મહારાજને તા. ૨૩ એપ્રિલ, ૧૬૫૭ને રોજ નીચેની મતલબનો પત્ર લખ્યો હતોઃ “હાલમાં ઈશ્વરની કૃપા અમારા ઉપર છે. અમારા દુશ્મને દિવસે દિવસે નબળા અને નરમ પડતા જાય છે. દિન પ્રતિદિન અમારી ચડતી થતી અમને દેખાય છે. બીડર જે મજબૂત કિલ્લે આજ સુધી જે અછત ગણુ તે અમે જોતજોતામાં સર કરી શક્યા. આ કિલ્લો તો દક્ષિણ કર્ણાટકના દરવાજે ગણાય. જે કિલ્લો જીતતાં બીજાઓને વરસોનાં વરસ વીતી જાય તે કિલ્લે અમે એક દિવસમાં હસ્તગત કર્યો. ઈશ્વરની કૃપાનું આ ફળ છે અને શૂરા યોદ્ધાઓના પરાક્રમનું આ પરિણામ છે. અમારી આ જીત માટે તમને જરૂર સંતેષ થશે. અમારા વિજયના સમાચાર વારંવાર સાંભળવા તમે હંમેશ આતુર હશે એમ અમે માનીએ છીએ. અમારી તમારા ઉપર પૂર્ણ કૃપા છે.” બીડર પડ્યાના સમાચારથી બિજાપુર બાદશાહતમાં ભારે ગભરાટ પેઠે. બિચારો અલી ચિંતામાં ડૂબી ગયે. બીજા સરદારોને પણ આ સમાચારથી ધક્કો લાગ્યો. અલીને લાગ્યું કે હવે નમી પડ્યા સિવાય બીજો રસ્તો જ નથી તેથી તે મુગલોને નમી પડ્યો. લાચારી બતાવી. માફી બક્ષવા માટે રૂપિયા એક કરોડ આપવા તૈયાર થયો. ઔરંગઝેબનો વિચાર તે બિજાપુર બાદશાહત ડુબાડી દેવાને હતે. એનાં મૂળ ખોદી નાખવાં હતાં એટલે અલીની આજીજી ઔરંગઝેબ કાને ધરતે નહતો. બીડર જીત્યા પછી ઔરંગઝેબે બિજાપુરને ઘેરો ઘાલ્યો. ગભરાયલે બાદશાહ વધારે ગભરાયો. એણે બાદશાહતની બધી આશાઓ મૂકી દીધી. આખરના ઈલાજ તરીકે બિજાપુર દરબારના મુત્સદ્દીઓને દિલ્હી શાહજહાન પાસે મોકલવામાં આવ્યા. નવા બાદશાહની બધી હકીકત આ મુત્સદીઓએ શાહજહાનને કહી અને અલીની વિનંતિ ધ્યાનમાં લેવા અરજ ગુજારી. શાહજહાન ખરી સ્થિતિની કલ્પના કરી શકો અને એણે બિજાપુર બાદશાહ સાથે સલાહ કરવા ઔરંગઝેબને પત્ર લખ્યો. બિજાપુર ૫ડું પડું થઈ રહ્યું હતું. ઔરંગઝેબ વિજયના સ્વપ્નાં સેવી રહ્યો હતો. બિજાપુરનાં મૂળ ઉખેડી નાખવાની એની ઈચ્છા હવે ફળીભુત થશે એ વિચારથી આનંદમાં આવી ગયા હતા, એવે વખતે દિલ્હીથી બિજાપુર સાથે એકદમ સલાહ કરવાને પત્ર આવ્યો. આ પત્રથી ઔરંગઝેબને ભારે ક્રોધ ચડ્યો પણ આ હુકમને તાબે થયે જ છૂટકે હતો. આખરે ઔરંગઝેબે બિજાપુર સાથે તહનામું કર્યું. તે એ શરતે કે આદિલશાહે દોઢ કરોડ રૂપિયા દંડ તરીકે મુગલોને આપવા અને બીડર, કલ્યાણી અને પરિડા એ ત્રણ કિલ્લાઓ અને નિઝામશાહીમાંના કિલ્લાઓ તથા વાંગી મહાલ મુગલેને આપવા. રૂપિયા દેઢ કરેડના દંડમાંથી શાહજહાને રૂપિયા ૫૦ લાખ ઓછા કર્યા. ઔરંગઝેબને આ તહનામું પસંદ ન હતું એટલે ગમે તેવા બાનાં કાઢીને બિજાપુરની એ છેડતી કરતા પણ અલીની તરફેણમાં કુદરત ઉભી થઈ. દિલ્હીના સંજોગો બદલાયા. શાહજહાન બાદશાહ ગંભીર માંદગીને બિછાને પડ્યો અને ઔરંગઝેબને દિલ્હી તરફ દેડવું પડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy