SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર મુજબ કિલ્લો પણ ત્યાંજ બાંધવાનું નક્કી કરી મહારાજે તે કામ કિલ્લા બાંધવાના કામમાં કુશળ એવા મેરેપંત પિંગળને સોંપ્યું. મોરોપંત પિંગળેએ અનેક બાબતોનો વિચાર કરી, હિંદી સ્વિરાજ્ય સ્થાપવાની મહારાજની યોજના નજર સામે રાખી, હિંદુત્વરક્ષણના કામને ધ્યાનમાં લેહ કિલ્લો બાંધવાનું કામ હાથમાં લીધું. પિતાની કારીગરીની હજારે વરસ સુધી સાક્ષી પૂરી શકે એ કિલ્લો બાંધવાનું મોરપતે નક્કી કર્યું. પિતાની કુશળતાના એક નમૂનારૂપે મેરીપતે મહારાજના ફરમાનથી ભોરા ડુંગરી પર કિલ્લો બાંધ્યો. આ કિલ્લાને મહારાજે “ પ્રતાપગઢ એ નામ આપ્યું અને પ્રતાપગઢને નામે જ આજે પણ એ કિલ્લો ઓળખાય છે. કેયના ખીણથી પ્રતાપગઢ ૧૦૦૦ ફુટ ઊંચે છે. મહા રોડ ઉપરથી પ્રતાપગઢ ઉપર જતાં બહુ સુંદર દેખાવ દેખાય છે અને કુદરતની ખુબીને ખ્યાલ જોનારને આવે છે. કૃષ્ણથી કાંકણું જવા માટે મહાડઘાટ થઈને જવાય છે અને આ રસ્તાનો કબજો મહારાજ માટે બહુ જ ઉપયોગી અને જરૂર હતો. હાથમાં લીધેલું કામ પૂરું પાડવા માટે એના કબજાની ખાસ જરૂર હતી. મહારાજે નવા જીતેલા મુલકને આ રસ્તે જાના મુલક સાથે જોડી દેનારો થઈ પડ્યો હતો. ૨. બજાજી નિંબાળકરની શુદ્ધિ, જોરજુલમ અને બળજબરીથી પરધર્મમાં વટલાવવામાં આવેલા કમનસીબ માણસોની શુદ્ધિ કરી પાશ ધર્મમાં લેવાની વિધિ શિવાજી મહારાજના જમાનામાં અસ્તિત્વમાં હતી એ બજાજી નિ બાળકની શુદ્ધિ ઉપરથી સાબીત થાય છે. એ શુદ્ધિ પ્રકરણ શરૂ કરતાં પહેલાં બજાજી નિબાળકર જે કુટુંબમાં જન્મ્યો તે નિબાળકર કટુંબની ઓળખાણ વાંચકોને આપવાની જરૂર છે. મહારાષ્ટ્રના ઇતિહાસ તરફ નજર કરતાં વાચક જોઈ શકશે કે મહારાષ્ટ્રમાં ઈતિહાસપ્રસિદ્ધ ક્ષત્રી કુટુંબો જુદે જુદે ઠેકાણે ઉદય પામ્યાં છે. જેવાં કે -(૧) ભોંસલે (૨) જાધવ (૩) ઘેર પડે (૪) ગુજર (૫) ઘાટગે (૬) ડફળે (૭) માને (૮) મોહિત (૯) મહાડીક (૧૦) મેરે (૧૧) શિકે (૧૨) સાવંત (૧૩) સૂર્વે (૧૪) નિબળકર વગેરે. ઉપર જણાવેલા કુટુંબ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગમાં બહુદે વખતે ઉદય પામ્યા. ફલટણમાં નિંબાળકર કુટુંબ બહુ જૂનું અને ઈજ્જત આબરુમાં ભરપુર ગણાય છે. એ કુટુંબ આસરે ૬૦૦ વરસથી સરદારી ભોગવે છે. આસરે આઠમા સૈકાની આખરે કે નવમા સૈકાની શરુઆતમાં પરમારવંશના રજપૂતોએ ધારા નગરીમાં રાજ્ય સ્થાપ્યું. આ વંશમાં મુંજ, ભોજ વગેરે પરાક્રમી પુરુષો થઈ ગયા. દિલ્હીના સુલતાનેએ આ ધારાનગરીના રાજાઓ ઉપર અનેક ચડાઈ કરી. દિલ્હીના મુસલમાન સુલતાને ધારના હિ૬ રાજાઓને જપીને રાજ્ય કરવા તા જ નહિ. ધારાનગરી અનેક પ્રકારની આફતોમાં સપડાયેલી હતી. તેવે વખતે નિબરાજ પરમાર નામનો રાજકુટુંબને એક પુરષ ઈ. સ. ૧૨૪૪ માં ધારાનગરી છોડીને દક્ષિણમાં આવી વસ્ય (૪. નિ.). નિબરાજે શંભુ મહાદેવના સ્થાનક નજીક મુકામ નાંખ્યો. એ જે ગામમાં રહ્યો તે ગામને લેકે નિબળક નામથી ઓળખવા લાગ્યા. આ ગામના નામ ઉપરથી નિબરાજના વંશજોને નિબળકર નામથી લેકે બોલાવવા લાગ્યા. આ વંશના માણસોએ ફલટણ ગામ વસાવ્યું. નિખરાથી ૧૪ મે પુરુષ વનંગપાળ નિબાળકર થયો જેના સંબંધમાં પાછલા પ્રકરણમાં હકીકત આવી ગઈ છે. આ નિબાળકર વંશમાં મુળ નિબાળકર નામને એક પુરુષ થઈ ગયે તે હિંદવી સ્વસન્ય સ્થાપવાની શિવાજી મહારાજની યોજનાની તરફેણમાં હતા. બિજાપુર બાદશાહની મદદથી મુછના છોકરાઓએ મુજ ઉપર ચડાઈ કરી. મુછનો એક દીકરો બજાજી નિબાળકર બાપની કેટે હતે. શિરવળ નજીક ગેળા ગામે લડાઈ થઈ. આ લડાઈમાં ઈ. સ. ૧૬૪૪ માં મુછ પિતાના બારાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy