SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ છ શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મું તૈયાર થયા અને એમના રક્ષણ માટે સર્વસ્વ ત્યાગવાની તૈયારી કરી. હિંદુ પ્રજા મહારાજને પોતાનો તારણહાર માનવા લાગી. હિંદુ પ્રજા તે શિવાજી મહારાજને જ પોતાને રાજા માનવા લાગી અને એમને રાજા માનીને જ માન આપવા લાગી. પ્રજાનાં ચિત્ત આકર્ષણ કરી લેવાની અને લેકેનાં દિલ પિતા તરક ખેંચવાની મહારાજમાં અજબ શકિત હતી. જોત જોતામાં આ વીશ બાવીશ વરસને જીવોને મહારાષ્ટ્રની પ્રજામાં પંકાય અને અત્યંત પ્રિય થઈ પડ્યો. નક પાસેથી કામ લેવાની બાબતમાં મહારાજ બહુ કુશળ હતા. નોકર પાસેથી પૂરેપુરું કામ લઈને પણ તેને રાજી રાખવે, તેના ઉપર દાબ રાખીને પણ પિતા માટે તેના મનમાં પૂજ્ય બુદ્ધિ અને પ્રેમ ઊભાં કરવાં એ કળા તે બહુ થોડાં માણસે જ સાધ્ય કરી શકે છે. મહારાજ નોકર પાસેથી પુષ્કળ કામ લેતા પણ તેમના ઉપર મહારાજ બહુ મીઠી નજર રાખતા અને તેની પૂરેપુરી સંભાળ લેતા. નોકરો પ્રત્યે મહારાજ બહુ માયાળ હતા. કામ લેતી વખતે બહુ કડક વૃત્તિ ધારણ કરનાર અને કામને વખત પૂરો થયા પછી તેમના તરફ માયા અને મહેર બતાવનાર માલીક નોકરીમાં બહુ માનીતા થઈ પડે છે. શિવાજી મહારાજ પિતાના નોકરોના માયાળુ માલીક છે એ વાત મહારાષ્ટ્રમાં ફેલાતાં તેમની પાસે નોકરી માટે સંખ્યાબંધ માણસે આવતાં. પ્રજાને સુખી કરવા માટે નવી સત્તા સ્થાપવાન મહારાજનો નિશ્ચય હતો અને તે પાર પાડવા માટે મળી શકે તેટલાં માણસ નોકરીએ રાખી લેવાની ખાસ જરૂર હતી. એ વાત મહારાજની ધ્યાન બહાર ન હતી. બીજા સદગુણની સાથે માણસ પારખવાને ગુણ પણ મહારાજમાં અજબ હતેા. માણસને તેના પગલે પારખવાની અદ્દભુત શક્તિ મહારાજમાં હતી. આવેલા માણસને બની શકે ત્યાં સુધી એ કદી પાછી કાઢતા નહિ. માણસની પૂરેપુરી પરીક્ષા કર્યા પછી એની આવડત અને શક્તિ જોઈને એને કામ સોંપતા. જેમ જેમ મહારાજની કીર્તિ વધતી ગઈ, તેમ તેમ તેમની પાસે નોકરી માટે આવનાર માણસનાં ટોળાંમાં પણ વધારો થતો ગયે. જેમ જેમ ટાળાં વધતાં ગયાં, તેમ તેમ મહારાજની જવાબદારી વધતી ગઈ અને જવાબદારીની સાથે ફીકર ચિંતા વધવા લાગ્યાં. હજારો માવળા લેકે અને સેંકડો કારકુનો મહારાજે રોકી લીધા. માવળા લેકોની લશ્કરમાં ખૂબ ભરતી કરી. શિવાજી મહારાજનું લશ્કર દશ હજાર માવળાઓનું થયું. વ્યવસ્થા અને રાજકારભાર માટે કારકનોની સંખ્યા પણ જબરી વધી. આ બધું વધ્યું તેની સાથે મહારાજની આર્થિક મુશ્કેલી પણ વધી. પિતાની જાગીરના મુલકમાં જ સુંદર વ્યવસ્થાવાળું સ્વરાજ્ય સ્થાપી, પછી સ્થિતિ અને લેકમત તપાસી આગળ વધવાને મહારાજે નિશ્ચય કર્યો. એ સ્વરાજયને નમુનેદાર બનાવવા માટે, અનુકરણીય બનાવવા માટે મહારાજે જાગીરના મુલકની સુવ્યવસ્થા કરી. નક્કી કરેલું ધ્યેય નજર સામે રાખી, આખરે વધતાં વધતાં અમુક ઠેકાણે પહોંચવું છે, તે યાદ રાખી, ધ્યેયને પહોંચી વળવા માટે જવાબદારીના હેદ્દાઓ ઉપર નીચેના અમલાવેદાની નિમણૂંક કરી – (૧) શામરાવ નીકલંઠ રાંઝેકર-પેશ્વા (૨) બાળકૃષ્ણપત દીક્ષિત-મજુમદાર (૩) સેને પત-કારભારી (૪) રઘુનાથ બલાળ બેકીલ-સબનીસ (૫) પેસાજી કંક, તાનાજી માલુસરે, બાઇ પાસલકર લશ્કરી અમલદારે અને માણકોછ દહાડે-સર નાબત. મહારાજ પોતે લશ્કરના સર સેનાપતિ તરીકે કામ કરતા. પિતાની જાગીરના મૂલકમાં નમુનેદાર સ્વરાજ્ય શરુ કરી, મહારાજે દેશના રાજ્યને પાયે નાંખ્યા હતા. રહેંસાતા હિંદુઓના બચાવ માટે, અત્યાચાર અને જુલ્મથી હણાઈ રહેલા હિંદુત્વના રક્ષણ માટે સ્વરાજ્ય સ્થાપવાની કલ્પના ઉભી કરવી એ કઠણ કામ છે, પણ તે સ્થાપવા માટે નિશ્ચય કરે એ વધારે કઠણ છે અને તે નિશ્ચય કર્યા પછી તેને કૃતિમાં ઉતારવા પગલાં લેવાં, એ તે વળી વિકટ કામ છે અને કાર્યની શરૂઆત કર્યા પછી મૂળ નેમ ઉપર નજર રાખી રસ્તામાં ઊભી થતી અડચણો, આફત, અને હરકતેની સામે કુસ્તી ખેલવી એ એથી પણ વધુ મુશ્કેલ કામ છે. શિવાજી મહારાજે પવું પડું થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy