SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મું ] છે. શિવાજી ચરિત્ર ૧૧ મીઠા લખાણની જાળમાં એ સપડાય એમ નથી. સાધારણ માણસ તે ભોળવાઈ જ જાય. સિંહાજી બડે પહેચેલો. ” “ સિંહાનો જવાબ તે નાના અણસમજુ અજ્ઞાન છોકરાઓને સમજાવવા જેવા છે.” “સિંહાને તે નવું રાજ્ય દક્ષિણમાં સ્થાપવું છે, એ વાત બાદશાહ સલામતને કાને આવી ગઈ છે. દીકરાને પૂનાનો રાજા બનાવે છે અને પોતે કર્ણાટકના રાજા થવું છે. ” “ ગાય કૂદે એ ખીલાના જોર ઉપર. જે સિંહાજીને હાથ અંદર ન હોય તો શિવાજી જેવા છોકરાની શી તાકાત છે કે એ બાદશાહ સલામતના બળ સામે માથું ઊંચું કરી શકે?” એવી એવી અનેક વાતોથી સરદારોએ કલુષિત થયેલું બાદશાહનું મન પૂરેપુરું ભંભેર્યું. બાદશાહને વહેમ સિંહાજી ઉપર હતો તે મજબૂત થયો અને બાદશાહની ખાત્રી થઈ ગઈ કે સિંહાજી રમત રમી જાય છે અને સિંહાજીનો પત્ર એ કેવળ શબ્દાળ છે. સિંહાજીની સત્તા કર્ણાટકમાં સર્વોપરી થઈ પડી હતી તે એટલે સુધી કે સરદાર રણદુલ્લાખાને પદભ્રષ્ટ કરેલા વીરભદ્રને તેની જાગીર ઉપર સિંહાએ કાયમ કર્યો. સિંહાજીની સામે થવાની કેાઈ હિંમત ધરતું નહિ. કર્ણાટકમાં સરદાર સિંહાજી, બિજાપુર બાદશાહ માટે તો “ નાક કરતાં વાળી ભારે” જેવા થઈ પડ્યા હતા, એટલે સિંહાને કર્ણાટકમાંથી પાછા બોલાવી લેવાને બાદશાહ વિચાર કરી રહ્યા હતા. વાત મનમાં ઘોળાયાં કરતી હતી અને હવે તે બાદશાહે નક્કી કરી દીધું કે સિંહાને કડક રીતે દબાવ્યા સિવાય બીજો રસ્તો જ નથી. સરદાર રણુદુલ્લાખાનના કર્ણાકટથી પાછા આવ્યા પછી સિંહાજીએ પિતાની સત્તા ત્યાં ખૂબ જમાવી હતી. એની ખબર બાદશાહને મળી હતી. સરદાર સિંહાજી બહુ પ્રબળ થ હતો અને સરદાર રણદુલ્લાખાનની જગ્યાએ કામ કરતા નવાબ મુસ્તુફાખાનને પણ ગાંઠ નથી એવા સમાચાર અવારનવાર બાદશાહને મળ્યા જ જતા હતા. સિંહાજીના સંબંધમાં નાની મોટી અનેક બાબતે બાદશાહના મનમાં ભરાઈ રહી હતી. આજુબાજુના સરદારોએ સિંહાજીની વિરુદ્ધ બાદશાહને ખૂબ ભભેર્યો હતો. શિવાજીના સંબંધમાં બાદશાહે લખેલા પત્રને સિંહાએ જે જવાબ આપે તેના ઉપર પણ બાદશાહ સન્મુખ સરદારેએ ટુંકી પણ તીખી ટીકા કરી હતી વગેરે અનેક કારણો ભેગાં થયાં અને સિહાજી સામે કડક પગલાં ભરવામાં આવે તે સિંહ અને શિવાજી બન્ને દુશ્મને નરમ પડે એ બાદશાહની માન્યતા હોવાથી સિંહાજીને યુક્તિથી પકડી બિજાપુર રવાના કરવાનાં ગુપ્ત ફરમાનો બિજાપુરથી છૂટયાં. બાદશાહના ફરમાન મુજબ સિંહાને તારીખ ૬ શ્રી ઑગસ્ટ, ૧૬૪૭ ને રોજ પરહેજ કરવામાં આવ્યા. સિહાજીને કેદ કર્યા તેની સાથે તેના બે ખાસ માનીતા અને વિશ્વાસુ, એના ડાબા અને જમણા હાથ જેવા કાનજી જેધે અને કૃષ્ણાજી લેહકને પણ કેદ કરવામાં આવ્યા. સિંહાજીની ગિરફતારીના સંબંધમાં જુદા જુદા ગ્રંથકાએ જે હકીકત લખી છે, તે વાંચકોની જાણ માટે બહુ જ ટુંકમાં નીચે રજૂ કરીએ છીએ – ૧. બિજાપુર દરબારને ફારસી ઇતિહાસકાર આ સંબંધમાં લખે છે કે કર્ણાટકમાં સર સેનાપતિના હુકમનો અનાદર કરવાના વાંક માટે સિંહાજીને પકડવામાં આવ્યો હતે. ૨. જહુરીને છાકરે જહુર “મહમદ નામા ”માં લખે છે કે જંજીનો ઘેરે ચાલુ હતો અને લડત રસ ઉપર ચડી હતી. તે વખતે લુચ્ચા સિહાજીએ નવાબ મુસ્તફા ખાનને માણસ સાથે કહેવડાવ્યું કે “મારા લશ્કરને આરામની જરૂર છે અને તેથી હું દેશ જવા ઈરાદે રાખું છું.” નવાબે જવાબમાં જણાવ્યું કે “જ્યારે ઘરે રંગે ચડ્યો છે ત્યારે તમે રજા માગો એ લડતને નરમ પાડવા જેવું થશે. આવા સંજોગોમાં કેઈથી જવાય જ નહિ.' આ જવાબ સાંભળી સિહાજીએ કહેવડાવ્યું કે “અનાજની બહુ જ મેંધવારી છે અને મારા સિપાઈઓ ભૂખમરો વેઠી શકે એમ નથી તેથી લાચાર છું. આ બધી જ અડચણને લીધે મારે તે લશ્કર સાથે દેશ જવું જ જોઈએ. પછી આપ સહાય તે કરે.” નવાબ સાહેબની ખાત્રી થઈ કે સિહાજીની વર્તણૂક તેફાની છે, તેથી તેને બહુ જ યુક્તિથી અને ચાલાકીથી નવાબે કેદ પકડાવ્યો. સિંહાને કેદ પકડવામાં નવાબે ભારે કનેહથી કામ લીધું હતું. સિંહાને કેદ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy