SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ સું જુમલાએ શાહજહાન બાદશાહને વિનંતિ કરી. કુતુબશાહે મીરજીમલાની બધી ખટપટ જાણી અને તેના ઉપર એને ભારે ક્રોધ થયા. આખરે સુલતાને મીરજીમલાના છેકરા મહમદ અમીન અને એના ખીજા ગાંઓને કેદ કર્યા (ઈ. સ. ૧૬૫૫ ). ઔરંગઝેબ ગાવળકાંડા ઉપર ચડાઈ કરવાની રાહ જોતા બેઠ હતા. તેણે આ તક સાધી લીધી. શાહજહાન બાદશાહે મીરજીમલાની વિનંતિ સ્વીકારી અને એને નાકરીમાં જોડાવા માટે દિલ્હી ખેલાવ્યા. મીરજીમલાના દીકરાને તથા તેના સગાંઓને બંધનમાંથી તુરત મુક્ત કરવા ઔરંગઝેએ સુલતાન કુતુબશાહને પત્ર લખ્યા. એ પત્રના જવાબ સુલતાન ા આપે છે તેની રાહ જોયા વગર પત્રની પાછળ ઔરગઝેબે પેાતાના દીકરા સુલતાન મહંમદની સરદારી નીચે ગેાવળક્રાંડા ઉપર લશ્કર માકલ્યું. પછી ઈ. સ. ૧૬૫૬ ના જાનેવારી માસમાં ઔરંગઝેબે જાતે ગાવળકાંડા ઉપર ચડાઈ કરી. ઔરગઝેબ ગાવળકાંડાની ચડાઈમાં રાકાયલા છે એ જોઈ શિવાજી મહારાજે મુગલ મુલક ઉપર ચડાઈ કરી જીન્નર લૂટપુ'. ઔરંગઝેબની માગણી મુજબ સુલતાને મીરજીમલાના સગાંઓને છોડી મૂક્યા અને એની માફી માગી. ઔરંગઝેબ મારી આપે એવા ન હતા. એણે તે ગાવળકાંડાને ગળે ફ્રાંસા નાંખ્યા હતા, તે કેમે કરી કાઢવા ન હતા. ઔરંગઝેખે હૈદ્રાબાદ ઉપર હુમલા કર્યાં. કુતુબશાહ સુલતાન ગેાવળકાંડા નાસી ગયા. મુગલાએ હૈદ્રાબાદ લૂટપુ'. હૈદ્રાબાદ સર કરી ઔરંગઝેબે ગાવળકાંડાને ઘેરા ચાલ્યા. કુતુબશાહે ઔર ંગઝેબને યા માટે વિનંતિ કરી. ઔર'ગઝેબને તે ગેાવળકાંડા ગળી જવું હતું એટલે એના અંતઃકરણમાં દયા જાગૃત શેની થાય ? સુલતાનને જમીનદેાસ્ત કરી ગાવળકાંડા ગળી જવા માટે દિલ્હીથી શાહજહાનની સંમતિ મેળવવાના ઈરાદાથી ઔરંગઝેબે પેાતાના પિતાને નીચેની મતલબનેા પત્ર લખ્યા હતા. મીરજુમલાના સગાંઓની ગિરફતારીના સંબંધમાં વીગતવાર લખી પછી છેલ્લે લખ્યું ‘“ પિતાજી | ગેાવળકાંડા પ્રદેશ એ કાષ્ઠનું પણ ચિત્ત હરણુ કરે એવા છે. એના સૌદર્યનું વર્ણન પૂરેપુરું થઈ શકે એમ નથી. એ પ્રદેશના વખાણુ હું કઈ રીતે કરું તેની મને સૂઝ પડતી નથી. પાણીની નહેર અને ખેતીની જોગવાઈ તે લીધે આખા પ્રદેશ લીલેાછમ દેખાય છે. એ પ્રદેશ ઉપર નજર પડતાં કાર્યના પણ કાળજાને ટાઢક વળ્યા સિવાય રહે નહિ. હવા તેા એવી સુંદર અને સારી છે તેનું પૂછ્યું જ શું? આ પ્રદેશનાં હવાપાણી ગમે તેવા માણુસમાં સ્ફૂર્તિ ઉત્પન્ન કરે એવાં છે. પ્રદેશનાં સુંદર ગામામાં વસતી બ્રાડી છે, જમીન બધી ખેડાણુ અને આબાદ છે. આપણી આખી બાદશાહતમાં કાઈપણ ઠેકાણે આવા નમૂનેદાર પ્રાંત નથી. આ પ્રાંતની સમૃદ્ધિ, દોલત અને નહેાજલાલી મુલકમશહૂર છે. કમનસીબે આ પ્રાંત કુતુબશાહ જેવા બેવકૂ સુલતાનને ખાળે પડ્યો છે. આવા સુંદર પ્રાન્તની પ્રજાનું દુર્ભાગ્ય કે તેમને આવા મૂર્ખ સુલતાનના ત્ર નીચે રહેવું પડે છે. કુતુબશાહ મૂર્ખ અને બેવકૂફ઼ છે એટલું જ નિહ પણ એ નીચવૃત્તિના અને હલકા સ્વભાવતા છે, એ નગુણા છે. ગમે તેટલા ઉપકાર એના ઉપર કરા તાપણુ વખત આવે એ બધું ભૂલી જાય એવા હલકટ છે, એ ધર્મભ્રષ્ટ છે. આપ જાણીને દુખી થશે કે એ સુન્ની મુસલમાનને ક્યરે છે, સતાવે છે. એની પ્રજા એનાથી નારાજ છે. પ્રજા એના જુલમ અને ત્રાસથી તદ્દન કંટાળી ગઈ છે: આવા સુલતાનને આ સુઉંદર પ્રાન્ત ઉપરથી દૂર કરવા એ આપણા ધર્મ છે. આપણી ફરજ છે. એને દૂર કરીને રિબાતી પ્રજાને એના ત્રાસમાંથી નહિ છેડાવીએ તે આપણે આપણી ક્રૂરજ અદા ભૂલ્યા એમજ ગણાય. આ પ્રાંત આ નીચ સુલતાનના હાથમાં એક ઘડી પણ રહેવા દેવાની ભયંકર ભૂલ આપણે કરવી જોઈએ નહિ. ” કરવામાં ઔર'ગઝેબના આ પત્ર શાહજહાનના અંતઃકરણ ઉપર ધારી અસર કરી શક્યા નહિ. શાહજહાન ઔર'ગઝેબના ઝેરીલા સ્વભાવથી વાકેક્ હતા. એક વખત જો એ કાઈને દાઢમાં ચાલે તે કટિ ઉપાયે એને પૂરા કરીને જ એ છેડે એવા એને સ્વભાવ છે એ ખાદશાહ જાણતા હતા, દીકરાએ પત્રમાં લખ્યું તે બધું શાહજહાને માન્યું નહિ. શાહજહાનમાં ન્યાયમુદ્ધિ, હતી. સ્વાર્થ સાધવા માટે ન્યાય તરફ્ આંધળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy