SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર અને જોનારની આંખને અત્યંત આનંદ આપતા. જાવળી પ્રાંત એ મહારાષ્ટ્રમાં સૃષ્ટિ-સૌદર્યને એક નમૂન મનાતે. ટૂંકમાં જાવળી પ્રાંત કુદરતની ખૂબીને ખ્યાલ કરાવે એવો સુશોભિત, આનંદ આપનારો અને આકર્ષક હતા. તે વખતે જાવળની ઝાડી બહુ ઘાડી હતી. ઝાડી, ઝાંખરાં, કાંટા વેલા વગેરેથી એ ભાગ અનેક ઠેકાણે એવો ભયંકર બની ગયો હતો કે ભેમિયા વગર ત્યાં કાઈ જાય તે ભલે પડ્યા સિવાય રહેજ નહિ અને બહાર નીકળવા માટે બિચારાને બહજ ભટકવું પડે. એ ઝાડીમાં અજાણ્યો તે ગમે તેટલું અથડાય અને કટાય તોપણ એને રસ્તે મળવો મુશ્કેલ હતું. એ પ્રાંતની ઝાડી અને જંગલોમાં અનેક મેટા રસ્તા અને નાની નાની વાટ ભુલભુલામણીનું કામ કરતાં. ભોમિયા વગર એ ભાગમાં ભટકવું એ નબળા પિચાનું તે કામ જ નહિ. હિંમતવાન માટે પણ એ ભારે જોખમભરેલું હતું. મુસલમાની સત્તા દક્ષિણમાં સ્થાપન થઈ ત્યારથી દક્ષિણના સપાટ મુલક ઉપર મુસલમાન અમલદારે જેવી રીતે અમલ ચલાવી શક્યા, તેવી રીતનો અમલ આ પ્રાંત ઉપર એ નથી ચલાવી શક્યા. આ પ્રાંત લેવા માટે અથવા તે ઉપર સત્તા ચલાવવા માટે મુસલમાનોને એ પ્રાંતના નાના મોટા સરદારની જ જરૂર પડતી. આ જાવળી પ્રાંતની મહત્તા ઇતિહાસ મશહૂર છે. દરિયાની સપાટીથી ૪૦૦૦ ફૂટ ઉંચાઈ ઉપર ચઢેલી સહ્યાદ્રિની ઉભી ભેખડો જાવળી પ્રાંતની પશ્ચિમે દિવાલરૂપે આવેલી હતી. કેકણમાં જવાને ઘેરી રસ્તે જાવળી થઈને જ જતો હતો. જાવળીને દક્ષિણ દેશનો દરવાજે કહીએ તો પણ ચાલે. દક્ષિણ દેશના પશ્ચિમ ભાગની એ ચાવીરૂપ હતા. જાવળી પ્રાંતના મુલકમાંથી લશ્કરની ભરતી માટે બહુ મોટી સંખ્યામાં સિપાહીઓ મળી શકતા. દક્ષિણ દેશમાં કોઈપણ નવાબ, રાજા યા સરદારને સત્તા જમાવવા માટે ને તે મજબૂત કરવા માટે આ પ્રાંતને કબજે અત્યંત આવશ્યક હતા. જાવળીના કબજા સિવાય મહાષ્ટ્રમાં પૂરેપુરી સત્તા સ્થાપવી એ કેવળ અશક્ય હતું. આ મહત્વને જાવળી પ્રાંત તે વખતે રાજા ચંદ્રરાવ મેરેના કબજામાં હતો. રાજા ચંદ્રરાવ મરે. ચંદ્રરાવ મરે એ બિજાપુરના બાદશાહને બહુ નામીચો અને વફાદાર સરદાર હતા. એની જાગીરનું મુખ્ય શહેર જાવળી મહાબળેશ્વરની તળેટીમાં કેયના નદીની ખીણમાં આવેલું હતું. મલીકઉલ-તુજારને વિશાળગઢ આગળ હરાવી વિજય મેળવવા માટે પ્રસિદ્ધિ પામેલા શીરકે કુટુંબને યાદવ વંશના રાજાઓએ મહાબળેશ્વરના ઉચ્ચ પ્રદેશ ( plateau ) અને બાજુની ખીણાવાળો મુલક આપ્યા હતા. યાદવ વંશને જ્યારે નાશ થર્યો અને બ્રાહ્મણી વંશ સ્થપાયો ત્યારે શીરકે કુટુંબના કબજામાં મહાબળેશ્વર જાગીર તરીકે રહ્યું હતું. બ્રાહ્મણીવંશ પછી શીરકે કુટુંબની પણ પડતી થઈ. બિજાપુર બાદશાહતના સ્થાપનાર યુસુફ આદિલશાહની એક મરાઠા સરદાર પરસાળ મોરે ઉપર મહેરબાની હતી. બાદશાહ સલામતની મીઠી નજર જોઈ પરસાજીએ એક વખતે બાદશાહ પાસે પિતા માટે મુલક જીતવા બાદશાહી લશ્કરની એક ટુકડી આપવા વિનંતિ કરી. પરસાઇ મેરેએ બાદશાહની પ્રીતિ સંપાદન કરી હતી એટલે બાદશાહે પરસાળ બાજીરાવ મોરેને શીરકેની જાગીર છતવા માટે ૧૨૦૦૦ માણસનું લશ્કર આપ્યું. એ લશ્કર વડે પરસાઇ મોરેએ શીરકે સાથે યુદ્ધ કર્યું અને એને પૂરેપુરો નાશ કરી જય મેળવ્યો. મેરેએ શીરકે કુટુંબને હાંકી કાઢયું. યુસુફ આદિલશાહની કુમક વડે બાદશાહી લશ્કરથી જ શીરકેને પરસાજી મારે મહાત કરી શક્યા હતા, છતાં યુસુફ આદિલશાહે મદદ આપતી વખતે કબુલ કર્યા મુજબ શીરકેની જાગીર વાળા છલે બધે મુલક પરસાઇ મોરેને આપી દીધે, એટલું જ નહિ પણ વધારામાં પરસાળને મેરે કુટુંબ માટે ચંદ્રરાવને ખિતાબ યુસુફ આદિલશાહે એનાયત કર્યો. ચંદ્રરાવ મેરે કુટુંબનો પરસાજી મેરે મળ પુરુષ ગણાય છે. એમના દીકરા યશવંતરાવે પિતાએ મેળવેલી કીર્તિ અને આબરૂમાં ખૂબ 21 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy