SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ . શિવાજી ચરિત્ર કાલાવાલા [ પ્રકરણ ૯ મું અમારા વાંચકાને અને કરાવીએ છીએ. જંજીરાના સીદીની હજુરમાં આબાજી હરિ ચિત્રે ( મુઝુમદાર ) નામના એક પ્રભુ ગૃહસ્થ દીવાનને જવાબદારીને હાદ્દો ભોગવતા હતા, કઈક કારણોને લીધે સીદી સરકાર આખાજી દીવાન ઉપર નારાજ થયા. સીદીની ઈતરાજી એટલે જીવનું જોખમ. સીદી સરકારે પોતાના આ દીવાન તથા તેના ભાઈને ગરદન મારી તેમનાં મસ્તકા હાજર કરવાના હુકમ કર્યાં.હજુરના પડતાખેાલ હજુરીઆએએ ઝીલી લીધા અને દીવાન આબાજી અને તેના ભાઈને ગરદન મારી તેમનાં માથાં સીદી સરકારને સ્વાધીન કર્યાં. પેાતાના દીવાન તથા તેના ભાષને ઠાર માર્યાથી પણ સીદીને સંતાય ન થયા, એટલે એણે આખાજીની સ્ત્રી ગુલભાઈ અને તેના ત્રણે છેકરાઓને મસ્કત લઈ જઈ ગુલામ તરીકે વેચવાને પાતાના ખલાસીઓને હુકમ કર્યાં. સીદીનેા હુકમ શિરે ચડાવી ખલાસીએએ બિચારી ચુલબાઈ અને તેના ત્રણે છેકરાઓને વેચવા મસ્કત લઈ જવા માટે વહાણમાં બેસાડ્યા. આખાજી હરિ જેવા મુત્સદ્દીની તાલીમમાં તૈયાર થયેલી ગુલબાઈ હિંમતમાં પૂરી હતી. એ ખાઈ ચતુર અને ધીરજવાળી હતી. એને મસ્કત લઈ જવા માટે વહાણમાં લીધી, તેાએ એણે મુક્તિ મેળવવાના પ્રયત્ના ચાલુ જ રાખ્યા હતા. ગુલભાઈ એ વહાણુના ખલાસીઓને સમજાવ્યા અને કરી મતને બદલે એને અને એના છોકરાઓને રાજાપુરમાં કાઈ ધનવાનને વેચી દેવાની વાત સમજાવી. ખલાસીઓને ગળે આ વાત ઊતરી અને મસ્કતને બદલે એમને રાજાપુર વેચવા કબૂલ થયા. રાજાપુર આવતાં કિનારે વહાણુ લંધરવામાં આવ્યું, રાજાપુરમાં વિસાજી શકર નામને ચુલબાઈ ના ભાઈ મોટા ધનવાન વેપારી હતા. તેને ખબર થતાં તે વહાણ ઉપર ગુલામ ખરીદવા આવ્યા. ભાઈ અને એને એક બીજાને ઓળખ્યાં, પણ સજોગો ધ્યાનમાં લઈ, સંબંધ કે પિછાન જરાપણ બતાવ્યાં નહિ. ખલાસીઓને કાઈપણ જાતને વહેમ જાય એવું મૃત્યુ એમણે કર્યું નહિ. વિસાજીશંકરે ગુલખાઈ અને તેના ત્રણે છોકરાઓને ખલાસીઓ પાસેથી વેચાતા લીધા. ચુલબાઈના ત્રણે છેાકરા બાળાજી,ચિમણુાજી અને શામજીને વિસાજી મામાએ ભણાવી ગણાવીને હોશિયાર કર્યાં. બાળાછ ભણીગણીને હેશિયાર થયા, મોટા થયા પણ સીદીની ખીકને લીધે એને પોતાનું ખરું નામ અને એ આબાજીના છોકરા છે, એ વાત છુપાવી રાખવી પડી હતી. શિવાજી નામના કાઈ અવતારી પુરુષ હિંદુઓને મુસલમાનેાના જુલમ અને ત્રાસમાંથી બચાવવા બહાર પડ્યો છે, એ વાત જ્યારે બાળાજીએ જાણી ત્યારે તેને બહુ જ આનંદ થયા. ખળાજી આ વખતે રાજપુર કસ્બાના કસ્બેદારના હાથ નીચે એક કારકુનનું કામ કરતા હતા. શિવાજી મહારાજની જ઼ીર્તિની વાત એણે ખૂબ સાંભળી હતી. શિવાજી મહારાજ બહુ દયાળુ અને ગરીખને ખેલી છે, એ હોશિયાર હિંદુની કદર કરે છે, પડતી દશામાં આવેલા હિંદુઓના એ મદદગાર છે, એવી એવી વાતા બાળાજીએ સાંભળી હતી, તેથી પોતાની દશા શિવાજી મહારાજને જણાવવાનું બાળાજીને મન થયું. બાળાજીના અક્ષર બહુ જ સુંદર અને મેાતીના દાણા જેવા ઘાટીલા હતા. બાળાજીએ પાતાની સ્થિતિને ચિતાર પત્રમાં લખી એ પત્ર શિવાજી મહારાજ તરફ રવાના કર્યાં. શિવાજી મહારાજ બાળાજીના અક્ષર જોઈ બહુ પ્રસન્ન થયા અને પેાતાના તાબામાં કારકુનની નોકરી કરવા આવવા ખાળાજીને જણાવ્યું. ખાળાજીને અતિ આનંદ થયા. શિવાજી મહારાજે એની કદર કરી તેથી બાળાજીને હિંમત આવી અને મહારાજને જવાબમાં જણાવ્યુ` કે “ મને મારા મામાએ ભણાવી ગણાવીને ઉછેરીને મોટા કર્યાં છે. મારા મામાના હું દેવાદાર છું. એ દેવું પતા સિવાય હું મહારાજની સેવાને લાભ નથી ઉઠાવી શકતા. આ જવાબ વાંચી શિવાજી મહારાજને આ માણસ માટે બહુ ઊંચે અભિપ્રાય બંધાયે।. 22 દક્ષિણુ ક્રાંકણમાં રાજાપુર એ વેપારનું મથક હતું અને તે જમાનામાં તે ભાગનું એ માતબર શહેર ગણાતું. રાજાપુરના લેાકેા સીદીના જુલમી અમલથી બહુ ત્રાસી ગયા હતા. પ્રજા સીદીની સત્તાથી કટાળી ગઈ છે અને એના ત્રાસમાંથી છૂટવા આતુર છે, એ વાત શિવાજી મહારાજને કાતે આવી એટલે એમણે રાજાપુર ઉપર ચડાઈ કરી એ શહેર સર કર્યું. આ ચડાઈમાં શિવાજી મહારાજને પુષ્કળ ધન મળ્યું. રાજાપુર જીતી શિવાજી મહારાજે શહેરપ્રવેશ કર્યાં. રાજાપુરના મોટા મોટા વેપારીઓ અને પ્રતિષ્ઠિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy