SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું વિકટ સંકટ આવવાનું છે. તેરણગઢ કબજે કર્યો ત્યારથી સંકટ સામે બાથ ભીડવાની એમની તૈયારી હતી. બિજાપુર બાદશાહને છંછેડો એ કંઈ નાનાં છોકરાંની રમત ન હતી. એ આ જમાનામાં તો શિરસાટાના સોદા હતા એ શિવાજી મહારાજ પૂરેપુર જાણતા હતા. બિજાપુર સરકારના કિલ્લા કબજે કરવા, એમનાં શહેર લૂટવા, પ્રાંત જીતવા, બિજાપુર જતા એમના ખજાના ઉપર રસ્તામાં છાપો મારવો એ બધાંએ કર્યો વાઘને છંછેડવા જેવાં હતાં એની શિવાજી મહારાજને પૂરેપુરી જાણ હતી. હિંદુત્વના રક્ષણની ખાતર હિંદુઓ ઉપર થતા અત્યાચારો બંધ કરવા ખાતર, હિંદુ સ્ત્રીઓ અને દેવમંદિરની આબર સાચવવા ખાતર શિવાજી મહારાજને આ રસ્તે લીધે જ છૂટકે હતા. વખત આવે સર્વસ્વને ભેગે પણ હિંદુત્વને ટકાવી નવી સત્તા સ્થાપવાનો શિવાજી મહારાજ અને એમના ગોઠિયાઓને મક્કમ નિર્ધાર હતો. નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે શિવાજી મહારાજ અને તેમના ગેઠિયાએ યમના જડબામાં પણ જવા તૈયાર હતા, પણ હિંદુત્વને નામે ગાંડા બની જંગલી પશુ જેવું વર્તન કરવા રાજી ન હતા. એમને તે નક્કી કરેલી બાજી કુનેહ અને મુત્સદ્દીપણથી જીતવાની હતી. એકાદ બે કિલ્લાઓ કબજે કર્યાથી બાદશાહ છંછેડાશે અને મુસલમાની સત્તાને સામને કરવો પડશે એવી શિવાજી મહારાજની ધારણા હતી પણ તેવું ન બન્યું. શિવાજી મહારાજે બાદશાહના ઘણું કિલ્લાઓ અને ઘણે મુલક જીત્યો એટલે બિજાપુર બાદશાહતમાં બેચેની શરૂ થઈ. શિવાજી મહારાજની હીલચાલની વિગતવાર વાતે, નાની અને મેટી બિનાની ખબર અને જે જે બનાવો બનતા તેની હકીકત, બિજાપુર સરકારનાં માણસે બાદશાહને મોકલતા. જીતેલા મુલકમાં પિતાની સત્તા મજબૂત કરવા માટે શિવાજી મહારાજ કઈ દિવસ બેદરકાર રહેતા નહિ. પ્રજાને સુખ આપનારી અને પ્રજાની અડચણે દૂર કરનારી રાજપદ્ધતિ અને અમલ શિવાજી મહારાજ જીતેલા મુલકમાં તરતજ શરુ કરી દેતા. વરસે થયાં જુલમી સત્તાના જુલમ નીચે કચરાઈ રહેલી પ્રજાને સુખનાં સ્વપ્નાં પણ દુર્લભ થઈ ગયાં હતાં. તેવી પ્રજાને શિવાજી મહારાજને અમલ તે ઈશ્વરી આશીર્વાદ સમો લાગતા. એટલે જીતેલા મુલકમાં એમની સત્તાનાં મૂળ બહુ જલદીથી ઊંડા જતાં. જેમ જેમ વખત જતે ગયો તેમ તેમ શિવાજી મહારાજ પ્રબળ થતા ગયા અને એમની સત્તા વધારે ને વધારે જામતી ગઈ બિજાપુર બાદશાહના કિલ્લાઓ અને મુલક જીતવાને સપાટે શિવાજી મહારાજે ચલાવ્યો હતો ત્યારે, સિંહાઇ બિજાપુરમાં ન હતો. બિજાપુરના બાદશાહે મુલકે જીતવા માટે કર્ણાટકમાં કેટલાક સરદાને લશ્કર લઈ મોકલ્યા હતા તેમાં સિંહાજીને પણ મોકલવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૬૪૬ ના સપ્ટેમ્બર માસ પહેલાં જ સિંહાએ બિજાપુર છોડી કર્ણાટકને રસ્તો લીધે હતે. બિજાપુર સરકારને તેરણાગઢ શિવાજી મહારાજે કબજે કર્યો તેની ફરિયાદ બિજાપુર દરબારમાં ગઈ ત્યારે સિહાજી બિજાપુરમાં ખરા. પરંતુ તે પછી એમણે કર્ણાટક તરફ મરચો ફેરવ્યો એટલે તેરણાગઢની ફરિયાદ નિકાલ થયે ત્યારે સિંહાઇ બિજાપુરમાં નહિ. બિજાપુર સરકારના એક પછી એક એવા અનેક કિલ્લાઓ શિવાજી મહારાજે સર કર્યાની હકીકત બિજાપુર પહોંચી. શિવાજી મહારાજે કિલ્લાઓ કબજે કરવાનો. મલક જીતવાન, શહેર લૂંટવાન, દક્ષિણના સરદારને અપનાવી સ્થાપવા ધારેલી નવી સત્તાને માટે ક્ષેત્ર તૈયાર કરવાને તથા પોતે પ્રબળ બનવાનો ક્રમ આરંભ્યો છે, એ વાત પણ બિજાપુર પહોંચી ગઈ. તેથી બિજાપુર દરબારમાં ભારે ધાંધલ મચી રહી. કલ્યાણથી બિજાપુર જતો બાદશાહી પ્રજાને શિવાજીએ રસ્તામાં લૂંટ અને કલ્યાણ પ્રાંત મહારાજે કબજે કર્યો, એ હકીકત બિજાપુર ગઈ ત્યારે દરબારના સરદારને જાણે વીજળીને આંચકે લાગ્યો હોય એવી સ્થિતિ થઈ. કલ્યાણને સુબેદાર મૌલાના અહમદ જેને કલ્યાણ જીત્યા પછી પરહેજ કરવામાં આવ્યા હતા અને પછી બહુ માન સાથે શિવાજી મહારાજે તેને બિજાપુર રવાના કર્યો હતો તે મૌલાના અહમદ બિજાપુરના દરબારમાં હાજર થયો અને આંખમાં આંસુ આણીને તેણે ભર દરબારમાં શિવાજી મહારાજના ખજાની લૂધ્યાન, અને કલ્યાણ જીત્યાની કૃત્ય માટે ફરિયાદ કરી. શિવાજીનાં આવાં કૃત્યોથી બિજાપુર સરકારની આબરૂને ધક્કો લાગે છે, તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy