SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્જુ ૧૨ શું ] છે. શિવાજી ચરિત્ર ૧૯૭ છે. સામાજિક સુધારા, પારકા કરાને જિત કરવાની પદ્ધતિ સ્વીકારવામાં આવે તા કાઈ દિવસ ફળીભૂત થતા નથી એ અનુભવ પણ તે જમાનાના આગેવાને ને હતા એ આ દાખલાથી દેખાઈ આવે છે. ૩. દક્ષિણમાં ઔર'ગઝેબના અમલ, શિવાજી મહારાજના સંબધમાં ઔરંગઝેબ આવ્યા તે પહેલાં એને મહારાષ્ટ્ર સાથેના સંબંધ કેવા હતા તથા એની કારકીર્દિ કેવી હતી તેથી વાંચકાને વાકેક કરવાની ખાસ જરુર છે. દિલ્હીના મુગલ બાદશાહ શાહજહાનને ઔરગઝેબ એ સૌથી નાના છોકરા હતા. એને શાહજહાને ઈ. સ. ૧૬૩૬ માં એની ૧૮ વરસની ઉંમરે દક્ષિણના સુબા તરીક મેાકલ્યો. ઈ. સ. ૧૬૪૪ સુધી એટલે આસરે ૮ વરસ સુધી એણે દક્ષિણમાં સુબેદારી કરી. આ આઠ વરસ દરમ્યાન ઔરંગઝેબ મરાઠાઓના સંબંધમાં વધારે આવ્યો ન હતો. ઔરંગઝેબને મોટા ભાઈ દારા ખાદશાહ પાસે દિલ્હી રહેતે હતા અને ઔરંગઝેબના કારભારની હરહંમેશ ખેાડખાંપણ કાઢી શાહજહાનની દૃષ્ટિમાં ઔર'ગઝેબને હલકા પાડતા. ઈ. સ. ૧૬૪૪ માં એને બાદશાહે દક્ષિણની સુબેદારી ઉપરથી ખસેડ્યો. પછી ગુજરાતના સુબા તરીકે ઔરંગઝેબે આસરે બે વરસ સુધી અમલ ચલાવ્યા. ગુજરાત પછી મુલતાનના સુબા તરીકે પણ તેણે આશરે ૪ વરસ સુધી કામ કર્યું. ઈ. સ. ૧૬૫૨ ના જુલાઈ માસમાં શાહજહાને ઔરગઝેબની નિમણૂક કરી પાછી દક્ષિણના સુબા તરીકે કરી. આ વખતે દક્ષિણમાં મુગલ સત્તાનું મુખ્ય શહેર ઔરંગાબાદ હતું. દોલતાબાદ એ મુગલ લશ્કરનું મુખ્ય થાણું હતું. દક્ષિણુને મુગલ મુલક આ વખતે ૪ જિલ્લાઓમાં વહેંચાઈ ગયા હતા. આ ચાર જિલ્લાની આવક ત્રણ કરોડ બાસઠ લાખ રૂપિયાની હતી. ઈ. સ. ૧૬૫ર માં એ આવકમાંથી એક કરોડ રૂપિયા વસુલ ઉધરાવતાં તે નાકે દમ આવી જતા. ઈ. સ. ૧૬૫૩ ના નવેમ્બરમાં ઔરંગઝેબ ઔરંગાબાદ આવ્યા. આસરે પાંચ વરસ સુધી એણે બીજીવાર દક્ષિણના સુબેદાર તરીકે અમલ ચલાવ્યેા. આ વખતે દક્ષિણમાં એણે ખૂબ માજશાખ ઉડાવ્યા અને એણે પેાતાનું પોત પ્રકાશવા માંડયુ. ઔર ંગાબાદથી ૬ માઈલ દૂર આવેલી એક ટેકરી ઉપર ખડાખાનું પવિત્ર મંદિર હતું તેને નાશ કર્યાં. ઔરંગઝેબે બહુ બારીકાઈથી પેાતાના અમલ નીચેના મુલકની સ્થિતિ તપાસી ત્યારે એને માલુમ પડયું કે ૧૬૪૪ માં એણે દક્ષિણ છેડયુ ત્યાર પછી ખેડૂતાની સ્થિતિ વધારે ખરાખ થઈ હતી. મુગલ સરકારની આવક તદ્દન ધટી ગઈ હતી. ધણાં ગામેાની વસ્તી ઓછી થઈ ગઈ હતી અને જમીના પડતર પડી રહી હતી. ઔરંગઝેબને લાગ્યું કે ઉપરાઉપરી સુબા બદલવાથી આ સ્થિતિ થઈ હશે. આસરે ૮ વરસમાં ૬ સુખાએ બદલાયા અને દરેકની પદ્ધતિ અને રીત જુદી. પ્રજા તા કાયરકાયર થઈ ગઈ હતી. ૧૬૪૪-૪૫ માં દક્ષિણના સુખે ખાનડૌરાન હતા. આ અમલદાર 'મરે ધરડા અને સ્વભાવે અતિ ક્રૂર હતા. એણે પ્રજાને સતાવવામાં આકી ન રાખી. રૈયતને ખૂબ લ્ખિામી તથા રંજાડી. એના મરણની વાત સાંભળતાં જ રૈયતને આનંદ થયા. પછી ઘેાડા કાળ જય×િહે અમલ ચલાવ્યા. ઈ. સ. ૧૬૪૫-૪૭ સુધી ઈસ્લામખાન સુબેદાર રહ્યો. આ અમલદાર બ્રા ધરડા હતા અને વૃદ્ધાવસ્થાને લીધે એટલા બધા નબળા બની ગયા હતા કે એ ધેડા ઉપર બેસી શકતા ન હતા. એ બહુ લાલચુ અને પૈસા ખાનારા હતા. આ સુખે! હલકી મુદ્ધિના અને ચાર દાનતનાં હતા. સરકારી ક્રિક્ષામાં સંકટ સમયે વાપરવા માટે ભરી મૂકેલું અનાજ ચેરીથી વેચી એણે પોતાના ખિસ્સાં તર મા. શાહ નવાજખાન અને મુરારબક્ષે તે માંહેામાંહે લડ્યાં જ કર્યું. આ બંને થાડા થાડા વખત સુધી સુબા હતા. દક્ષિણના મુગલ મુલકમાં આવી રીતે અવ્યવસ્થા ચાલી રહી હતી. પ્રજા કંટાળી ગઈ હતી અને રાજ્યની આવક ઘટી ગઈ હતી. આવક ધટતી ઘટતી એટલે સુધી ઘટી ગઈ કે ખરચને પહેાંચી વળવા માટે બાદશાહ શાહજહાન બીજા પ્રાંતની આવકમાંથી દક્ષિણના નિભાવને માટે નાણાં માકલા, 23 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy