SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર છે. દાસત્વ માટેની બાદશાહની માગણી હોય તો પણ તે હું નહિ સ્વીકાર્યું. બાદશાહના કબજામાં જઈ તેની માગણનો અસ્વીકાર કરવો એ યમરાજને આમંત્રણ કરવા જેવું જ છે. રાક્ષસના જડબામાં માથું મકી, રાક્ષસને લાત મારવા કોઈ પ્રયત્ન કરે તો તેનું પરિણામ બીજું શું આવે? માથાનો ચૂરો અને માણસનો નાશ. મારી પણ એ જ દશા થવાની અને પિતાને પણ એ નાશ કર્યા વગર રહેવાને નહિ. આવું થાય તે હિંદુત્વરક્ષણનું હાથ ધરેલું કામ મેળબે પડે. હિંદુત્વરક્ષણનું કામ હવે ખોળંખે પડે તે તો બહુ જ માઠું પરિણામ આવે. એ પવિત્ર કામ બળબે પડવાની કલ્પના પણ મને ભારે દુખ દઈ રહી છે. જો હું બિજાપુર ન જાઉં અને બાદશાહની સાથેનું મારું બંડ ચાલુ રાખું તો મારા પૂજ્ય પિતાશ્રીને એ જરુર છળ કરશે. પિતાની આ સ્થિતિ થાય તે મારી માતાને અસહ્ય દુખ થશે. મારાં કૃત્યોથી માતાના હૃદયમાં ઘા પડે તો મારું આખું જીવન ખાટું થાય. હિંદુત્વની રક્ષાને પ્રશ્ન સૌથી મેટે છે, અગત્યનો છે અને તેની ખાતર સર્વસ્વ ત્યાગ કરવા તથા ભોગ આપવા હું તૈયાર છું. પરિસ્થિતિ આવી ઊભી થઈ છે માટે મારે આ બાબતમાં માતાની સલાહ અને સ્નેહીઓ તથા બીજાઓના અભિપ્રાય લેવા જોઈએ.” ઉપર પ્રમાણેના વિચારથી મહારાજે નાનામોટા અમલદારે તથા સ્નેહીબતીઓની સભા ભરી. જબાઈ પણ હાજર થયાં હતાં. શિવાજી મહારાજે સભામાં મળેલએને પરિસ્થિતિથી પૂર્ણ વાકેફ કર્યા અને પોતાના પિતા સિંહાજી ઉપર બિજાપુરમાં કે સીતમ ગુજરી રહ્યો છે તે પણ જણા વ્યું. બિજાપુર બાદશાહ તથા સિંહાજીના પત્રો વાંચી સંભળાવ્યા અને આવી સ્થિતિમાં શું કરવું તે સંબંધી બધાંને પોતપોતાના વિચાર જણાવવા મહારાજે કહ્યું. બધાએ પોતપોતાના વિચારો જણાવ્યા. સત્ય લાગે તે અભિપ્રાય પ્રકટ કરનારની મહારાજ હંમેશ કદર કરતા. પિતાને પ્રમાણિક અભિપ્રાય આપતી વખતે કઈ ગમે તેવું કડવું અને મહારાજને ન ગમે એવું કહે તો પણ મહારાજ કાઈને, પિતાને સાચું લાગે તે કહેવા માટે ઠપકે દેતા નહિ. એટલું જ નહિ, પણ એવા માણસ માટે પિતાને અભિપ્રાય પણ ખરાબ થવા દેતા નહિ અને એવા માણસ માટે કોઈપણ જાતની ખરાબ લાગણી રાખતા નહિ. મહારાજના આ સદગુણને લીધે નાના મોટા બધાએ પોતાના દિલની વાત અને સારો અભિપ્રાય મહારાજ આગળ રજા કરી શકતા અને તેમ થવાથી મહારાજ સાચી વાત અને ખરું વાતાવરણ સમજી શકતા. આ સભામાં પણ બધાએ પોતાના અભિપ્રાય જણાવ્યો. બધાના અભિપ્રાય શિવાજી મહારાજે અને માતા જજાબાઈએ શાંતિથી સાંભળ્યા. પછી શિવાજી મહારાજે માતા જીજાબાઈને પોતાના વિચારો જણાવવા વિનંતિ કરી. જીજાબાઈએ જણાવ્યું કે “ કસાયેલા, અનુભવી, નિમકહલાલ અને હિંદુત્વના રક્ષણ માટે નવી સત્તા સ્થાપવાના કામમાં પોતાના પ્રાણ પાથરવા તૈયાર એવા મહારથીઓએ અને મુત્સદ્દીઓએ પોતાના અભિપ્રાય આપી દીધા છે, એટલે મારે શું કહેવાનું હોય? બેટ“શિવબા ! વખત વિકટ છે, વિચારીને ચાલવાનું છે, પણ તેથી મુંઝવણમાં ન પડતા. મારે તો તને એટલું જ કહેવાનું છે કે તારા પિતાએ જે કાંઈ માલમિલકત મેળવી છે તેને માલીક તું જ છે. એ બધું તારે માટે જ છે. માલમિલકતના ઝાઝા વિચાર ન કરતા. તું આ પગલું લઈશ તે તારા પિતા શું ધારશે એ ચિંતામાં તે ન પડત. તું એવાં કૃત્યો કરજે કે જેથી કરીને ભાવી સુધરે અને ધારેલી મુરાદ બર આવે. ધારેલી જના ફળીભૂત થાય તે માટે તું તારાથી બનતું સઘળું કરજે. તું જે કંઈ કરે છે તે તારા વિચાર પ્રમાણે ભાવી સુધારવા માટે કરી રહ્યો છે અને તેમ કરવામાં ભવિષ્ય ઉપર નજર રાખીને જ વર્તે છે એ ખબર તારા પિતાને પડશે તે જરૂર એમને સંતોષ થશે. તારા આવા વર્તનથી એમને જરાપણ માઠું લાગશે નહિ તેની તું ખાત્રી રાખજે. ભાવી સુધારવાની યોજના ન બગડે, હાથમાં લીધેલું કામ ખરાબ ન થાય, એ બાબતે ઉપર નજર રાખીને તું જે પગલાં ભરીશ તેથી કોઈને માઠું નહિ લાગે. બેટા ! આવા પ્રસંગે તે કેટલાયે આવશે. આ તે પાશેરામાં પહેલી પૂણી છે. આવા પ્રસંગે આવે ત્યારે તું જરાયે મૂંઝાતો નહિ. ચારે તરફને બધી દષ્ટિથી સારાસારનો પૂરેપૂરે વિચાર કર્યા પછી અકેલે કાર્યક્રમ અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy