SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું ] ૭. શિવાજી ચરિત્ર ૧૬૩ અલ્ઝલખાનને નારાજ કરવાની કાન્હાજીની ઈચ્છા ન હતી. કાન્હાજીને ખેાલાવવામાં તે અફઝલખાનના અનેક હેતુ હતા. અઝલખાનના આમંત્રણને માન આપી કાન્હાજી જાવળી જીતવામાં અફઝલખાનને મદદ કરે તે શિવાજી મહારાજ જરુર નારાજ થાય અને તેથી કાન્હાજીને શિવાથી છૂટા પાડવાની તેમમાં ઝલખાન ફાવી પણ જાય. ખળદ—એલસરની લડાઈમાં બિજાપુરી લશ્કર સામે કાન્હાજીના પુત્ર બાજી શિવાજી મહારાજ તરફથી લાવો હતા એટલે બાપ બેટા વચ્ચે વિરાધ કરવામાં અથવા અમૃતના પ્યાલામાં ઝેરનાં ટપકાં પાડવામાં ફ્રાવી જવાને ખાનને સંભવ લાગ્યા. કાન્હાજી જેધેને લાગ્યું કે આ હકીકતથી શિવાજી મહારાજને વાકે કરી એમને હાથે આ ગૂચના ઉકેલ આણુવા, આમ કરવાથી ગૂંચને ઉકેલ થાય અને મહારાજના વિચાર શું છે, તે પણ જણાય. તેથી કાન્હાજી જેધેએ વિગતવાર પત્ર લખી મહારાજ ઉપર મેકક્લ્યા અને આવા સંજોગામાં શું કરવું તે જણાવવા વિનંતિ કરી. "" મહારાજને કાન્હાજીને પત્ર મળ્યા. વાંચી વિચારમાં પડ્યા. કાન્હાજીએ મારી સાથે કેવું વન રાખવું એ સંબંધી પિતાશ્રી અને એની વચ્ચે વિગતવાર વાતચીત થયેલી છે. કાન્હાજીએ વાદારીના સાગ૬ પશુ લીધા છે. ગમે તે સંજોગામાં મારી પડખે રહેવાની એણે પ્રતિજ્ઞા લીધી છે એવું હેાવા છતાં ખાનના પત્રને શો જવાબ આપવા, એ માટે કાન્હાજી મારી સલાહ કેમ પૂછે છે? પિતાશ્રી સાથે એ સંબંધમાં પૂરેપુરી વાતચીત થયા પછી મારી પાસેથી લેખી સૂચના લેવામાં એના શે! હેતુ હશે ? દાળમાં કંઈ કાળું છે કે કેમ તે કાન્હાજીનું દિલ દુભાવ્યા સિવાય ખાળી કાઢવું જોઈ એ. એના મનનું માપ નીકળે એવા પ્રકારના જવાબ હું આપું તેાજ ખરી સ્થિતિની ખબર પડે. આમ વિચાર કરી મહારાજે નીચે પ્રમાણે જવાબ વાળ્યેઃ~~~“ તમારા કાગળ મળ્યો. હકીકત જાણી. તમે લખા છે કે ખાન અલીજ્ઞાનખાન અજમ તરફથી તમને પત્ર આવ્યા તેમાં તે તમને જાવળી ઉપર ચડાઈ કરવા માટે તમારા લશ્કર સાથે જવા માટે આગ્રહપૂર્વક આમત્રણ કરે છે. તમારા અને તેમને સંબંધ અને ધરામા બહુ જ જાને છે, તે તમારે જવું તે જોઈએ. તમારા એક ખીજાનેા સબંધ તમે વધારે જાણી શકા. સ્થિતિ અને સંજોગાથી તમે વાકે છે. આજસુધીના અનુભવથી આ સંજોગામાં શું કરવું જોઈ એ તેના વિચાર તે તમે કર્યાં હશે છતાં મારી સલાહ જ્યારે તમે પૂછી ત્યારે મને જે વાજબી લાગે છે તે જણાવું છું. ખાનના આમ ંત્રણને માન આપી, તમે અગર તમારા છોકરા જાય, ત્યારે બહુ સાચવી સંભાળીને રહેજો. સાવચેતી સિવાય આ જમાનામાં ડાહ્યા પણ થપ્પડ ખાઈ જાય છે. દીદિષ્ટ વાપરવાની ખાસ જરુર છે. ખાન પાસેથી સહીસલામતીને કાલ લીધા પછી જ જવાનું કરો અગર તમારા દીકરાને માકલવાનું રાખજો. બંને વચ્ચે કાલકરાર કરવા કાઈ તટસ્થને વચ્ચે રાખવાની મને જરુર જણાય છે. તમે પૂછ્યું ત્યારે મને જે લાગે છે તે મેં જણાવ્યું છે. મારી તે। આ ફક્ત સૂચનાઓ છે. તમને ચેાગ્ય લાગતું હાય અને મનમાં ભરાસે પડતા હેાય તેા બીજી ત્રીજી કાઈપણ જાતની ખટપટ કર્યા સિવાય ત્યાં જશે. સાવચેતીનાં પગલાં તરીકે મારી સૂચનાએ તમને વાજબી લાગતી હૈાય તે તે અમલમાં મૂકશે. બનતાં સુધી છેકરાને માકલજો અને તમે ધેર રહેજો. તમને બધી વાતા જણાવી છે. તમે સુન છે, ડાલા છે, તમને વધારે લખવાનું ન હેાય. ઉપરના પત્ર મુત્સદ્દીપણાથી ભરપૂર હતા. આ પત્રને બહુ ઝીણવટથી વાંચતાં મહારાજે એમાં બધી સ્થિતિ વર્ણવી છે. મહારાજના આ પત્રની સૂચનાથી કાન્હાજીએ પાતાના વકીલ આબાજીપ’તને ખાન પાસે મેકલ્યા અને નીચેની ત્રણ શરતે કુમકે જવા ખુશી છે, એમ જણુાવ્યુંઃ— ૧. ગાદી ઉપર બેઠેલા ચદ્રરાવ જે ખારાનેા છે તે ખારું ચદ્રરાવને હાંકી કાઢષા પછી કાન્હાજી પેને આપવું. "" જાવળીમાં ૨૦૦ સિપાહીઓની નાયકી કાન્હાજી જેધેને આપવામાં આવવી જોઈ એ, ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy